શોધખોળ કરો
Advertisement
રત્ન ધારણ કરતા પહેલા રહો સાવધાન, દોષયુક્ત રત્નથી થઇ શકે છે આ પ્રકારના નુકસાન
જ્યોતિષમાં રત્નધારણ કરવાને ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય માનવામાં આવે છે. જો કે તેનો પ્રયોગ કરતા પહેલા કેટલીક સાવધાની રાખવી જરૂરી છે.
જ્યોતિષમાં રત્નધારણ કરવાને ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય માનવામાં આવે છે. જો કે તેનો પ્રયોગ કરતા પહેલા કેટલીક સાવધાની રાખવી જરૂરી છે.
જ્યોતિષમાં સમસ્યાના સમાધાન માટે નવ ગ્રહના રત્ન અને ઉપ રત્નનું વર્ણન છે. તેમાંથી સૌથી મહત્વના રત્ન પુખરાજ, હીરા, માણિક, નિંલમ, પન્ના, મૂંગા છે.
મંગળનું રત્ન કોરલ રીફથી બને છે. જે જૈવિક હોય છે. ચંદ્રમા માટે પહેરવામાં આવતું મોતી સમુદ્રમાંથી મળતી સીપમાંથી મળે છે. તેનું નિર્માણ સીપના જૈવ સંરચનાના કારણે થાય છે. જો કે મૂંગા અને મોતીમાં આંશિક દોષ હોય તો પણ તે સ્વીકાર્ય છે.
વાત કરીએ હીરા, માણિક, પુખરાજ, નીલમ અને પન્નાની તો આ તમામ પૃથ્વી પર ધાતુની જેમ મળી આવે છે. તેમાં લાઇન્સ હોય છે, સાચા રત્નની ઓળખ કોઇ નિષ્ણાત દ્રારા કરાવી જોઇએ. દોષપૂર્ણ રત્નધારણ કરવાથી લાભના બદલે નુકસાનનો ભોગ બનવું પડે છે. ખાસ કરીને નિલમ અને પુખરાજ મુદ્દે ખાસ ધ્યાન રાખવું જોઇએ.
દોષપૂર્ણ પુખરાજથી ધનની હાનિ થાય છે. પદ પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે. નીલમ રત્ન જો દોષપૂર્ણ ધારણ કરવામાં આવે તો આકસ્મિક મુશ્કેલીઓ ઘેરી લે છે. આ કારણે જ લોકો નિલમ ધારણ કરતા ગભરાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
દુનિયા
Advertisement