Janmashtami 2024: ઘરના ઇશાન ખૂણામાં શ્રીકૃષ્ણની આ પ્રકારની મુદ્રા ધરાવતી તસવીર અવશ્ય રાખો. સુખ સંપદામાં થશે વૃદ્ધિ
જો ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હોય તો હાથમાં ચક્ર ધારણ કરેલ શ્રી કૃષ્ણનું ચિત્ર લગાવો, આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જા આવશે.
Janmashtami 2024:ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિ ચંદ્રમાં થયો હતો.ભાદ્રપદની અષ્ટમીને વર્ષની સૌથી કાળી રાત્રિ માનવામાં આવે છે.. વાસ્તુ અનુસાર જે ઘરમાં શ્રી કૃષ્ણની તસવીર કે મૂર્તિ હોય ત્યાં ભૂત-પ્રેત, રાક્ષસ અને દુષ્ટાત્માનો ક્યારેય વાસ નથી થતો.
જો જીવનમાં ઘણી બધી સમસ્યાઓ હોય અને તેનો ઉકેલ લાવવામાં સક્ષમ નથી, તો યમુનામાં કાલિયા નાગના શિર પર ઉભેલા શ્રી કૃષ્ણની તસવીર લગાવો અને દરરોજ તેની પૂજા કરો. તમારી પરેશાનીઓ તો દૂર થશે જ, પરંતુ તમારા દુશ્મનો પણ તમારાથી દૂર ભાગશે.
જો આપને સંતાનની ઈચ્છા ધરાવો છો તો તમારે તમારા ઘરની પૂર્વ દિશામાં ભગવાન કૃષ્ણના બાલગોપાલ સ્વરૂપ અથવા લાડુ ગોપાલનું ચિત્ર લગાવવું જોઈએ અને દરરોજ તેની પૂજા કરવી જોઈએ.આમ કરવાથી તમારી ઈચ્છા જલ્દી પૂરી થઈ શકે છે.
જો ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હોય તો હાથમાં ચક્ર ધારણ કરેલ શ્રી કૃષ્ણનું ચિત્ર લગાવો, આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જા આવશે.
જો કોઈ કારણથી પરિવારમાં શાંતિ ન હોય અથવા પતિ-પત્ની વચ્ચે કલેશ હોય તો તમારે તમારા બેડરૂમની ઉત્તર દિશામાં કૃષ્ણ-રાધાજીનું આલિંગન કરતું ચિત્ર લગાવવું જોઈએ.ધ્યાન રાખો કે સૂતી વખતે પગની દિશા તે તરફ ન હોવી જોઇએ.
ભગવાન કૃષ્ણને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે અને તેમની પ્રિય રાધાને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે. આપના ઘરમાં લક્ષ્મી માતા સાથે ભગવાન વિષ્ણુની તસવીર પણ લગાવી શકો છો અથવા ઘરના ઈશાન ખૂણામાં એટલે કે ઈશાનમાં કૃષ્ણ-રાધાનો ફોટો પણ લગાવી શકો છો. આમ કરવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસા અને ભોજનની કમી નહીં આવે.
જો આપ જીવનમાં શાંતિ ઇચ્છો છો તો સૌમ્ય રૂપમાં બાંસુરી વગાડતાં શ્રીકૃષ્ણની તસવીર લગાવો. તેનાથી પરિવારમાં પ્રેમ બની રહેશે. અને પરેશાની ઓછી થશે.