Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
સુરત
સુરતના ઉમરા વિસ્તારમાં પોલીસે વેપારી પર ખાખીનો રૌફ જમાવ્યો હોવાનો લાગ્યો છે આરોપ....મોડી રાત્રે દુકાન ખુલ્લી રાખતા વેપારી પર પોલીસે થપ્પડોનો વરસાદ કર્યો.... દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવી જુઓ...રાત્રે 12 વાગ્યાની આસપાસ વેપારી દુકાન બંધ કરવાની કામગીરી કરી રહ્યો હતો....અને દેખાઈ રહ્યું છે કે, પોલીસ ત્યાં આવીને હાજર દુકાનદારને થપ્પડો મારે છે.. એટલું જ નહીં.. અન્ય વ્યક્તિને પણ ધક્કો મારીને મારપીટ કરે છે.. કાયદાકીય કાર્યવાહી કરવાની જગ્યાએ પોલીસકર્મીઓ સીધી જ દાદાગીરી કરીને મારપીટ પર ઉતરી આવ્યાનો આરોપ છે....ગૃહ મંત્રીની સૂચના છતા પોલીસની ગેરવર્તણુક સામે આવતા સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ છે....મારામારી કરનાર પોલીસકર્મી પર કડક કાર્યવાહી કરવાની સ્થાનિક વેપારીઓએ માગ કરી..પોલીસના ગેરવર્તન અંગે પૂછતા એસીપીએ ડીવીઆર જપ્ત કરી તપાસનું થઈ રહી હોવાનું કહ્યું....
તો ગુરુવારે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં એક કાર્યક્રમમાં નાગરિકો સાથે પ્રેમથી વર્તવા પોલીસ કર્મીઓને સલાહ આપી હતી..તે સાંભળી લો....
પોરબંદર
પોરબંદર શહેરમાં થોડા દિવસ અગાઉ દબાણને લઈને મોટી ઝુંબેશ હાથ ધરાઈ હતી...જેને લઈને એબીપી અસ્મિતાએ પણ અહેવાલ પ્રસારિત કર્યો હતો...એ સમયે એસ.વી.પી.રોડ, લિબર્ટી રોડ, કેદારેશ્વર રોડ સહિતના મુખ્ય રોડ પરના દબાણકર્તાઓને 15 દિવસમાં દબાણ દૂર કરવાની નોટીસ અપાઈ હતી...છતાં પણ દબાણ ન હટતા પોલીસ અને નગરપાલિકાની દબાણ હટાવ ટીમ કાર્યવાહી કરવા પહોંચી...દબાણ હટાવવાની કામગીરી શરૂ હતી ત્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ દબાણ હટાવવાનું મોબાઈલમાં શૂટીંગ કરતા હતા જેથી કીર્તિ મંદિરના પીઆઈ ચૌધરી તેમને દૂર રહીને શૂટીંગ કરવાનું જણાવતા તે શખ્સે પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી....આ બોલાચાલી વખતે સ્થાનિક પીઆઈનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ તે શખ્સને કોર્ટમાં જવું હોય કે જ્યાં પણ જવું હોય પરંતુ કામગીરી વચ્ચે દખલ ન દેવાનું અને રોડની સાઈડમાં રહીને શૂટીંગ કરવાનું કહેતા નજરે પડે છે....આવો સાંભળી લઈએ...
----------------------
અમદાવાદ
અમદાવાદમાં પોલીસ કર્મચારીએ મહિલાને લાફા ઝીંકી દીધા હોવાનો લાગ્યો છે આરોપ....મહિલાએ આરોપ લગાવ્યો છે કે, તેનાથી પોલીસનું આઇડી કાર્ડ નીચે પડી જતા પોલીસ કર્મચારીએ તેને લાફા માર્યા....અંજલી ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસે મહિલાને રોકીને લાયસન્સ માંગ્યું હતું....આ સમયે બંને વચ્ચે ઝઘડો થયો....મહિલાએ પણ પોલીસ કોન્સ્ટેબલનું આઈકાર્ડ માગ્યું...આ સમયે પોલીસ કર્મચારી ઉશ્કેરાઈ ગયા અને આક્રોશમાં આવીને મહિલાને લાફા માર્યા હોવાનો આરોપ છે...ત્યારે કેવી માથાકુટ થઈ હતી અને પોલીસ કર્મીએ કેમ લાફો માર્યો તે વીડિયો જોઈ લઈએ...
-----------------
આ બબાલ બાદ મહિલાનો અન્ય એક વીડિયો સામે આવ્યો છે...જે પોલીસના બોડી વોર્ન કેમેરામાં કેદ થયો છે...જેમાં મહિલા પોલીસને અભદ્ર શબ્દ બોલતી દેખાઈ રહી છે....
------------------
આ ઘટના બાદ મહિલાનો આરોપ એ પણ છે કે, તેઓ ફરિયાદ કરવા પાલડી પોલીસ સ્ટેશન ગયા તો પીએસઆઇએ ફરિયાદ લેવાની ના પાડી....ત્યારબાદ તેઓ ફરિયાદ કરવા માટે પાલડી પોલીસ સ્ટેશનના મહિલા PI સમક્ષ રજૂઆત કરવા ગયા ત્યારે મહિલા પીઆઈએ પણ તેમને ક્રોસ ફરિયાદ થશે તેમ કહીને બહાર મોકલી દીધા....જ્યારબાદ મોડી રાત્રે તેમણે પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી....મે આ મહિલા સાથે વાત કરી છે પહેલા તે સાંભળી લઈએ....
જો કે, આ મહિલાનો બે મહિના પહેલાનો પણ વીડિયો સામે આવ્યો છે....જેમાં તેઓ પોલીસ કર્મચારીઓ સાથે માથાકૂટ કરતા અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા દેખાઈ રહ્યા છે તે પણ ઓડિયો વીડિયો સાંભળી લઈએ...





















