આ યુવક સોરી, સોરી બોલતા યુવતી કહેતી હતી કે, સોરી તારા ઘરે રાખશે. ફરીથી આ બાજુ દેખાતો નહીં. એમ કહીને તેનાથી દુર રહેવાની ધમકી આપી હતી. વીડિયો વાયરલ થતાં ટોક ઓફ ધી ટાઉન બની ગયો હતો.
4/7
જોકે ગુસ્સે ભરાયેલી યુવતીએ યુવકને થપ્પડો મારવાનું ચાલુ રાખ્યુ હતું. તેની આસપાસ ઉભા રહેલા ચાર-પાંચ યુવકો તમાશો જોઇ રહ્યા હતા. તેમાંથી કોઈ વચ્ચે પડ્યું ન હતું.
5/7
આ યુવક જઇ રહ્યો હતો. ત્યારે સ્કૂલબેગ લટકાવેલી યુવતી તેની નજીક પહોંચી ગઇ હતી. તેને કહ્યું હતું કે, તારી પ્રાઈવેસી બધાને વહેચું છું. તેમ કહીને થપ્પડ લગાવાની શરૂ કરી દીધી હતી. જ્યારે યુવક કહેવા લાગ્યો હતો. માર નહીં, માર નહીં, મેં કશું કર્યું નથી. પછી તે સોરી, સોરી કહેવા લાગ્યો હતો.
6/7
વલ્લભ વિદ્યાનગરની કોલેજનો વિદ્યાર્થી યુવતીનો ચોરી છૂપીથી મોબાઇલમાં ફોટો પાડતો હતો. તે દરમિયાન યુવતીને આ અંગેની જાણ થતાં મામલો બિચક્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થિની ગુસ્સે ભરાઇ હતી તેને બીજા ચાર-પાંચ છોકરાને વાત કરી હતી.
7/7
આણંદ: આણંદ નજીક આવેલા વલ્લભ વિદ્યાનગર ખાતે યુવતી દ્વારા યુવકને લાફો ઝીંકતો વીડિયો વાયરલ થયો હતો જેના કારણે શિક્ષણનગરીમાં આ વીડિયો ટોક ઓફ ધી ટાઉન બની ગયો હતો. મોબાઈલમાં ફોટો પાડવા અંગે યુવતીએ યુવક પર તમાચા ઝીંકતા યુવક કરગરતો રહ્યો હતો જોકે યુવતી ઉપરા-છાપરી તેની ઉપર લાફા ઝીંકતી રહી હતી.