શોધખોળ કરો
Advertisement
Marriage Muhurat 2021: ગુરુનો ઉદય થયા બાદ નહીં થઈ શકે લગ્ન જેવા કાર્યો, જાણો શું છે આની પાછળનું કારણ
શુક્ર 61 દિવસ સુધી અસ્ત રહેશે. શનિવાર, 17 એપ્રિલ, 2021ના રોજ સાંજે 07.13 મિનિટ પર શુક્રનો ઉદય થશે.
Marriage Muhurat 2021: આવતીકાલે વસંત પંચમી છે. આ દિવસ લગ્ન તથા શુભ કાર્યો માટે ઉત્તમ માનવામાં આવે છે. પરંતુ વસંત પંચમીના દિવસે લગ્નો કે શુભ કાર્યો નહીં થાય. હાલ મકર રાશિમાં ગુરુ ગ્રહ બિરાજમાન છે, જ્યાં શનિ પણ તેની સાથે છે. ગુરુને દેવતાઓનો પણ ગુરુ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગુરુ 19 જાન્યુઆરીએ અસ્ત થયો હતો. એવું માનવામાં આવે છે કે જ્યારે ગુરુ અસ્ત થાય છે ત્યારે માંગલિક અને લગ્ન સંબંધી કાર્યો બંધ થઈ જાય છે. ગુરુ અસ્ત હોય ત્યારે આવા કાર્યો કરવાથી શુભ ફળ મળતું નથી.
ક્યારે ઉદય થઈ રહ્યો છે ગુરુ
16 ફેબ્રુઆરીએ ગુરુ ગ્રહનો ઉદય થઈ રહ્યો છે. ગુરુ 16 ફેબ્રુઆરી, 2021 ને મંગળવારે સવારે 06.17 વાગ્યે ઉદય થશે
શુક્ર ક્યારે અસ્ત થઈ રહ્યો છે
ગુરુના ઉદય થવાની સાથે શુક્ર અસ્ત થઈ રહ્યો છે. પંચાગ મુજબ 16 ફેબ્રુઆરી મંગળવારે સવારે 06: 34 વાગ્યે અસ્ત થઈ જશે. શુક્ર 61 દિવસ સુધી અસ્ત રહેશે. શનિવાર, 17 એપ્રિલ, 2021ના રોજ સાંજે 07.13 મિનિટ પર શુક્રનો ઉદય થશે.
કેમ નહીં થઈ શકે માંગલિક કાર્યો
લગ્ન સંબંધિત કાર્યમાં શુક્ર ગ્રહની વિશેષ ભૂમિકા માનવામાં આવે છે. લગ્ન માટે શુક્ર અને ગુરુનો ઉદય હોવો જરૂરી છે. તેથી હવે લગ્ન સંબંધી કાર્ય શુક્રના ઉદય પછી જ શક્ય બનશે. શુક્રના ઉદય પછી લગ્નની સમય આ તારીખો આ મુજબ છે.
એપ્રિલમાં લગ્નના મુહૂર્તઃ 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30.
મે મહિનામાં લગ્નના મુહૂર્તઃ 02, 03, 07, 08,12, 13, 17, 20, 21, 22, 24, 26, 27,28, 29, 30
જૂનમાં લગ્નના મુહૂર્તઃ 03, 04, 11, 16, 17, 18, 19,20, 22, 23, 25, 26, 27
જુલાઈમાં લગ્નના મુહૂર્તઃ 01, 02, 06, 12, 13, 14, 15, 16
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement