શોધખોળ કરો

Dhanteras 2023: ધનતેરસ પર ઘરે લાવો આ પાંચ ચીજવસ્તુઓ, થોડા દિવસોમાં બદલાઇ જશે નસીબ

Dhanteras 2023: ભગવાન ધન્વંતરિની પૂજા કરવાથી સાધકને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. આ સિવાય ઘરમાંથી ગરીબી દૂર થાય છે.

Dhanteras 2023: સનાતન ધર્મમાં કારતક મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મહિનામાં ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે. ઉપરાંત, ધનતેરસ, દિવાળી, ગોવર્ધન પૂજા, ભાઈ બીજ, છઠ પૂજા જેવા મુખ્ય તહેવારો કારતક મહિનામાં ઉજવવામાં આવે છે. ધનતેરસ કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે ધનતેરસની તિથિએ ભગવાન ધન્વંતરિની પૂજા કરવાથી સાધકને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. આ સિવાય ઘરમાંથી ગરીબી દૂર થાય છે. ધનતેરસના દિવસે ખરીદી કરવાનો પણ જ્યોતિષશાસ્ત્રમાં ઉલ્લેખ છે. જો તમે પણ સુખ-સમૃદ્ધિ મેળવવા માંગો છો તો ધનતેરસના દિવસે આ 5 વસ્તુઓ ઘરે લાવો. આ વસ્તુઓને ઘરે લાવવાથી સુખ અને સૌભાગ્યમાં અપાર વૃદ્ધિ થાય છે.

દેવી લક્ષ્મીની પ્રતિમા

જો તમે ધનની દેવી લક્ષ્મીજીની કૃપા મેળવવા માંગતા હોવ તો ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની મૂર્તિ ઘરમાં લાવો. તમે ચાંદીથી બનેલી લક્ષ્મી-ગણેશની મૂર્તિ ઘરે લાવી શકો છો. આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

કળશ

શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે સમુદ્ર મંથન સમયે ભગવાન ધન્વંતરિ અમૃતના પાત્ર સાથે પ્રગટ થયા હતા. એટલા માટે ધનતેરસના દિવસે કળશને ઘરે લાવો. તમે ચાંદીની બનેલો નાનો કળશ પણ ઘરે લાવી શકો છો. આ ઉપાય કરવાથી ભગવાન ધન્વંતરિની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.

કુબેર યંત્ર

જો તમે આર્થિક તંગી દૂર કરવા માંગો છો તો ધનતેરસની તિથિએ કુબેર યંત્ર ઘરમાં લાવો. આ પછી  વિધિ પ્રમાણે તેમને પૂજા સ્થાન પર સ્થાપિત કરો અને તેમની પૂજા કરો. આમ કરવાથી આવક અને સૌભાગ્ય વધે છે.

ચરણ પાદુકા

ધનતેરસની તિથિએ ધનની દેવી માતા લક્ષ્મીની ચરણ પાદુકા ઘરમાં લાવો. પ્રદોષ કાળમાં, યોગ્ય પૂજા કરો અને ચરણ પાદુકા સ્થાપિત કરો. તમે મુખ્ય પ્રવેશદ્વાર પર ચરણ પાદુકા પણ મૂકી શકો છો.

ચાંદી અથવા સોનાના સિક્કા

ધનતેરસના દિવસે ચાંદી અને સોનાના સિક્કા ઘરમાં લાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ માટે ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી કરવામાં આવે છે. જો તમે પણ ભગવાન ધન્વંતરિના આશીર્વાદ મેળવવા માંગો છો તો ધનતેરસની તિથિએ તમારી આર્થિક સ્થિતિ અનુસાર સોના કે ચાંદીના સિક્કા ઘરમાં લાવો. એક વાતનું ધ્યાન રાખો કે સિક્કા પર ધનની દેવી લક્ષ્મીનું ચિત્ર અવશ્ય અંકિત હોવું જોઈએ.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત
Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
Embed widget