Rajkot Onion Price: એક જ મહિનામાં ડુંગળીના ભાવ તળિયે, પ્રતિ મણ 200થી 350 રૂપિયા ભાવ
Rajkot Onion Price: એક જ મહિનામાં ડુંગળીના ભાવ તળિયે, પ્રતિ મણ 200થી 350 રૂપિયા ભાવ
રાજકોટ અને ગોંડલ સહિત સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક જોવા મળી છે.. જો કે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં અત્યારે ભારે નારાજગી જોવા મળી રહી છે. પ્રતિ મણ ડુંગળીના હાલ 200 થી ₹350 ભાવ મળી રહ્યો છે. ખૂબ સારી ક્વોલિટીની ડુંગળીના 450 રૂપિયા ભાવ મળી રહ્યો છે. સિઝનની શરૂઆતમાં ડુંગળીના 700 થી 800 રૂપિયા મળતા હતા. છેલ્લા એક જ મહિનામાં ડુંગળીના ભાવ તળીએ બેસી ગયા છે. ખેડૂતોને ઓછા ભાવે ડુંગળી વેચવા માટે મજબૂર થવું પડ્યું છે. માર્કેટ યાર્ડ દ્વારા ટોકન આપવામાં આવી રહ્યા છે બાદમાં ડુંગળી ઉતારવામાં આવી રહી છે. ખેડૂતોએ આગલા દિવસે માર્કેટ યાર્ડમાં રજીસ્ટ્રેશન કરાવી અને ડુંગળી લાવવાની હોય છે.





















