Dhanteras 2021: ધનતેરસના દિવસે ભૂલથી પણ ન કરો આ વસ્તુની ખરીદી, થશે નુકસાન, આ વસ્તુ અવશ્ય ખરીદો
આ ઘનતેરસે શોપિંગ કરવા જઇ રહ્યો હો તો થોડી વાતોનું ધ્યાન અવશ્ય રાખો. શું ખરીદવું અને શું નહીં આ વસ્તુથી ખાસ બચો.
Dhanteras 2021:આ ઘનતેરસે શોપિંગ કરવા જઇ રહ્યો હો તો થોડી વાતોનું ધ્યાન અવશ્ય રાખો. શું ખરીદવું અને શું નહીં આ વસ્તુથી ખાસ બચો.
વર્ષના સૌથી મોટો તહેવાર એટલે દિવાળી આ પંચપર્વમાં ધનતેરસનું પણ એટલું જ મહત્વ છે. દિવાળીના બે દિવસ પહેલા મનાવવામાં આવતો ધનતેરસનો તહેવાર આજે છે. ભગવાન ધન્વંતરીની પૂજાનાં આ દિવસ ખરીદારી માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. આજના દિવસે કોઇ સોનાચાંદી ખરીદે છે તો કોઇ વાસણ, તો કોઇ ગણેશ લક્ષ્મીની મૂર્તિ ખરીદે છે. તો જાણીએ ધનતેરસના દિવસે કઇ વસ્તુ ખરીદવી જોઇએ અને કઇ નહી.
સોના ચાંદી તાંબા પીત્તળ
આજના દિવસે ચાંદી ખરીદવાનું વિશેષ મહત્વ છે. ચાંદીના સિક્કા, ચાંદીનું ઘરેણ, કે ચાંદીના વાસણ પણ ખરીદી શકાય છે. તાંબામાં પણ કળશ કે પાણીની બોટલ ખરીદી શકો છો. પીતલનું કોઇ શોપીસ પણ ખરીદી શકો છો. ગણેશ લક્ષ્મીની મૂર્તિ પણ ખરીદી શકાય.
જ્યારે ઘરે લાવો વાસણ
આ અવસરે કેટલાક લોકો વાસણ ખરીદે છે. આ સ્થિતિમાં લોખંડના વાસણ ન લો.. સ્ટીલનું વાસણ ક્યારેય ધનતેરસના દિવસે ન ખરીદો. તાંબા કે પીતળનું વાસણ ખરીદી શકાય. આ વાસણ ખાલી લઇને ઘરમાં ન પ્રવેશો.
આ અવસરે ગોમતી ચક્ર પણ ખરીદી શકો છો. ધનતેરસના અવસરે ગોમતી ચક્ર અને કોડી ખરીદવી પણ શુભ રહે છે.ગોમતી ચક્ર માટે કહેવાય છે કે, 11 ગોમતીની ખરીદી કરીને તેને પીળા કપડામાં બાંધીને લોકર અથવા જ્યાં પણ પૈસા રાખો છો ત્યાં રાખો, બરકત રહેશે
કોડીની ખરીદી કરો તો ઓછામાં ઓછી પાંચ લો અને તેને લાલ કપડાંમાં બાંધી તેના લોકરમાં રાખી દો, આવું કરવું પણ શુભ મનાય છે.
સાવરણી જરૂર ખરીદો
ધનતેરસના દિવસે સોના-ચાંદી અને ઇલેક્ટ્રોનિક આઇટમની પણ ખરીદી કરી શકાય છે.સાવરણી જરૂર ખરીદો. કહેવાય છે કે, ધનતેરસમાં સાવરણીની ખરીદી કરવાથી ઘરની પરેશાની દૂર થાય છે.
ઘનતેરસમાં આ વસ્તુ ન ખરીદો
આજના દિવસે કોશિશ કરો કરે, કોઇ પણ ધારવાળુ સમાન જેવું ચાકૂ, કાતર, પિન વગેરે લો, તેની સાથે એલ્યુમિનિયમના વાસણ પણ ન ખરીદો. કાંચ અને સિરામિકના વાસણ પણ આજના દિવસે ન ખરીદો. આ સાથે કાળા રંગના વાસણ, કપડાં અને પ્લાસ્ટિકના વાસણની ખરીદી કરતાં પણ બચો.