ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
પતંગ રસીકો માટે સારા સમાચાર છે. આ વર્ષે ઉત્તરાયણમાં પવનદેવ મહેરબાન રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે આ વર્ષે ઉત્તરાયણમાં સારો પવન રહે તેવી શક્યતા છે.
ગાંધીનગર: પતંગ રસીકો માટે સારા સમાચાર છે. આ વર્ષે ઉત્તરાયણમાં પવનદેવ મહેરબાન રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે આ વર્ષે ઉત્તરાયણમાં સારો પવન રહે તેવી શક્યતા છે. પવનની ગતિ 6 કિલોમીટકથી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકે રહે તેવી શક્યતા છે. જોકે 9 થી 15 જાન્યુઆરી સુધી રાજ્યમાં વિવિધ ભાગોમાં ઠંડીનો ચમકારો વર્તાશે. ગુજરાતના અનેક ભાગોમાં 10 થી 15 જાન્યુઆરી સુધી હાડ થીજવતી ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતના ભાગોમાં 15 તારીખ સુધી ઠંડીનું જોર યથાવત રહે તેવી શક્યતા છે. 10-11 જાન્યુઆરીમાં કઈંક અંશે રાજ્યના અન્ય ભાગોમાં ઠંડી ઘટી શકે છે. ઉતારાયણથી અમુક જિલ્લાઓમાં વાદળો આવશે. 22- 23 જાન્યુઆરી સુધી કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. 24 જાન્યુઆરીથી ફરી ઠંડીની શક્યતા છે. 27 જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીમાં વાતાવરણમાં ફેરફાર થઇ શકે છે.
ભરશિયાળે કાળઝાળ ગરમીની આગાહી અંબાલાલ પટેલે કરી છે. ઉત્તરાયણ બાદ ગરમીનો પારો 34 ડિગ્રી સુધી પહોચી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 34 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે.
દક્ષિણ ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી રહેવાની શક્યતા. ઠંડી કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં તારીખ 14 સુધી રહેશે. હવે ધીમે ધીમે રાજ્યમાં ઠંડીથી રાહત મળશે.
અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનું જોર વધ્યું
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે ઠંડી પડી શકે છે. આ ઉપરાંત, આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં ફરી ફેરફાર થવાની શક્યતા છે. હાલમાં, આગામી 24 કલાક સુધી રાજ્યમાં ઠંડી ચાલુ રહેશે. ઠંડા પવનોને કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં પારો ગગડ્યો છે. હવામાન વિભાગનો અંદાજ છે કે આગામી 2 દિવસ સુધી ઠંડી લોકોને પરેશાન કરતી રહેશે. આ પછી, લોકોને થોડી રાહત મળી શકે છે કારણ કે આગામી 48 કલાકમાં ગુજરાતમાં તાપમાન 2 ડિગ્રી વધી શકે છે. જોકે, આ પછી તાપમાન ફરી 3 ડિગ્રી ઘટી શકે છે.
આ 6 શહેરોનો પારો ગગડ્યો
હવામાન વિભાગના અહેવાલ મુજબ, ગઈકાલે રાત્રે ગુજરાતના નલિયામાં તાપમાન 5.6 ડિગ્રી, રાજકોટમાં 8.3 ડિગ્રી, અમરેલીમાં 8.4 ડિગ્રી, વડોદરામાં 9.2 ડિગ્રી, પોરબંદરમાં 9.6 ડિગ્રી, ડીસામાં 9.8 ડિગ્રી, ભુજમાં 10.4 ડિગ્રી, મહુવામાં 10.7 ડિગ્રી, 11 ડિગ્રી નોંધાયું હતું. સુરેન્દ્રનગર, કંડલા પોર્ટમાં 11.5 ડિગ્રી, 11.7 ડિગ્રી. ગાંધીનગરમાં 12 ડિગ્રી, ભાવનગરમાં 12.2, વલ્લભ વિદ્યાનગરમાં 12.2, અમદાવાદમાં 12.8, કેશોદમાં 13.5, દ્વારકામાં 14.6, સુરતમાં 16.4 અને વેરાવળમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.