શોધખોળ કરો
ટિકિટ કૌભાંડમાં પકડાયા બાદ કંડકંટર બન્યો લૂંટારું, અમદાવાદમાં ઝડપાઈ UPની ગેંગ
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 10 Jan 2017 07:21 PM (IST)
1/7

2/7

હાલ પોલીસે આરોપીઓના 13 જાન્યુઆરી સુધીના રિમાંડ મેળવી લીધા છે. સવાલ એ ઉભો થાય છે આ ગેંગે અમદાવાદની 11 ચોરીઓ સિવાય અન્ય કેટલી ચોરીઓ અથવા લુંટ કરી છે. સવાલ એ પણ છે કે આ લોકો અન્ય કોઈ ધાડને અંજામ આપવાના હતા ત્યારે કંઈ જગ્યાએ ગુનાહ કરવાની ફિરાકમાં હતા...
3/7

આરોપીની વધુ માહિતી માટે શહેર પોલીસે યુ.પી પોલીસને પણ સંપર્ક કર્યો છે જેથી તેની વધુ ડિટેલ બહાર આવી શકે. સાથો સાથ તેમના કોલ ડિટેલની પણ તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે આ લોકો સુરત સહિત અન્ય શહેરોમાં પણ રોકાયા હતા જેથી ત્યાં કોઈ ઘટનાને અંજામ આપ્યો હતો કે નહીં.
4/7

પોલીસ તપાસમાં બહાર આવ્યુ કે આરોપી પોતાની પાસે ગિલોર પણ રાખતા હતા. જેથી પહેલા ઘરમાં પથ્થર મારી તપાસ કરી લેતા કે ઘરમાં કોઈ છે કે કેમ અને ત્યાર બાદ તે ઘરમાં ચોરી કરતા હતા. નોધનીય છે કે આ ગેંગમાં બે સોનીઓ છે જે રાકેશ અને રાજેશ છે અને આ બન્ને સોનીઓ ચોરી અથવા લુંટનો મુદ્દામાલ ચોરી કરી તે જ જગ્યાની આસપાસ તાત્કાલિક ગાળી દેતા હતા. મહત્વનુ એ છે કે આ ગેંગનો મુખ્ય આરોપી ધર્મેન્દ્રની કહાની પણ ફિલ્મી છે. આરોપી પહેલા કંડકટરનો કામ કરતો હતો. પરંતુ ટિકિટના કૌભાંડમાં પકડાઈ જતા તેને નોકરીમાંથી કાઢી દેવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તે ફાઈનાન્સ કંપનીમાં કામ કરતો હતો.
5/7

અમરાઈવાડી પોલીસને માહિતી મળી હતી કે આરોપી ન્યુ કોટન ચાર રસ્તા પાસેથી નિકળવાના છે જે માહિતીના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી અને તેમની પાસેથી ચોરી કરવા માટેના સાધનો સહિત ચોરીનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યા હતો. ત્યાર બાદ તેમના ઘરે સર્ચ કરતા રિવોલ્વર સહિત કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
6/7

ઘટનાની મળતી માહિતી પ્રમાણે, પોલીસે આરોપીઓની કરેલી ધરપકડમાં ધર્મેન્દ્ર ઉર્ફે ગુડ્ડન મિશ્રા,પ્રમોદકુમાર સરોજ,શ્રવણ જોષી,પ્રેમચંદ પાસી,સુરજ સરોજ,રાકેશ પાસી અને રાજેશ પાસી છે. આ ગેંગનો માસ્ટર માંઈડ ધર્મેન્દ્ર છે. આરોપી ધર્મેન્દ્ર પહેલા જે શહેરમાં ચોરી કરવાની હોય તે શહેરમાં ભાડે મકાન રાખી રહેવા લાગતો અને ત્યાર બાદ જે તે મકાનની રેકી કરી ટાર્ગેટ બનાવતો અને ચોરી કરવા માટે સ્પેશિયલ અન્ય સાગરિતોને યુ.પીથી બોલાવી રાતના સમય ચોરીઓ કરતો હતો.
7/7

અમદાવાદ: અમદાવાદની અમરાઈવાડી પોલીસે રાતના સમયે ઘરફોડ ચોરી કરતી ગેંગની ધરપકડ કરી છે. પોલીસે બે સોનીઓ સહિત સાત લોકોને હથિયાર અને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. તમામ આરોપીઓ યુ.પીથી ચોરી કરવા માટે ગુજરાતમાં આવ્યા હતા.
Published at : 10 Jan 2017 07:21 PM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
અમદાવાદ
Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી
અમદાવાદ
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો
અમદાવાદ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદ
ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા
ટ્રેન્ડિંગ સમાચાર






















