શોધખોળ કરો
Advertisement
Narak Chaturdashi 2021: શું છે નરક ચતુર્દશી, જાણો મનોવાંછિત ફળ માટે કેવી હોઈએ પૂજા વિધિ
Narak Chaturdashi 2021: દિવાળીના પાંચ દિવસના પર્વમાં ધનતેરસના બીજા દિવસે નરક ચતુર્દશી મનાવવામાં આવે છે. જે ઘરમાં શુદ્ધતા અને સંપન્નતાનું કારક માનવામાં આવી છે.
Narak Chaturdashi 2021: પંચાગ અનુસાર 3 નવેમ્બર 2021ના રોજ સવારે 9.02 વાગ્યાથી ચતુદર્શીની તિથિ શરૂ થાય છે. જે 4 નવેમ્બરે સવારે 6.03 કલાકે સમાપ્ત થશે.
નરક ચતુર્દશી પર શું કરો
- આ દિવસે યમરાજ માટે તેલનો દીવો ઘરના મુખ્ય દ્વાર બહાર કરો.
- આ દિવસે સાંજે દેવતાઓના પૂજન બાદ તેલનો દીવો પ્રગટાવીને ઘરની બહાર મુકો.
- આમ કરવાથી લક્ષ્મીજીનો ઘરમાં નિવાસ થાય છે.
- ભગવાન શ્રીકૃષ્ણની પૂજાથી સૌંદર્ય વધે છે. આ દિવસે નિશીથ કાળમાં ઘરનો નકામો સામાન ફેંકી દેવો જોઈએ. તેનાથી દરિદ્રતા નાશ પામે છે.
સ્નાન વિધિ
- સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાનનું મહત્વ છે. તેનાથી રૂપમાં નીખાર આવતો હોવાનું કહેવાય છે. સ્નાન માટે આસો મહિનાની આઠમના દિવસે તાંબાના લોટામાં જળ ભરી રાખવામાં આવે છે અને તેને સ્નાનના જળમાં મેળવી સ્નાન કરવામાં આવે છે. માન્યતા અનુસાર આમ કરવાથી નરકના ભયથી મુક્તિ મળે છે.
- સ્નાન દરમિયાન તલના તેલથી માલિશ કરવો જોઈએ.
- સ્નાન બાદ દક્ષિણ દિશામાં હાથ જોડીને યમરાજાને પ્રાર્થના કરવાથી પાપનો નાશ થાય છે.
નરક ચતુર્દશી પૂજા વિધિ
- આ દિવસે યમરાજ, કૃષ્ણ, મહાકાળી, ભગવાન શિવ, હનુમાન અને ભગવાન વામનની પૂજા થાય છે.
- ઘરના ઈશાન ખૂણામાં પૂજા કરો. મોં ઈશાન, પૂર્વ કે ઉત્તર દિશામાં રાખો. પૂજા સમયે પંચદેવ સ્થાપિત કરો. તેમાં સૂર્યદેવ, શ્રીગણેશ, દુર્ગા, શિવ, વિષ્ણુ છે.
- આ દિવસે છ દેવોનું ષોડશોપચાર પૂજન કરો.
- તમામને ધૂપ, દીપ કરીને માથા પર હળદર, ચંદન અને ચોખાના ચાંદલા કરો અને મંત્રનો જાપ કરો.
- પૂજા બાદ પ્રસાદ કે નૈવેદ્ય ચઢાવો.
- મુખ્ય પૂજા બાદ ઘરના મુખ્ય દ્વાર કે આંગણામાં પ્રદોષ કાળમાં દીપક પ્રગટાવો. એક દીવો યમના નામનો પ્રગટાવો. રાત્રે ઘરના તમામ ખૂણામાં દીપક પ્રગટવો.
શુભ મુહૂર્ત
- અમૃતકાળ- 01:55 થી 03:22 સુધી
- બ્રહ્મ મુહૂર્ત- 05:02 થી 05:50 સુધી
- વિજય મુહૂર્ત- બપોરે 01:33 થી 02:17 સુધી
- ગોધૂલિ મુહૂર્ત- સાંજે 05:05 થી 05:29 સુધી
- સંધ્યા મુહૂર્ત- સાંજે 05:16 થી 06:33 સુધી
- નિશિતા મુહૂર્ત- રાત્રે 11:16 થી 12:07 સુધી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement