જ્યોતિષશાસ્ત્ર મુજબ ઘરમાં મોરપિચ્છ રાખવાથી શું થાય છે ફાયદો? ક્યા અને કેવી રીતે રાખી શકાય, જાણો
હિન્દુ ધર્મમમાં મોરપિચ્છનું ઘણું મહત્વ છે. મોરપિચ્છ ન માત્ર શ્રીકૃષ્ણને પ્રિય છે પરંતુ સરસ્વતી અને લક્ષ્મી માતાજીને પણ મોરપંખ પ્રિય છે. ઇન્દ્રદેવ ભગવાન કાર્તિકેય તેમજ શ્રીગણેશને પણ મોરપિચ્છ પ્રિય છે. હિન્દુશાસ્ત્રમાં મોરપિચ્છને શુભ માનવામાં આવે છે.
હિન્દુ ધર્મમમાં મોરપિચ્છનું ઘણું મહત્વ છે. મોરપિચ્છ ન માત્ર શ્રીકૃષ્ણને પ્રિય છે પરંતુ સરસ્વતી અને લક્ષ્મી માતાજીને પણ મોરપંખ પ્રિય છે. ઇન્દ્રદેવ ભગવાન કાર્તિકેય તેમજ શ્રીગણેશને પણ મોરપિચ્છ પ્રિય છે. હિન્દુશાસ્ત્રમાં મોરપિચ્છને શુભ માનવામાં આવે છે.
કેટલાક લોકો ઘર સજાવવા માટે મોરના પીછાનો ઉપયોગ કરે છે. મોરપિચ્છને પુસ્તકમાં પણ રાખવામાં પણ આવે છે. પરંતુ શું આપ જાણો છો કે આ મોરપંખ વાસ્તુ દોષને પણ દૂર કરે છે. તો મોરપિચ્છ કેવી રીતે વાસ્તુના દોષને દૂર કરે છે જાણીએ...
મોરપિચ્છ વાસ્તુદોષ નિવારવા માટે ઉપયોગી
વાસ્તુશાસ્ત્ર મુજબ જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો આઠ મોરપિચ્છને સફેદ દોરાથી બાંધીને ઓમ સોમાય નમ;ના જાપ કરો, આવું કરવાથી વાસ્તુદોષથી મુક્તિ મળે છે.
ગ્રહદોષને દૂર કરે છે
કાળા દોરાથી ત્રણ મોરપિચ્છને બાંધી દો.સોપારીના થોડા ટૂકડાં લો અને તેના પર પાણી છાંટીને 21 વખત શનિદેવના મંત્રનો જાપ કરો. આ વિધાનથી શનિ દોષથી મુક્તિ મળે છે.
ધનથી વૃદ્ધિ થાય છે
ઘનની વૃદ્ધિ માટે ઘરમાં જે જગ્યાએ સોનાચાંદીના આભૂષણો રહેતા હોય તે સ્થાને અને જે સ્થાને રોકડ રકમ રહેતી હોય તે સ્થાને મોરપિચ્છ રાખવાથી આર્થિક સ્થિતમાં સુધારો થાય છે.
સકારાત્મક ઊર્જાનો સંચાર
મોરપિચ્છનો સંબંધ સુંદરતા અને ખુશી સાથે છે. ઘરમાં સકારાત્મક ઊર્જાના સંચાર માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. મોરપિચ્છને લિવિંગ રૂપમાં શો પીસ તરીકે રાખી શકો છો. અથવા તો લિવિંગ રૂમમાં નૃત્ય કરતા અથવા તો કળા કરતા મોરની તસવીર રાખવાથી ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બની રહે છે.
પુસ્તકમાં મોરપિચ્છ
પુસ્તકમાં મોરપિચ્છ રાખવી પણ શુભ મનાય છે. મોરપિચ્છ માતા સરસ્વતીને પ્રિય છે. સરસ્વતી વિદ્યાની દેવી છે. તો વિદ્યા અભ્યાસમાં સફળતા મેળવવા માટે પણ મોરપિચ્છનો ઉપયોગ કરવામાં આવે છે.પુસ્તકમાં મોરપિચ્છ રાખવાથી વિદ્યા અભ્યાસમાં સફળતા મળે છે.