Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
વધુ એક દુષ્કર્મનો આરોપી પોલીસના ફાયરિંગમાં થયો ઈજાગ્રસ્ત...4 વર્ષની બાળકી (વિરાંગના)નું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના આરોપમાં ઝડપાયેલ રામગનીત યાદવ નામના આરોપીને પકડીને ગાંધીનગર સેક્ટર 21 પોલીસ, સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરવા લઈ ગઈ....ત્યારે આરોપીએ પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો....જેમાં મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર એલ.પી.દેસાઈએ પોતાની સર્વિસ પિસ્તોલથી આરોપીને અટકાવવા માટે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું....જેમાં આરોપી રામગનીતને પગમાં ગોળી લાગતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો....હવે ઈજાગ્રસ્ત આરોપી બે હાથ જોડીને માફી માગતો જોવા મળ્યો....
બીજી તરફ ફાયરિંગની ઘટના બનતા મોટી સંખ્યામાં સ્થાનિકો પણ સ્થળ પર ઉમટી પડ્યા હતા.. હાજર લોકોએ ગાંધીનગર અને ગુજરાત પોલીસ ઝીંદાબાદના નારા લગાવ્યા..
છેલ્લા ત્રણ મહિનામાં ગુજરાત પોલીસે આરોપીઓ પર કરાયેલા ફાયરિંગની આ છઠ્ઠી ઘટના છે.. જેમાં એક આરોપીનું મોત નિપજ્યું છે.. જ્યારે પાંચ આરોપી ઈજાગ્રસ્ત થયા છે.. પોલીસે કરેલા ફાયરિંગમાં જે આરોપીઓ ઈજાગ્રસ્ત થયા છે તેમાંથી ત્રણ આરોપીઓ દુષ્કર્મ કેસના છે..





















