(Source: ECI/ABP News/ABP Majha)
Numerology: અંકશાસ્ત્ર અનુસાર આપની જન્મતારીખ મુજબ જાણો, આપના માટે ક્યુ રત્ન ધારણ કરવું રહેશે શુભ
અંકશાસ્ત્ર અનુસાર મૂલાક મુજબ જો રત્ન ધારણ કરવામાં આવે તો તે શુભ ફળ આપે છે. મૂલાંક 1થી 9 સુધી હોય છે. આપનો ક્યો મૂલાંક છે અને ક્યુ રત્ન આપના માટે શુભ છે જાણીએ..
અંકશાસ્ત્રમાં જન્મતારીખ મુજબ 1-9 નંબરો જણાવવામાં આવ્યા છે. જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ મૂલાંક મુજબ રત્ન ધારણ કરવાથી યોગ્ય ફળ મળે છે. અંકશાસ્ત્ર અનુસાર જાણો તમારા લકી સ્ટોનન ક્યો છે.
મૂલાંક 01 ( જન્મતિથિ 01,10,19,28) તારીખે જન્મનારનો મૂલાંક 1 હોય છે. આ લોકો સોનામાં માણિક્ય રત્ન ધારણ કરી શકે છે. જેને અંગ્રેજીમાં રૂબી કહે છે.
મૂલાંક 02( જન્મતિથિ- 02, 11, 20,29) આ મૂલાંકનું શુભ રત્ન મોતી છે. અંકશાસ્ત્ર અનુસાર મોતીનો સંબંધ ચંદ્ર સાથે છે. આ રત્નને ચાંદીની વીંટીમાં ધારણ કરવાથી તમને લાભ થશે અને તમારા મન પર નિયંત્રણ રહેશે.
મૂલાંક 03 (03, 12, 21, 30)- મૂલાંક 03 વાળા લોકો માટે પુખરાજ એ શુભ રત્ન છે. જો તમે આ સ્ટોનને આપ આપના જમણા હાથની તર્જનીમાં પહેરશો તો તમને લાભ થશે. આ અંકનો શુભ રત્ન પુખરાજ છે અને શુભ ધાતુ સોનું છે.
મૂલાંક 04 (જન્મ તારીખ 04, 13, 22, 31) - અંકશાસ્ત્ર અનુસાર, મૂલાંક 04 વાળા લોકોનો શુભ રત્ન નિલમ છે. તેને પંચધાતુમાં પણ ધારણ કરી શકાય છે. આપ ગોમેદ પણ ધારણ કરી શકો છો.
મૂલાંક 05 (05, 14, 23) - મૂલાંક 05 ધરાવતા લોકો માટે અંકશાસ્ત્ર અનુસાર પન્ના એક શુભ રત્ન છે. બુધવારે તેને ધારણ કરવાથી લાભ થશે.
મૂલાંક 06 (જન્મ તારીખ 06, 15, 24) - અંકશાસ્ત્ર અનુસાર, મૂલાંક 06 વાળા લોકો માટે હીરા ખૂબ જ શુભ હોય છે. તેને શુક્રવારે પહેરવું જોઈએ. તમે તેને સિલ્વર અથવા પ્લેટિનમમાં સ્ટડેડ પહેરી શકો છો.
મૂલાંક 07 (જન્મ તારીખ 07, 16, 25)- મૂલાંક 07 ધરાવતા લોકો માટે લહસુનિયા સ્ટોન શુભ અને ફળદાયી છે. આ સ્ટોન સોનાની વીંટીમાં ધારણ કરવો શુભ રહેશે.
મૂલાંક 08 (જન્મ તારીખ 08, 17, 26)- અંકશાસ્ત્ર અનુસાર, મૂલાંક 08 વાળા લોકો માટે નીલમ સ્ટોન ખૂબ જ શુભ હોય છે. તમે તેને સોના કે ચાંદીમાં પહેરી શકો છો.
મૂલાંક 09 (જન્મ તારીખ 09, 18, 27)- જે લોકોને મૂલાંક 09 હોય તેમણે અંકશાસ્ત્ર અનુસાર મૂંગા પહેરવા જોઈએ. લાલ રંગનું પરવાળા રત્ન તમારા માટે ખૂબ જ શુભ રહેશે. તમે તેને સોનાની વીંટીમાં પહેરી શકો છો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચો
Uttarkashi Tunnel Rescue Operation: આઠ વાગ્યા સુધીમાં બહાર આવી શકે છે સુરંગમાં ફસાયેલા મજૂરો, રેસ્ક્યૂ ટીમના સભ્યએ આપી જાણકારી
Israel-Hamas war: ગાઝામાં સીઝફાયર અગાઉ ઇઝરાયલના હુમલામાં 100 લોકોના મોત, હમાસ સાથેની ડીલ તૂટવાનો ખતરો