Dhanteras 2021: ધનતેરસ પર લક્ષ્મી પૂજન ઘરમાં લાવી શકે છે અપાર ધન-વૈભવ, જાણો પૂજા સામગ્રી
Dhanteras Pooja Vidhi 2021: ધનતેરસના દિવસે શુભ ખરીદીની સાથે મા લક્ષ્મીની પૂજાથી પણ વિશેષ લાભ થાય છે.
![Dhanteras 2021: ધનતેરસ પર લક્ષ્મી પૂજન ઘરમાં લાવી શકે છે અપાર ધન-વૈભવ, જાણો પૂજા સામગ્રી Dhanteras 2021: Know about dhanteras pooja vidhi Dhanteras 2021: ધનતેરસ પર લક્ષ્મી પૂજન ઘરમાં લાવી શકે છે અપાર ધન-વૈભવ, જાણો પૂજા સામગ્રી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/01/ef2a423d20869d2eb27556cb0feffc3c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Dhanteras Pooja Vidhi 2021: ધનતેરસના દિવસે જ સમુદ્ર મંથન દરમિયાન લક્ષ્મી માતા સમુદ્ર મંથન દરમિયાન પ્રક્ટ થયા હોવાની માન્યતા છે. આ દિવસે લક્ષ્મી પૂજન ખૂબ શુભ અને જરૂરી માનવામાં આવે છે. ધનતેરસ પર મા લક્ષ્મીની સાતે મહાલક્ષ્મી યંત્રની પણ પૂજા થાય છે. આ દિવસને ધનત્રયોદશી, ધન્વંતરિ ત્રિયોદશી કે ધન્વંતરિ જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે.
પૂજા સામગ્રી
કપૂર, કેસર, યજ્ઞોપવિત, કંકુ, ચોખા, અબીલ, ગુલાલ, હળદર, મહેંદી, બંગડી, કાજળ, સિંદૂર, સોપારી, પુષ્પમાલા, સપ્તધાન્ય, દુર્વા, પંચ મેવા, ગંગાજળ, મધ, સાકર, શુદ્ધ ઘી, દહીં, દૂધ, ઋતુફળ, નૈવેદ્ય, મીઠાઈ, લવિંગ, મૌલી, અત્તરની શીશી, તુલસી પત્ર, સિંહાસન, પંચ પલ્લવ, લક્ષ્મીજીનું ચિત્ર, ગણેશ મૂર્તિ, સરસ્વતી ચિત્ર, ચાંદીનો સિક્કો, લક્ષ્મીજીને અર્પણ કરવા વસ્ત્ર, ગણપતિને અર્પિત કરવા વસ્ત્ર, જળ કળશ, સફેદ કપડું, દીવો, પાનનું બીડું, લાલ કપડું, શ્રીફળ, ધાન્ય, વહી ખાતા, સ્યાહીનો ખડિયો, પુષ્પ, હળદર, ધાણાય
મા લક્ષ્મી પૂજન વિધિ
- લાલ કપડું બિછાવીને મુઠ્ઠીભર અનાજ રાખો. અનાજ પર ચાંદી, તાંબા કે માટીનો કળશ સ્થાપિત કરો.
- કળશમાં ત્રણ ચતુરથાંશ પાણી ભરીને થોડું ગંગાજળ ભેળવો.
- કળશમાં ફૂલ, ચોખા, સિક્કા તથા સોપારી નાંખો. તેની ઉપર આંબાના પાંચ પાન લગાવો.
- ધાન્ય પર હળદરથી કમળ ફૂલ બનાવો અને મા લક્ષ્મીની સ્થાપના કરીને તેની આગળ સિક્કા રાખી દો.
- તમે જે પણ કામ કરતા હો તે સંબંધિત સામાન કે સાધન પૂજા સ્થળ પર રાખી દો.
- પૂજા શરૂ કરતી વખતે પાણી, હળદર અને ચોખા અર્પિત કરી નીચે આપેલા મંત્રના જાપ કરો,
ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलिए प्रसीद-प्रसीद
ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्मिये नम:
- હાથમાં ફૂલ લો અને આંખ બંધ કરી મા લક્ષ્મીનું ધ્યાન ધરી ફૂલ ચઢાવો.
- થાળીમાં લક્ષ્મી પ્રતિમાને પંચામૃતથી સ્નાન કરાવો, જે બાદ પાણીમાં આભૂષણ કે મોતી નાંખીને સ્નાન કરાવો.
- પ્રતિમાને ચોખ્ખી કરીને કળશના ઉપર રાખો. ઈચ્છો તો પંચામૃત કે પાણી છાંટીને સ્નાન કરાવી શકો છો.
- હવે મા લક્ષ્મીની પ્રતિમાને ચંદન, કેસર, અત્તર, હળદર, કંકુ તથા ગુલાબ અર્પણ કરો.
- માંની પ્રતિમા પર ફૂલોનો હાર ચઢાવો, બિલી પત્ર તથા ગલગોટાનું ફૂલ અર્પણ કરીને ધૂપ કરો.
- હવે મીઠાઈ, નારિયેળ, ફળ અર્પણ કરો.
- પ્રતિમા પર ધાણા કે જીરુંનો છંટકાવ કરો.
- તમારે જે ઘરમાં પૈસા, ઘરેણા રાખવાના હોય ત્યાં પૂજા કરીને મા લક્ષીનું ધ્યાન ધરી આરતી ઉતારો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)