શોધખોળ કરો

Shraddh: પૂર્વજોને તૃપ્ત કરવા આ રીતે કરો પિતૃ શ્રાદ્ધ 

Shraddh:  હિંદુ ધર્મમાં પિતૃ પક્ષ જેને  શ્રાદ્ધ પક્ષ કે શ્રાદ્ધ મહાલય કહેવામાં આવે છે.  આ પર્વને પિતૃઓના આત્માની શાંતિ માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે.

Shraddh:  હિંદુ ધર્મમાં પિતૃ પક્ષ જેને  શ્રાદ્ધ પક્ષ કે શ્રાદ્ધ મહાલય કહેવામાં આવે છે.  આ પર્વને પિતૃઓના આત્માની શાંતિ માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે  ગરૂડ પરાણ અનુસાર શ્રાદ્ધ કર્મ ને સૌથી મોટું પુણ્ય કર્મ  કહ્યું છે માનવામાં આવે છે કે જે મનુષ્ય પોતાના પિતૃઓ તૃપ્ત થાય તે ભાવનાથી પિતૃ શ્રાદ્ધ કરે છે તેના પાપો નાશ પામે છે તેને પિતૃ દેવો ના  આશિર્વાદ મળે છે  જેનાથી સુખ શાંતિ સંતતિ અને સંપત્તિ ની પ્રાપ્તિ થાય છે  તેથી જ  સમગ્ર ભારતમાં પિતૃ પક્ષના આ 16 દિવસોમાં  સદગત પિતૃ ની તિથિ પ્રમાણે શ્રાધ્ધ  કરવામાં આવે છે પિતૃ પક્ષમાં વંશજો તેમના પૂર્વજોની આત્માની શાંતિ માટે પિંડદાન, તર્પણ જેવી શ્રાદ્ધ વિધિ કરવા માં આવે છે 

  શ્રાદ્ધ દરમ્યાન ઘરના સૌ સાથે મળી  શ્રાદ્ધ નું ભોજન બનાવી પિતૃ ઓ ને થાળ અર્પણ કરે છે અને પોતે પ્રસાદ લેવાય છે  આ સાથે   કાગડા ને વાસ અપાય છે  ગાયને ભોજન અપાય છે  બ્રાહ્મણ ને ભોજન કરવાય છે  તેમજ ગરીબોને ભોજન કરાવાય છે  જેના થી પિતૃ દેવો તૃપ્ત થાય છે  બીજી તરફ જો કોઈ ને  કુંડળીમાં પિતૃ દોષ હોય કે કોઈ અન્ય કારણે પિતૃદોષ  ઊભો થયો હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે પિતૃ પક્ષનો આ સમય શ્રેષ્ઠ છે. હિંદુ પંચાંગ અનુસાર શ્રાધ્ધ પક્ષ એટલે કે પિતૃ પક્ષ ભાદરવા સુદ  પુનમથી શરૂ થઇને ભાદરવા વદ અમાસે પૂરો થાય છે. 

આ વખતે પિતૃ પક્ષ (શ્રાદ્ધ પક્ષ) 29 સપ્ટેમ્બર 2023થી શરૂ થઈ રહ્યો છે. શ્રાધ્ધ 16 દિવસ પછી 14 ઓક્ટોબર 2023 ના રોજ સમાપ્ત થશે. પિતૃ પક્ષ ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાથી શરૂ થાય છે અને અમાસના દિવસે પુર્ણ થાય છે. આને સર્વ પિતૃ અમાવસ્યા કહે છે. જે પૂર્વજોની મૃત્યુ તારીખ આપણે જાણતા નથી છે, તે પૂર્વજો માટે અમાસના દિવસે શ્રાધ્ધ કરવામાં આવે છે. આ વખતે પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બર 2023થી શરૂ થઈ રહ્યો છે. શ્રાદ્ધ ના 16 દિવસ પછી 14 ઓક્ટોબર 2023 ના રોજ સમાપ્ત થશે. 

આ છે શ્રાધ્ધ ની તિથિઓ

શ્રાદ્ધ પિતૃપક્ષની તારીખ
પૂર્ણિમા શ્રાદ્ધ - 29 સપ્ટેમ્બર શુક્રવાર 2023
પ્રતિપદા ( એકમ ) નું શ્રાદ્ધ – 30 સપ્ટેમ્બર શનિવાર 2023
બીજનું શ્રાદ્ધ – 1 ઓક્ટોબર રવિવાર 2023
ત્રીજનું શ્રાદ્ધ – 2 ઓક્ટોબર સોમવાર 2023
ચોથનું શ્રાદ્ધ – 3 ઓક્ટોબર મંગળવાર  2023
પાંચમનું શ્રાદ્ધ – 4 ઓક્ટોબર બુધવાર 2025
છઠ્ઠનું શ્રાદ્ધ – 5 ઓક્ટોબર ગુરૂવાર 2023
સાતમનું શ્રાદ્ધ - 6 ઓક્ટોબર શુક્રવાર 2023
આઠમનું શ્રાદ્ધ- 7 ઓક્ટોબર શનિવાર 2023
નોમનું શ્રાદ્ધ- 8 ઓક્ટોબર રવિવાર 2023
દશમનું શ્રાદ્ધ – 9 ઓક્ટોબર સોમવાર 2023
અગિયારસનું શ્રાદ્ધ – 10  ઓક્ટોબર મંગળવાર 2023
બારસનું શ્રાદ્ધ- 11 ઓક્ટોબર બુધવાર 2023
તેરસનું શ્રાદ્ધ – 12 ઓક્ટોબર  ગુરૂવાર 2023
ચૌદસનું શ્રાદ્ધ- 13 ઓક્ટોબર શુકવાર   2023
અમાવસ્યા નું શ્રાદ્ધ- 14  ઓક્ટોબર શનિવાર  2023

શ્રાદ્ધ કોણ કોનું કરી શકે  તે પણ જાણવું જરૂરી છે 

ધર્મ પ્રમાણે પિતા માટે શ્રાદ્ધ પિંડદાન અને જળ તર્પણ પુત્રએ કરવું જોઇએ પરંતુ  પુત્ર ન હોય તો પુત્રી  ,પત્ની અને પત્ની ન હોય તો સગો ભાઈ કે ભાઈના સંતાનો  પણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે. વિષ્ણુપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, મૃત વ્યક્તિના પુત્ર, પૌત્ર, ભાઈના સંતાનને પિંડદાન કરવાનો અધિકાર હોય છે તેમ શ્રાદ્ધ કરવા ની પણ ફરજ હોય છે. ગરૂડ પુરાણ  પ્રમાણે જેને  પુત્ર ન હોય તો પુત્રી ઓ કરી શકે અને  તે પણ ના હોય તો ભાઈ-ભત્રીજા, માતાના કુળના લોકો એટલે મામા કે મામાનો દિકરો અથવા શિષ્ય શ્રાદ્ધ કર્મ કરી શકે છે. જો તેમાંથી કોઇ ન હોય તો કુળ ના  અથવા બ્રાહ્મણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે

માર્કણ્ડેય પુરાણ અનુસાર જો કોઇ વ્યક્તિ ને સંતાન માં  પુત્ર ન હોય તો તેની દીકરીનો પુત્ર પણ પિંડદાન કરી શકે છે. જો તે પણ ન હોય તો પત્ની  શ્રાદ્ધ-કર્મ કરી શકે છે. પત્ની પણ ન હોય તો કુળના કોઇ વ્યક્તિ દ્વારા પણ શ્રાદ્ધ કરી શકાય છે. માતા-પિતા કુંવારી કન્યાઓને પિંડદાન કરી શકે છે. પરણિતા દીકરીના પરિવારમાં કોઇ શ્રાદ્ધ કરનાર ન હોય તો પિતા તેનું પણ પિંડદાન કરી શકે છે. દીકરીનો દીકરો અને નાના એકબીજાનું પિંડદાન કરી શકે છે. આ પ્રકારે જમાઈ અને સસરા પણ એકબીજાનું પિંડદાન કરી શકે છે. પુત્રવધૂ પણ પોતાની સાસુનું પિંડદાન કરી શકે છે. હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે શ્રાધ્ધ પક્ષ માં પિતૃ દેવો ને તૃપ્ત કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે  સદગત પિતૃ દેવો ના આશીર્વાદ થી સંતતિ સમૃદ્ધિ સુખ અને શાંતિ મળે છે.
* જ્યોતિષી ચેતન પટેલ

ટોપ સ્ટોરી

Guru Gochar 2026: ગુરુનું નક્ષત્ર પરિવર્તન! 8 ઓક્ટોબરથી 3 રાશિઓ માટે શરૂ થશે પડકારજનક સમય 
Guru Gochar 2026: ગુરુનું નક્ષત્ર પરિવર્તન! 8 ઓક્ટોબરથી 3 રાશિઓ માટે શરૂ થશે પડકારજનક સમય 
Shani Gochar 2026: 4 દિવસ બાદ શનિ બદલશે ચાલ! 122 દિવસ 5 રાશિઓને બખ્ખા! 
Shani Gochar 2026: 4 દિવસ બાદ શનિ બદલશે ચાલ! 122 દિવસ 5 રાશિઓને બખ્ખા! 
Aaj Nu Rashifal: આજે ગજકેસરી અને સર્વાર્થ સિદ્ધિ યોગથી 3 રાશિઓને બંપર ધન લાભ અને મળશે પ્રમોશન!
Aaj Nu Rashifal: આજે ગજકેસરી અને સર્વાર્થ સિદ્ધિ યોગથી 3 રાશિઓને બંપર ધન લાભ અને મળશે પ્રમોશન!
Grah Gochar 2026: ઓક્ટોબર મહિનો 7 રાશિઓ માટે શાનદાર, થશે છપ્પરફાડ કમાણી!  
Grah Gochar 2026: ઓક્ટોબર મહિનો 7 રાશિઓ માટે શાનદાર, થશે છપ્પરફાડ કમાણી!  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
Embed widget