શોધખોળ કરો

Rashifal 2 August: કન્યા સહિત આ રાશિને રહેવું પડશે સાવધાન, જાણો 12 રાશિનું ભવિષ્યકથન

Today's horoscope : આજે 2 ઓગસ્ટ રવિવારનો દિવસ મેષથી મીન રાશિના લોકો માટે કેવો જશે, જાણીએ આજનું રાશિફળ

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગ્રહોની સ્થિતિ મુજબ, 12 રાશિઓ માટે આજનો દિવસ.
  • કેટલીક રાશિઓ માટે શુભ, તો કેટલીકને સાવચેતી રાખવી.
  • આર્થિક, પારિવારિક અને સ્વાસ્થ્ય બાબતો પર વિવિધ અસર.

Today's Horoscope: ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે  2 ઓગસ્ટ જુલાઈ રવિવારનો દિવસ ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવો જશે, કઇ રાશિ માટે રવિવાર   શુભ નિવડશે તો કઇ રાશિને આજે સાવધાન રહેવાની જરૂર જાણીએ આજનું રાશિફળ 

મેષ રાશિ

આજેનો દિવસ થોડો સાવચેતી રાખવાનો રહેશે. પરિવારમાં નાની-મોટી બાબતોને લઈને તણાવ થઈ શકે છે, તેથી ધીરજથી કામ લો. પૈસા સંબંધિત બાબતોમાં કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરો. અટકેલી પ્રોપર્ટી ડીલ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. માતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો અને જવાબદારીઓ સમયસર પૂર્ણ કરો.

આ પણ વાંચો: Lucky Rashi: 2 ઓગસ્ટે મંગળ-રાહુ વચ્ચે બનશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે અચાનક ધનલાભ

વૃષભ રાશિ

આજે આર્થિક બાબતોમાં સફળતા મળવાના સંકેત છે. કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા સાથે ધનલાભ પણ થઈ શકે છે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળી શકે છે. કાનૂની બાબતોમાં સાવધાની રાખો. વેપારમાં ઉતાર-ચઢાવ છતાં લાભ મળશે. પરિવારમાં શુભ પ્રસંગોને કારણે ખુશીનું વાતાવરણ રહેશે.

મિથુન રાશિ

આજેનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. લોકોની સારી રીતે પરખ કર્યા પછી જ તેમના પર વિશ્વાસ કરો, કારણ કે કોઈ નજીકની વ્યક્તિ મુશ્કેલી ઊભી કરી શકે છે. એકસાથે અનેક કામ આવવાથી વ્યસ્તતા વધશે. ધીરજ રાખો અને સમજી-વિચારીને નિર્ણય લો. સામાજિક અથવા રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી માન-સન્માનમાં વધારો થઈ શકે છે.

કર્ક રાશિ

આજે તમને નવી તકો અને અચાનક લાભ મળી શકે છે. તમારી નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત રહેશે. કાર્યસ્થળ પર વિવાદથી બચો અને અધિકારીઓ સાથે સારો તાલમેલ જાળવો. વેપારમાં અટકેલી યોજનાઓ ફરી ગતિ પકડી શકે છે. વિદ્યાર્થીઓને મહેનતનું સારું પરિણામ મળશે. પરિવારમાં સુમેળ જાળવવો લાભદાયી રહેશે.

સિંહ રાશિ

આજે નવા સંપર્કો તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે. ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાનું ટાળો. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા જાળવો. ભાઈ-બહેનોનો અપેક્ષા મુજબ સહયોગ ઓછો મળી શકે છે. નવા કાર્યની શરૂઆત માટે સમય સારો છે. સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રે તમારી જવાબદારીઓ વધી શકે છે.

કન્યા રાશિ

આજનો દિવસ મહેનત અને સાવધાનીથી આગળ વધવાનો છે. અધૂરાં કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. કાર્યસ્થળ પર અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે. જૂના નિર્ણયો પર ફરી વિચાર કરવાની જરૂર પડી શકે છે. દાંત અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યા પરેશાન કરી શકે છે. વેપારમાં ભાગીદારી સંબંધિત નવી તકો મળી શકે છે.

તુલા રાશિ

આજે આળસ છોડીને સક્રિય રહેવાની જરૂર છે. સામાજિક અને ધાર્મિક કાર્યોમાં ભાગીદારી વધશે. કોઈ મનની ઈચ્છા પૂર્ણ થતાં આનંદ મળશે. પિતા સાથે કોઈ બાબતે મતભેદ થઈ શકે છે. લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થવાના સંકેત છે. જૂના અનુભવોમાંથી શીખ લઈને આર્થિક બાબતોમાં સુધારો કરી શકશો.

વૃશ્ચિક રાશિ

આજે સાવધાનીપૂર્વક કામ કરવાનો દિવસ છે. જીવનસાથી સાથે વાતચીતમાં સંયમ રાખો. વિવાદોથી દૂર રહો અને સમયસર કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. મિત્રો સાથે સમય પસાર કરવાનો અવસર મળશે. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખો.

ધન રાશિ

આજેનો દિવસ સામાન્ય રહેશે. લેવડ-દેવડ સંબંધિત સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. કાર્યસ્થળ પર સહકર્મીઓની મદદ લેવાની જરૂર પડી શકે છે. ખોવાયેલી કોઈ પ્રિય વસ્તુ પાછી મળી શકે છે. પ્રેમ સંબંધોમાં જીવનસાથીની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો. રોકાણ કરતાં પહેલાં સમજી-વિચારીને નિર્ણય લો અને મહેનત પર વિશ્વાસ રાખો.

મકર રાશિ

આજે સમજદારી અને વિવેકથી નિર્ણય લેવાનો દિવસ છે. ખર્ચ અને બચત વચ્ચે સંતુલન જાળવો. ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે. જીવનસાથી સાથે ચાલી રહેલા મતભેદ દૂર થશે. સંતાન તરફથી ખુશીના સમાચાર મળશે. વિદેશ સંબંધિત વેપારમાં લાભદાયક સમાચાર મળી શકે છે.

કુંભ રાશિ

આજે દિવસની શરૂઆત થોડા પડકારો સાથે થઈ શકે છે. કામમાં અવરોધો આવી શકે છે, તેથી ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. આર્થિક સ્થિતિ સુધારવા માટે નવી યોજનાઓ બનાવવી પડશે. પ્રવાસના યોગ બની શકે છે. કાર્યસ્થળ પર કોઈના પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો અને સાવધાન રહો.

મીન રાશિ

આજે દરેક કામ સમજી-વિચારીને કરવાની જરૂર છે. સ્વાસ્થ્યને અવગણશો નહીં. પિતૃક સંપત્તિ સંબંધિત વિવાદોનો ઉકેલ આવી શકે છે. પરિવારના કોઈ સભ્યને આપેલું વચન જરૂર પૂર્ણ કરો. રાજકારણ સાથે જોડાયેલા લોકોને મોટી હસ્તીઓ સાથે મુલાકાત કરવાની તક મળશે. ઘરમાં ધાર્મિક કાર્યક્રમ યોજાવાના યોગ છે.

Frequently Asked Questions

આજનું રાશિફળ કયા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરે છે?

તે ગ્રહોની સ્થિતિ અને ગોચરની રાશિઓ પર થતી અસર જણાવે છે. કઈ રાશિ માટે દિવસ શુભ છે અને કઈ રાશિને સાવધાન રહેવાની જરૂર છે તે પણ દર્શાવે છે.

મેષ રાશિના જાતકોને આજે કઈ બાબતમાં સાવચેતી રાખવી પડશે?

પરિવારમાં નાની-મોટી બાબતોને લઈને તણાવ થઈ શકે છે, તેથી ધીરજથી કામ લેવું. પૈસા સંબંધિત બાબતોમાં કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો.

વૃષભ રાશિ માટે આર્થિક બાબતોમાં આજનો દિવસ કેવો રહેશે?

આજે આર્થિક બાબતોમાં સફળતા મળવાના સંકેત છે. કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા સાથે ધનલાભ પણ થઈ શકે છે.

કર્ક રાશિના જાતકોને આજે કેવા લાભ મળી શકે છે?

તમને નવી તકો અને અચાનક લાભ મળી શકે છે. વેપારમાં અટકેલી યોજનાઓ ફરી ગતિ પકડી શકે છે.

મીન રાશિના જાતકોને તેમના સ્વાસ્થ્ય વિશે શું સલાહ આપવામાં આવી છે?

સ્વાસ્થ્યને અવગણશો નહીં અને દરેક કામ સમજી-વિચારીને કરવાની જરૂર છે. પિતૃક સંપત્તિ સંબંધિત વિવાદોનો ઉકેલ આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rashifal 2 August: કન્યા સહિત આ રાશિને રહેવું પડશે સાવધાન, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Rashifal 2 August: કન્યા સહિત આ રાશિને રહેવું પડશે સાવધાન, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Weekly Rashifal: મિથુન રાશિમાં મંગળનું ગોચર, જાણો આ સપ્તાહમાં કઇ રાશિ પર શું થશે અસર
Weekly Rashifal: મિથુન રાશિમાં મંગળનું ગોચર, જાણો આ સપ્તાહમાં કઇ રાશિ પર શું થશે અસર
Today's lucky zodiac sign: કર્ક સહિત આજે આ રાશિને મળશે, સમસપ્તક યોગનો લાભ, જાણો આજની લકી રાશિ
Today's lucky zodiac sign: કર્ક સહિત આજે આ રાશિને મળશે, સમસપ્તક યોગનો લાભ, જાણો આજની લકી રાશિ
શુક્ર ગોચર 2026: 1 ઓગસ્ટથી શુક્ર નીચ રાશિમાં પ્રવેશતા આ 4 રાશિઓ પર આવશે મોટું સંકટ
શુક્ર ગોચર 2026: 1 ઓગસ્ટથી શુક્ર નીચ રાશિમાં પ્રવેશતા આ 4 રાશિઓ પર આવશે મોટું સંકટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget