L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
દીપિકાએ L&Tના ચેરમેન પર નિશાન સાધ્યું છે. અભિનેત્રીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મારફતે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
Deepika Padukone Reply to SN Subrahmanyan: બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે એલ એન્ડ ટીના ચેરમેન એસએન સુબ્રમણ્યમના નિવેદન પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે કર્મચારીઓએ રવિવારે પણ કામ કરવું જોઈએ. સુબ્રમણ્યમે કહ્યું કે કર્મચારીઓએ અઠવાડિયામાં 90 કલાક કામ કરવું જોઈએ. આ નિવેદન પર દીપિકાએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
દીપિકાએ L&Tના ચેરમેન પર નિશાન સાધ્યું છે. અભિનેત્રીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મારફતે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
દીપિકા પાદુકોણે શું લખ્યું છે?
પત્રકાર ફૈઝ ડિસોઝાની પોસ્ટને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતા દીપિકાએ લખ્યું હતું કે, "આટલા ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકોના આવા નિવેદનો આઘાતજનક છે. મેન્ટલ હેલ્થ મહત્વનું છે.
એસએન સુબ્રમણ્યમે 90 કલાકના કામ વિશે નિવેદન આપ્યું
એસએન સુબ્રમણ્યમે કર્મચારીઓ સાથેની વાતચીત દરમિયાન એક સવાલના જવાબમાં કહ્યું હતું કે તેમને અફસોસ છે કે તેઓ રવિવારે તેમના કર્મચારીઓ પાસેથી કામ કરાવી શકતા નથી. વાસ્તવમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે તેમની કંપની અબજો ડોલરની હોવા છતાં તેઓ તેમના કર્મચારીઓને શનિવારે કેમ કામ કરાવે છે? ચેરમેને કહ્યું હતું કે કર્મચારીઓએ 90 કલાક કામ કરવું જોઈએ.
એસએન સુબ્રમણ્યમે પણ આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું
આ જ વાતચીત દરમિયાન એસ.એન. સુબ્રમણ્યમે એમ પણ કહ્યું હતું કે - 'જો હું રવિવારે કામ કરાવી શકતો હોય તો મને ખુશી થઇ હોત કારણ કે હું પોતે રવિવારે કામ કરું છું.' લોકોએ રવિવારે ઓફિસ જવું જોઈએ. ઘરે રહીને તમે શું કરશો અને ક્યાં સુધી તમારી પત્નીને જોતા રહેશો?
આ નિવેદનને કારણે એસએન સુબ્રમણ્યમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમય દરમિયાન L&Tના ચેરમેને એમ પણ કહ્યું હતું કે ચીન આવી રીતોથી અમેરિકાને પાછળ છોડી શકે છે. તેમણે કહ્યું હતું કે - "ચીની લોકો અઠવાડિયામાં 90 કલાક કામ કરે છે, જ્યારે અમેરિકનો અઠવાડિયામાં ફક્ત 50 કલાક કામ કરે છે."
Employees: દુનિયાની કઇ કંપનીમાં સૌથી વધુ લોકો કરે છે કામ, આ રહ્યું ટૉપ-10 લિસ્ટ