અલ્પેશ સામે પૂરતા પુરાવા હોવાથી જામીન નહીં આપવા માટે ક્રાઈમ બ્રાન્ચે સેશન્સ કોર્ટમાં એફિડેવીટ કરી છે. આ કેસમાં કોર્ટે વધુ સુનાવણી આજે એટલે કે સોમવારે રાખી છે. કથીરિયાને જામીન અપાયો તો સાક્ષીઓને પોતાની તરફેણમાં કરી શકે તેમ છે અને ટ્રાયલ દરમ્યાન કોર્ટમાં હાજર નહીં રહે તેમ એફિડેવિટમાં જણાવાયું છે.
2/6
3/6
આરોપી પાટીદારની મીટીંગોમાં હાજર રહીને લોકોને ઉશ્કેરતો હોવાના પુરાવા મળી આવ્યા છે. 25 ઓગસ્ટના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ પર સુરતથી મોટી સંખ્યામાં લઈને આવ્યો હતો. આ બધા પુરાવા જોતાં તેને જામીન ન આપવા જોઈએ તેવી રજૂઆત કરાઈ છે.
4/6
તપાસનીશ અધિકારી જે.એસ.ગેડમે કોર્ટમાં એફિડેવીટ કરીને આ દાવો કર્યો છે. રાજદ્રોહના ગુનામાં ક્રાઈમ બ્રાંચે અલ્પેશ કથીરિયાની ત્રણ વર્ષ પછી ધરપકડ કરીને ગયા સપ્તાહે જેલમાં મોકલી આપ્યો હતો. અલ્પેશ કથીરિયાએ કાયમી જામીન માટે અરજી કરી હતી.
5/6
સ્પેશિયલ સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ અને અમીત પટેલે તપાસનીશ અધિકારીની એફિડેવિટ કોર્ટમાં રજૂ કરી હતી. તેમાંએવી રજૂઆત કરી હતી કે, આરોપીના મોબાઈલ ઈન્ટસેપ્શનમાં પૂરતા પુરાવા મળી આવ્યા છે. આરોપીની ટ્રાન્સસ્ક્રીપ્ટ અનેક જગ્યાએ ઉશ્કેરણીજનક નિવેદન તથા વાતચીતો કરી હતી.
6/6
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વિનર (પાસ) અલ્પેશ કથીરિયા રાજદ્રોહ કેસમાં જેલમા છે. કથીરિયાની મુક્તિ માટે પાટીદારો એક થઈને મચી પડ્યા છે ત્યારે સુરતના પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા જેલમાંથી બહાર ના આવે તે માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જડબેસલાક બંદોબસ્ત કરી એફિડેવિટ કરી છે.