Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા
મંત્રી અર્જુન મોઢવાડિયાની વિધાનસભા ગૃહમાં મોટી જાહેરાત: ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશે. અર્જુન મોઢવાડિયાએ જાહેરાત કરી, અભ્યાસક્રમમાં AI અને ક્વોન્ટમ કોમ્પ્યુટરને દાખલ કરવામાં આવશે. સાયન્સ અને ટેકનોલોજી વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ જાહેરાત કરી છે. ગુજરાતમાં સેમીકન્ડક્ટરની કંપનીઓ માટે યુવાનો તૈયાર થાય તે જરૂરી છે. સાયન્સ અને ટેકનોલોજી વિભાગે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા સાથે બેઠકો કરી, અભ્યાસક્રમમાં એક પાઠ તરીકે AI અને ક્વોન્ટમ કોમ્પ્યુટરનો અભ્યાસ કરાવશે. ખૂબ જ જરૂરી પણ છે, કારણ કે અત્યારે જે સમય છે એ AIનો સમય છે, ક્વોન્ટમ ફિઝિક્સ, ક્વોન્ટમ કોમ્પ્યુટરનો સમય છે અને એવામાં જો આ જાહેરાત કરવામાં આવી છે, એ ખૂબ જ મોટી વાત છે ગુજરાત માટે.





















