NRG News: UK અભ્યાસ માટે ગયેલા ચાણસ્માના યુવકે કરી આત્મહત્યા, માતા-પિતાની માફી માંગતો ઓડિયો બનાવી ભર્યુ અંતિમ પગલું
પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ વિદેશ મંત્રાલયને ડેડ બોડી પરત મેળવવા મદદ કરવા પત્ર લખ્યો છે.
Patan News: વિદેશમાં ભણવા માટે મોકલતા મા બાપ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પાટણમાં યુકેમાં ચાણસ્માના યુવકે આત્મહત્યા કરી છે. અભ્યાસ માટે ગયેલા ચાણસ્માના યુવકે આત્મહત્યા કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ચાણસ્મા તાલુકાનાં રણાસણ ગામનાં યુવાન મિત પ્રવીણભાઈ પટેલ (ઉ.વ.23) લંડન, યુકેમાં અભ્યાસ માટે ગયો હતો. આપઘાત કરતા પહેલા મીત પટેલે પોતાના મા-બાપની માફી માંગતા ઓડિયો બનાવી કરી આ પગલું ભર્યુ હતું.
ઓડિયોમાં શું કહ્યું મીત પટેલે
ઓડિયોમાં મીત પટેલ કહી રહ્યો છે કે મમ્મી-પપ્પા મને માફ કરજો, મેં તમારા 15 લાખ બગાડ્યા છે. મીત પટેલને કોઈ ત્રાસ આપતું હતું અને તેને કંટાળી આત્મહત્યા કરી હોવાનું ઓડિયોમાં બોલી રહ્યો છે. આ ઉપરાંત હું અહીંયા ફસાઈ ગયો છું, હવે મારી પાસે કોઈ રસ્તો નથી તેમ પણ તે ઓડિયોમાં કહી રહ્યો છે. પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ વિદેશ મંત્રાલયને ડેડ બોડી પરત મેળવવા મદદ કરવા પત્ર લખ્યો છે.
સાંસદે લખેલા પત્રની કોપી