Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
બેચરાજીમાં નિવૃત તબીબ બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર.. મુંબઈ પોલીસ અને CBIના નામે ઠગ ટોળકીએ નિવૃત તબીબના 1.21 કરોડના શેર પણ વેચાવી દીધા.. ડિજીટલ એરેસ્ટની શરૂઆત થઈ 15 ડિસેમ્બરે.. 75 વર્ષીય નિવૃત તબીબ મનુભાઈ પટેલને અજાણ્યા નંબર પર ફોન આવ્યો.. પોતાની ઓળખ ટેલિકોમ વિભાગમાંથી હોવાનું કહીને આધાર કાર્ડ પરથી લીધેલા સીમકાર્ડથી મુંબઈમાં અનેક લોકોને હેરાન કરવામાં આવ્યા હોવાની ધમકી આપી.. એટલુ જ નહીં.. બાદમાં તો મુંબઈ પોલીસ અને CBI અધિકારી સંદીપ રાવ અને સુબ્રહ્મણીયમ બનીને ઠગ ટોળકીએ મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને ડરાવવાનું શરૂ કર્યુ.. વોટ્સએપ કોલ પર નકલી કોર્ટરૂમ સેટ ઉભો કરવામાં આવ્યો.. જજની ખુરશી પર બેઠેલી વ્યક્તિએ તબીબ વિરૂદ્ધ તપાસના આદેશ આપ્યા.....એટલુ જ નહીં.. સિક્યોરિટી ડિપોઝિટ ભરવાની પણ ધમકી આપી.. જે ધમકીથી ડરીને મનુભાઈએ પોતાના અને પત્નીના નામે રહેલા 1.21 કરોડ રૂપિયાના શેર પણ વેચી દીધા....અને આ રકમ ઠગ ટોળકીના ખાતામાં ટ્રાન્સફર કરવાની તૈયારી જ કરી રહ્યા હતા.....અને તેમના પુત્રને શંકા જતા તાત્કાલિક પોલીસને જાણ કરી..... પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે ડિજીટલ ફ્રોડનો શિકાર બની રહ્યા હોવાની નિવૃત તબીબને જાણ થઈ.....સદનસીબે શેરના પૈસા હજુ ઠગ ટોળકીના ખાતામાં જમા થઈ નહોતી....બેચરાજી પલીસે હાલ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધીને ઠગ ટોળકીની તપાસ હાથ ધરી..
-----------------------
મહેસાણામાંથી જ લાઈવ ડીજીટલ એરેસ્ટનો કિસ્સો સામે આવ્યો છે....મહેસાણામાં રહેતા રમેશચંદ્ર પટેલને સાઈબર ગઠીયાઓએ બનાવ્યા ડિજીટલ એરેસ્ટના શિકાર.. તેમના નામે મુંબઈમાં સિમકાર્ડ અને કેનેરા બેંકમાં એકાઉન્ટ હોવાનું કહીને સાઈબર ઠગ ગેંગે વૃદ્ધને ડરાવ્યા હતા.. તેમના બેંક એકાઉન્ટમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ટેરર ફડિંગ થતુ હોવાની ધમકી આપી.. સાથે જ વોરન્ટ નીકળ્યુ હોવાનું કહીને ડિજીટલ એરેસ્ટ કર્યા.. વેરિફિકેશનના બહાને વૃદ્ધના ખાતામાંથી તમામ રકમ ટ્રાન્સફર કરવાની તૈયારી કરી.. જો કે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને વૃદ્ધને સાઈબર ગઠીયાની જાળમાંથી બચાવ્યા..
-----------------------
19 ડિસેમ્બરે અમદાવાદમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા વૃદ્ધ દંપતીના 1 કરોડ 43 લાખ રુપિયા સાઇબર ક્રાઇમ પોલીસે બચાવ્યા.....વૃદ્ધ દંપત્તિને ડિજિટલ અરેસ્ટ કરી ઈડીની ધમકી આપવામાં આવી...જેને લઈ વૃદ્ધ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરેલા રુપિયા ઉપાડવા માટે ગયા....જ્યાં મ્યુચ્યુઅલ ફંડ ઓપરેટર પલક દોશીને તેમની વર્તણુંક પર શંકા જતા સાયબર ક્રાઈમનો સંપર્ક કર્યો... સાયબર ક્રાઇમના અધિકારીઓએ વૃદ્ધનું કાઉન્સિલિંગ કરી ઠગીનો ભોગ બનતા અટકાવ્યા....છેલ્લા સાત દિવસથી તેમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા..... મ્યુચ્યુઅલ ફંડ ઓપરેટર અને સાઇબર ક્રાઇમ પોલીસની સતર્કતાને કારણે સિનિયર સિટીઝન દંપત્તિના કરોડો રૂપિયા બચી ગયા...
------------------------
16 મેએ સુરતમાં 90 વર્ષના સિનિયર સિટીઝનને ડિજિટર એરેસ્ટ કરી બળજબરીથી 1 કરોડ 15 લાખથી વધુના રૂપિયા ઓનલાઈન ટ્રાંસફર કરાવી લીધા....સિનિયર સિટીઝનને 15 દિવસ સુધી મુંબઈ પોલીસ, cbi અને ઇડીના અધિકારી તરીકેની ઓળખ આપી....સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તથા ઈડીના લોગો વાળા બોગસ લેટર મોકલી આ સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરી તેમની પાસેથી 1 કરોડ 15 લાખથી વધુ રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં ઓનલાઈન રીતે ટ્રાન્સફર કરાવ્યા...આ મુદ્દે પોલીસે પાંચ આરોપીને ઝડપી પાડ્યા...આમની પાસેથી 9 મોબાઈલ, 46 અલગ અલગ બેંકના ડેબિટ કાર્ડ, 23 ચેકબુક, 28 સીમકાર્ડ તેમજ 9 લાખ 50 હજાર રોકડા એક કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો...આરોપી સંજય ગોપાણીની પૂછપરછ કરતા સામે આવ્યુ કે, તે દુબઈ કંબોડિયા તેમજ નેપાળમાં રહી અલગ અલગ ચાઈનીઝ ગેંગ સાથે મળી સાયબર ક્રાઇમના ગુના આચરતો.....ત્યારબાદ આ પૈસાનું યુએસડીટી લઈ તે ચાઈનીઝ ગેંગને આપતો હતો....
------------------------
17 નવેમ્બરે વડોદરાના કાયાવરોહણના 65 વર્ષીય અતુલભાઈ હીરાભાઈ પટેલના ડિજિટલ એરેસ્ટ બાદ આત્મહત્યા કરી લીધી....મૃતકનો મોબાઈલ એફએસએલ માટે મોકલાયો હતો.....જેમાં મેસેજ તપાસતા ડિજિટલ અરેસ્ટ થયા હોવાનું સાબિત થયું....આરોપીના નંબર ટ્રેસ કરતા કંબોડિયાના નેટવર્કથી ફોન થયા હતા....બેંગ્લોરમાં પણ આ જ ગેંગે 65 વર્ષિય વૃદ્ધને એરેસ્ટ કરી 50 લાખ પડાવ્યા હતા... સાયબર ફ્રોડમાં સુરતના નિકુંજ પાનશેરીયા અને હેનીલ પાનશેરીયા નામના બે પિતરાઈ ભાઈઓની સંડોવણી સામે આવી હતી... કુલ 538 સીમકાર્ડ પૈકી 438 સીમકાર્ડ આ બંને પિતરાઈ ભાઈઓએ ગેંગ ને આપ્યા હતા....





















