શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
નવ ગ્રહોનો આ છે સૌથી સરળ એકાક્ષરી મંત્ર, જાપથી વધારો સકારાત્મકતા
ગ્રહોને પ્રસન્ન કરીને સકારાત્મકતા વધારવાના અનેક ઉપાય છે. તેમાં સૌથી સરળ ઉપાય એકાક્ષરી મંત્ર જાપનો છે. તેને સ્વચ્છ, શાંત અને પવિત્ર સ્થાન પર ક્યાંય પણ મનન કરી શકાય છે.
ગ્રહોની ચાલ દરેક ક્ષણે આપણને પ્રભાવિત કરે છે. કેટલાક ગ્રહો આપણા માટે શુભ હોય છે, જ્યારે કેટલાક નકારાત્મક પ્રભાવ આપે છે. ગ્રહોને પ્રસન્ન કરીને સકારાત્મકતા વધારવાના અનેક ઉપાય છે. તેમાં સૌથી સરળ ઉપાય એકાક્ષરી મંત્ર જાપનો છે. તેને સ્વચ્છ, શાંત અને પવિત્ર સ્થાન પર ક્યાંય પણ મનન કરી શકાય છે.
- સૂર્ય ગ્રહોનો રાજા છે. તેને પિતા સ્વરૂપ માનવામાં આવ્યા છે. સૂર્યદેવની શુભતા માટે એકાક્ષરી બીજ મંત્ર છે- ओम् घृणिः सूर्याय नमः.
- ચંદ્ર મનનો કારક છે. માતૃત્વ અને સ્ત્રીત્વના ગુણોને બળ આપનારો છે. જીવનમાં સહજતા, સૌમ્યતા અને પ્રેમ ભરનારો છે. ચંદ્રદેવનો એકાક્ષરી બીજ મંત્ર છે- ओम् सों सोमाय नमः
- બુધ ગ્રહ વ્યવહાર કુશળતા અને વિવેક બુદ્ધિનો દાતા છે. વ્યાપારિક ગતિવિધિમાં સહાયક છે. બુધ માટે એકાક્ષરી બીજ મંત્ર છે- ओम् बुं बुधाय नमः
- ગુરુ ગ્રહ જ્ઞાન, વિજ્ઞાન, સંસ્કાર અને શિક્ષણ પ્રધાન ગ્રહ છે. ગુરુનો એકાક્ષરી બીજ મંત્ર છે- ओम् बृं बृहस्पतये नमः
- મંગળ ગ્રહ પૃથ્વીની સમાનતા માટે છે. ઉર્જા તાલમેલ સહયોગ અને શૌર્ય માટે વિખ્યાત છે. એકાક્ષરી બીજ મંત્ર છે-ओम् अं अंगारकाय नमः
- શુક્ર સૌંદર્યનો ગ્રહ છે. પ્રકૃતિની સુંદરતા, આકર્ષણ કરનારો છે. તેનો એકાક્ષરી બીજ મંત્ર છે- ओम् शुं शुक्राय नमः
- શનિ ગ્રહ ધૈર્ય અને ન્યાયનો પ્રતિનિધિ છે. જનસમાજની કુશળતા અને ભલાઈ માટેનો દેવતા છે. તેનો એકાક્ષરી બીજ મંત્ર છે- ओम् शं शनैशचराय नमः
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion