રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
Rajkot News: પશુ કરતાં પણ હલકી હરકત માણસે કરી હોય તેવો એક વીડિયો રાજકોટમાં વાયરલ થતા ભારે ફિટકાર વરસી રહ્યો છે. આ ઘટનાએ સમાજને ઝંઝોડીને રાખી દીધો છે.

Rajkot News: પશુ કરતાં પણ હલકી હરકત માણસે કરી હોય તેવો એક વીડિયો રાજકોટમાં વાયરલ થતા ભારે ફિટકાર વરસી રહ્યો છે. આ ઘટનાએ સમાજને ઝંઝોડીને રાખી દીધો છે.
વાયરલ વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ પોતાની પૌત્રીની ઉંમરની માસુમ બાળકીની છેડતી કરતો નજરે પડે છે. વીડિયોમાં આ વૃદ્ધ બાળકી સાથે અયોગ્ય શારીરિક અડપલાં કરતો દેખાય છે, જેને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
વાયરલ થયેલા વીડિયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ વીડિયો ચારથી પાંચ દિવસ પહેલાનો છે અને રાજકોટના માલવિયાનગર વિસ્તારનો છે.
પોલીસે વીડિયોના પુરાવા આધારે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે અને 82 વર્ષના આ વૃદ્ધની અટકાયત કરવામાં આવી છે. આવી વિકૃત હરકતો સામે આવતાં સ્વભાવિક રીતે જ દરેક માતા-પિતાને પોતાની નાની દીકરીની સલામતી અંગે ગંભીર ચિંતા થવી સહજ છે. આ ઘટના સમાજમાં બાળકોની સુરક્ષા માટે વધુ સચેત રહેવાની જરૂરિયાત તરફ ઇશારો કરે છે.
તો બીજી તરફ ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સેક્ટર-24ના ઈન્દિરાનગર વિસ્તારમાં 5 વર્ષની માસૂમ બાળકી પર આચરવામાં આવેલા દુષ્કર્મ કેસના આરોપીએ પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરતા ગાંધીનગર પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું છે. બહાદુર મહિલા પીઆઈ (PI) દ્વારા ચલાવવામાં આવેલી ગોળી આરોપીના પગમાં વાગતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
પાટનગરમાં ચકચાર જગાવનાર બાળકી પરના અત્યાચાર કેસમાં પોલીસે કડક કાર્યવાહી કરી છે. 5 દિવસ પહેલા ઈન્દિરાનગર છાપરા વિસ્તારમાં બનેલી શરમજનક ઘટનાના આરોપી રામસિંગ ઉર્ફે રામ ગુલાટી યાદવને શનિવારે સવારેે સેક્ટર-25 માંથી પોલીસે ઝડપી લીધો હતો. ધરપકડ બાદ પોલીસ કાફલો આરોપીને લઈને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન (Reconstruction) અને પુરાવા એકત્ર કરવા માટે ગયો હતો. આ દરમિયાન આરોપીએ પોલીસને થાપ આપીને ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
આરોપી જાપ્તામાંથી ભાગી રહ્યો હતો ત્યારે સ્થળ પર હાજર સેક્ટર-21 ના મહિલા પીઆઈ લતા દેસાઈએ ત્વરિત નિર્ણય લીધો હતો. તેમણે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ઉપરાછાપરી ત્રણ રાઉન્ડ પોલીસ ફાયરિંગ (Police Firing) કર્યું હતું. જેમાંથી એક ગોળી આરોપીના પગમાં વાગી હતી અને તે ત્યાં જ ઢળી પડ્યો હતો. ઘાયલ આરોપીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.





















