અશરફની વારંવારની ધમકીથી ત્રાસી ગયેલી યુવતીએ પોલીસ ફરિયાદ કરવાની વાત કરતા અશરફે તેના ભાઇ અકીલ કાદરી, જુનેદ કાદરી અને જાવેદબાપુ કાદરીએે ધમકી આપી એફિડેવિટ કરાવી લીધી હતી કે મહિલા ફરિયાદ કરશે નહીં, સમાધાન થઇ ગયું છે. પોલીસે અશરફ વિરુદ્ધ બળાત્કાર અને તેની ક્લીપ બનાવી વાયરલ કરવાની ધમકીનો ગંભીર ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
2/6
પીડિતાના કહેવા પ્રમાણે, અશરફે પ્રથમવાર ફેબ્રુઆરીમાં એમ્બેસી હોટલમાં શરીર સંબંધ બાંધ્યો હતો અને તેની વીડિયો ક્લીપ બનાવી લીધી હતી. ત્યાર બાદ વારંવાર આ ક્લીપ વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજારતો રહેતો હતો. ઉપરાંત, મને પેશાબ પીવડાવવવા મજબૂર કરી હતી અને મળ ખવડાવી ત્રાસ આપ્યો હતો.
3/6
પોલીસના કહેવા પ્રમાણે, ફેબ્રુઆરીમાં યુવતીને અશરફ કારંજ વિસ્તારમાં આવેલી એમ્બેસી હોટલ, કાલુપુર દેવ પેલેસ હોટલમાં તથા સેશન્સ કોર્ટ ભદ્ર પાસે આવેલા પાર્કિંગમાં લઇને આવતો હતો.
4/6
દરમિયાન ગત ફેબ્રુઆરીમાં યુવતી ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા અશરફ રફીકભાઇ કાદરીના સંપર્કમાં આવી હતી. વારંવાર મુલાકાત થતા યુવતી અને અશરફની આંખો મળી ગઇ હતી.
5/6
મળતી વિગતો અનુસાર, સાવરકુંડલામાં રહેતી ૩૫ વર્ષીય યુવતીએ વર્ષ ૧૯૯૬માં પતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતા. યુવતી તેના પુત્ર સાથે વર્ષ ૨૦૦૦માં સાવરકુંડલાના એક યુવક સાથે મૈત્રી કરાર કરી તેના સાથે રહેવા લાગી હતી.
6/6
અમદાવાદઃ અમદાવાદના કારંજ અને કાલુપુરની હોટલમાં સાવરકુંડલાની ૩૫ વર્ષીય પરિણીતા પર આરોપીઓએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ દાખલ થઇ હતી. પીડિતાના કહેવા પ્રમાણે, આરોપીઓએ તેના પર બળાત્કાર ગુજારી તેની વીડિયો ક્લીપ પણ ઉતારી હતી. પીડિતાને પેશાબ પીવડાવી મળ ખવડાવ્યું હતું. આરોપીઓએ તેની વીડિયો ક્લીપ વાયરલ કરવાની ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં અન્ય આરોપીઓએ આ અંગે સમાધાન કરવા તેના ૧૦મા ધોરણમાં ભણતા પુત્રને મારી નાખવા ધમકી આપી હતી. કારંજ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.