November Grah Gochar 2023: નવેમ્બરમાં શનિ સહિત 5 ગ્રહોનું થશે ગોચર, આ રાશિના જાતકોનું ચમકી ઉઠશે નસીબ
November 2023 Grah Gochar: નવેમ્બરમાં ન્યાયના દેવતા શનિ વક્રીથી માર્ગી થવાના છે. જ્યારે શનિદેવ સીધી દિશામાં આગળ વધવા લાગે છે ત્યારે તેને શનિદેવનું માર્ગી થવું કહેવાય છે

November 2023 Grah Gochar: વ્રત, તહેવારો અને ગ્રહ સંક્રમણની દ્રષ્ટિએ નવેમ્બર મહિનો ખૂબ જ વિશેષ રહેવાનો છે. આ મહિનામાં શનિ સહિત 5 મોટા ગ્રહો પોતાની ચાલ બદલશે જેના કારણે 12 રાશિઓ પર તેની શુભ અને અશુભ અસર પડશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ ગ્રહોનું પોત-પોતાનું વિશેષ મહત્વ છે. નવેમ્બરમાં ગ્રહોની ઉથલપાથલ ઘણી રાશિઓ માટે ફાયદાકારક રહેશે.
ખાસ વાત એ છે કે નવેમ્બરમાં ન્યાયના દેવતા શનિ વક્રીથી માર્ગી થવાના છે. જ્યારે શનિદેવ સીધી દિશામાં આગળ વધવા લાગે છે ત્યારે તેને શનિદેવનું માર્ગી થવું કહેવાય છે. ચાલો જાણીએ નવેમ્બરમાં કયા ગ્રહોનું ગોચર થશે અને ગ્રહોની રાશિ પરિવર્તનથી કઇ રાશિના લોકોને ફાયદો થશે.
નવેમ્બર 2023 ગ્રહ ગોચર
નવેમ્બર 2023માં સૂર્ય, શનિ, શુક્ર, બુધ અને મંગળ ગ્રહોનું ગોચર થખશે. આ મહિને વૃશ્ચિક રાશિમાં બુધ, મંગળ અને સૂર્યનો સંયોગ થશે, જેનાથી ત્રિગ્રહી યોગ બનશે.
શુક્ર ગોચર 2023 – 3 નવેમ્બર, 2023
નવેમ્બરમાં, ગ્રહોના ગોચરની શરૂઆત અને અંત બંને સુંદરતા, વૈભવ, સંપત્તિ અને સુખના કારક શુક્રથી થશે. 3 નવેમ્બર, 2023 ના રોજ, શુક્ર સવારે 05:24 વાગ્યે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. પછી આ મહિનામાં, 30 નવેમ્બર 2023 ના રોજ, તે 1:14 વાગ્યે તુલા રાશિમાં પ્રવેશ કરશે.
શનિ માર્ગી 2023 – 4 નવેમ્બર, 2023
કર્મનું ફળ આપનારા શનિ સીધા ચાલથી ભ્રમણ કરવા જઈ રહ્યા છે એટલે કે 4 નવેમ્બર, 2023ના રોજ બપોરે 12:31 કલાકે, શનિ કુંભ રાશિમાં વક્રી માર્ગીથી ભ્રમણ કરશે.
બુધ ગોચર 2023 - 6 નવેમ્બર 2023
ગ્રહોનો રાજકુમાર બુધ 6 નવેમ્બર 2023 ના રોજ બપોરે 04:32 વાગ્યે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. આ પછી, બુધનું બીજું ગોચર 27 નવેમ્બર 2023 ના રોજ સવારે 06:02 વાગ્યે ધન રાશિમાં થશે.
મંગળ ગોચર 2023 - 16 નવેમ્બર 2023
ગ્રહોનો સેનાપતિ અને હિંમતનો કારક મંગળ 16 નવેમ્બર 2023ના રોજ સવારે 11:04 કલાકે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે.
સૂર્ય ગોચર 2023 - 17 નવેમ્બર 2023
ગ્રહોનો રાજા સૂર્ય 17 નવેમ્બર 2023ના રોજ સવારે 1:30 કલાકે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. અહીં પહેલાથી જ હાજર બુધ અને મંગળના સંયોગથી ત્રિગ્રહી યોગ બનશે.
આ રાશિના જાતકોને નવેમ્બર 2023ના ગ્રહ ગોચર લાભ થશે
નવેમ્બરમાં ગ્રહોનું ગોચર મેષ, વૃષભ, તુલા, કર્ક અને કુંભ રાશિના લોકોને વિશેષ લાભ આપશે. આ રાશિના જાતકો માટે નોકરીમાં સારા દિવસોની શરૂઆત થશે. વેપારમાં લાભ થશે. પરિવારમાં ખુશીઓ આવશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચોઃ
સૌથી મોટું પુણ્ય છે દાન, જાણો સપ્તાહના કયા દિવસે કઈ ચીજનું કરશો દાન
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
