શોધખોળ કરો

Diwali 2022: ધનતેરસના દિવસે લક્ષ્મીની પૂજા કરવાથી પૈસા અને અનાજની કોઈ તંગી નથી રહેતી, જાણો ધાર્મિક મહત્વ

ભારતમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તે પ્રકાશ અને ખુશીનો તહેવાર છે. પ્રકાશનો તહેવાર દિવાળી 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે.

Diwali 2022 Religious importance of Dhanteras: ભારતમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તે પ્રકાશ અને ખુશીનો તહેવાર છે. પ્રકાશનો તહેવાર દિવાળી 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે. પંચાંગ અનુસાર આ વખતે દિવાળી પર અનેક શુભ સંયોગો બની રહ્યા છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, ધનતેરસના દિવસે લક્ષ્મીની પૂજા કરવાથી પૈસા અને અનાજની કોઈ તંગી નથી રહેતી અને લક્ષ્મી-ગણેશની મૂર્તિ પણ આ દિવસે ઘરમાં લાવવી જોઈએ.

ધનતેરસ 2022 તારીખ: 23 ઓક્ટોબર, રવિવાર

ધનતેરસના દિવસે સાંજે દીવા પ્રગટાવવાની પ્રથા પણ છે. તેને યમ દીપક કહેવામાં આવે છે, જે યમરાજ માટે પ્રગટાવવામાં આવે છે, જેથી અકાળ મૃત્યુ ટાળી શકાય. ધનવંતરી પણ આ દિવસે પ્રકટ થયા હતા, જેના કારણે આ દિવસને ધનતેરસ કહેવામાં આવે છે. તેમજ ધનતેરસના દિવસે ખરીદદારીની પરંપરા હોવાથી આખો દિવસ ખરીદી કરી શકાય છે.

ધનતેરસનું ધાર્મિક મહત્વ

હિન્દુ માન્યતા અનુસાર, ધનતેરસના દિવસે આયુર્વેદના પિતા ભગવાન ધન્વંતરી સમુદ્રમંથનમાંથી પિતળના કળશમાં અમૃત લઇ પ્રગટ થયા હતા. આ અમૃત કળશનું અમૃત પીને દેવતાઓ અમર બની ગયા. તેથી જ ધનતેરસ પર ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે જેથી જીવન અને આરોગ્યની કામના કરી શકાય.

આ દિવસે જૂના વાસણોને બદલીને નવા વાસણો ખરીદવામાં આવે છે. લોકો યથાશકિત ઘર ઉપયોગી નવા વાસણો અને તાંબુ, પિત્તળ, ચાંદીના ઘરેણાં ખરીદે છે. હાલના આધુનિક યુગમાં ધનતેરસના દિવસે વાસણો અને ઘરેણાં ઉપરાંત વાહનો, કોમ્પ્યુટર, મોબાઈલ વગેરેની પણ ખરીદી થઈ રહી છે. જોકે, મોટાભાગના લોકો ધનતેરસ પર સોના કે ચાંદીના સિક્કા ખરીદે છે અથવા પિત્તળ અને ચાંદીના વાસણો ખરીદે છે, કારણ કે તેની ખરીદી શુભ માનવામાં આવે છે.

ધનતેરસ પૂજાનો શ્રેષ્ટ સમય

ધનતેરસના દિવસે ભગવાન ધન્વન્તરિ અને કુબેરની પૂજા થાય છે. આ દિવસે સાંજે પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા પણ જરૂર કરવી છે. 

દિવાળી ક્યારે છે?  

હિંદુ કેલેન્ડર મુજબ, દિવાળીનો તહેવાર આસો વદ અમાસના દિવસે ઉજવવામાં આવે છે.  આ  વખતે આ તિથિ તારીખ 24 ઓક્ટોબર 2022 સોમવાર આવી રહી છે. આ દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે.

દિવાળીનું મહત્વ

પૌરાણિક માન્યતા અનુસાર દિવાળી એ રોશનીનો તહેવાર છે. આ તહેવાર સુખ, સમૃદ્ધિ અને કીર્તિનું પણ પ્રતિક છે. આ દિવસે લક્ષ્મીજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ દિવસે શુભ મુહૂર્તમાં લક્ષ્મીની પૂજા કરવાથી ધનની દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

લક્ષ્મી પૂજન વિધિ

દિવાળી એ લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ દિવસ કહેવાય છે. પૌરાણિક માન્યતા અનુસાર, આ દિવસે સ્નાન કર્યા પછી, વ્યક્તિએ સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ. આ પછી લક્ષ્મીજીની પૂજા શરૂ કરવી જોઈએ. પૂજામાં લક્ષ્મીજીના મંત્ર અને આરતીનો પાઠ કરવો જોઈએ. દિવાળી પર દાનનું વિશેષ મહત્વ પણ જણાવવામાં આવ્યું છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget