શોધખોળ કરો

અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, ઉત્તર ગુજરાતમાં પડશે 15 થી 20 ઈંચ વરસાદ, મહેસાણામાં 3 ના મોત

Ambalal Patel Prediction: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજસ્થાનમાં સર્જાયેલા લો-પ્રેશર સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી.
  • બનાસકાંઠામાં રસ્તાઓ ધોવાયા, ૩૦થી વધુ ગામો સંપર્કવિહોણા થયા.
  • દિયોદરમાં ૨૪ કલાકમાં ૧૧ ઈંચ વરસાદ, વાવ-થરાદ પંથક જળબંબાકાર થયો.
  • મહેસાણામાં વૃક્ષ પડતાં મહિલાનું મૃત્યુ, વરસાદથી ૩ મોત નોંધાયા.

Ambalal Patel Prediction: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજસ્થાનમાં સર્જાયેલા લો-પ્રેશર સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી મુજબ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 15 થી 20 ઈંચ જેટલો મુસળધાર વરસાદ વરસી શકે છે. ખાસ કરીને પાટણ, હારીજ અને સમી તાલુકામાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે પાલનપુર, ધાનેરા તેમજ વાવ-થરાદ સહિતના સરહદી વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદ વરસવાની પૂરતી સંભાવના છે. આ ઉપરાંત સાબરકાંઠા અને મહીસાગર જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.  

બનાસકાંઠામાં મેઘતાંડવ: રસ્તા ધોવાયા, 30થી વધુ ગામો સંપર્કવિહોણા
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે ભારે તારાજી સર્જાઈ છે. ધાનેરાથી આગથળા જતો મુખ્ય માર્ગ વરસાદી પાણીના ધસમસતા પ્રવાહમાં ધોવાઈ ગયો છે. ધાનેરાના સરલ પાસે સ્થાનિક વ્હેણ આવવાના કારણે ત્યાં બનાવવામાં આવેલું ડાયવર્ઝન સંપૂર્ણપણે ધોવાઈ ગયું છે. રસ્તો બંધ થઈ જતાં ધાનેરા અને આગથળા વચ્ચેનો વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે, જેના કારણે આસપાસના 30થી વધુ ગામોના લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.

આ પણ વાંચો...Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ

દિયોદરમાં 24 કલાકમાં 11 ઈંચથી વધુ વરસાદ: વાવ-થરાદમાં જળબંબાકાર
વાવ અને થરાદ પંથકમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં દિયોદરમાં 11 ઈંચથી પણ વધુ આકાશી આફત ખાબકતા સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો છે. માત્ર 2 કલાકના ગાળામાં દિયોદરમાં 1.85 ઈંચ, લાખણીમાં 1.73 ઈંચ, ધાનેરામાં 1.46 ઈંચ અને રાહમાં 1.42 ઈંચ વરસાદ નોંધાયો હતો. દિયોદરમાં સર્વત્ર પાણી ભરાઈ જતાં રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. આ ઉપરાંત, દિયોદરની શાળા નંબર-2 ના કેમ્પસમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

મહેસાણાના ઊંઝામાં વૃક્ષ ધરાશાયી થતાં મહિલાનું કમાટીભર્યું મોત
મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વચ્ચે એક દુઃખદ ઘટના સામે આવી છે. ઊંઝાના ખજૂરી પોળ વિસ્તારમાં નીચે ઉભેલી એક મહિલા પર અચાનક ભારેખમ વૃક્ષ ધરાશાયી થતાં તેમનું નીપજ્યું મોત છે. ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં વરસાદી હોનારત અને અકસ્માતોના કારણે કુલ 3 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે.

Frequently Asked Questions

અંબાલાલ પટેલની આગાહી શું છે?

રાજસ્થાનમાં સર્જાયેલા લો-પ્રેશર સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં 15 થી 20 ઈંચ જેટલો મુસળધાર વરસાદ વરસી શકે છે. ખાસ કરીને પાટણ, હારીજ અને સમી તાલુકામાં ભારે વરસાદની શક્યતા છે.

બનાસકાંઠામાં ભારે વરસાદથી શું નુકસાન થયું છે?

બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે ધાનેરાથી આગથળા જતો મુખ્ય માર્ગ ધોવાઈ ગયો છે. આથી 30થી વધુ ગામો સંપર્કવિહોણા બન્યા છે અને લોકોને હાલાકી પડી રહી છે.

દિયોદરમાં કેટલો વરસાદ નોંધાયો છે?

છેલ્લા 24 કલાકમાં દિયોદરમાં 11 ઈંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે. માત્ર 2 કલાકમાં દિયોદરમાં 1.85 ઈંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે.

મહેસાણાના ઊંઝામાં કઈ દુર્ઘટના બની?

મહેસાણાના ઊંઝાના ખજૂરી પોળ વિસ્તારમાં એક મહિલા પર ભારેખમ વૃક્ષ ધરાશાયી થતાં તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે આ ઘટના બની હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Advertisement

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Embed widget