ગૃહ રાજયમંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય માનવ અધિકાર આયોગ ત્રણ સભ્યોનું બનેલું છે. જેમાં આયોગના ચેરમેન તરીકે મણિપુર હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ અભિલાષા કુમારી અને નિવૃત જિલ્લા અને સેસન્સ જજ એમ.એચ.શાહ સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. પસંદગી સમિતિમાં મુખ્યમંત્રી ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતાનો સમાવેશ થાય છે.
2/3
ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું, રાજ્ય માનવ અધિકાર આયોગમાં સભ્ય તરીકે જે.કે. ભટ્ટની નિમણૂંક માટે મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો જેને રાજ્યપાલે મંજૂર કર્યો છે.
3/3
અમદાવાદ: સરકારના માનીતા અને ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર જે.કે. ભટ્ટની નિવૃત્તિના એક દિવસ બાદ રાજ્ય માનવ અધિકાર આયોગના સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ નિમણૂંકથી તેમને સરકારી બંગલો-ગાડીના લાભ યથાવત રહેશે.