શોધખોળ કરો

Dussehra 2024 : વિજયાદશમી પર રાવણ દહન મુહૂર્ત અને શસ્ત્ર પૂજન માટે ક્યો સમય છે શુભ, જાણો

વિજયાદશમી અથવા દશેરા એ દુર્ગા પૂજાનો 10મો અને છેલ્લો દિવસ છે. આ વર્ષે 12મી ઓક્ટોબર એટલે કે આવતીકાલે છે. તમને જણાવી દઈએ કે આખા ભારતમાં આ શુભ દિવસને લઈને ઘણી માન્યતાઓ છે.

Vijayadashmi 2024 : વિજયાદશમી અથવા દશેરા એ દુર્ગા પૂજાનો 10મો અને છેલ્લો દિવસ છે. આ વર્ષે 12મી ઓક્ટોબર એટલે કે આવતીકાલે છે. તમને જણાવી દઈએ કે આખા ભારતમાં આ શુભ દિવસને લઈને ઘણી માન્યતાઓ છે. જેમાં સૌથી વધુ લોકપ્રિય છે કે દશેરાના દિવસે મર્યાદા પુરુષોત્તમ રામે દસ માથાવાળા રાવણનો વધ કર્યો હતો. તેથી દશેરાના દિવસે રાવણનું વિશાળ પૂતળું બાળવામાં આવે છે. આવી સ્થિતિમાં આવો જાણીએ કે આ વર્ષે દશેરા પૂજન, રાવણ દહન અને શસ્ત્ર પૂજન માટે કયો શુભ સમય છે.

રામાયણ અનુસાર આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિના રોજ ભગવાન રામે રાક્ષસ રાવણનો વધ કરીને વિજય મેળવ્યો હતો, આ તહેવાર અસત્ય પર સત્યની જીતનું પ્રતિક છે, તેથી દર વર્ષે વિજયાદશમીના દિવસે રાવણ દહન કરવામાં આવે છે.

દશેરા મુહૂર્ત 

આ વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિ 12 ઓક્ટોબરે સવારે 10.58 વાગ્યે શરૂ થશે અને 13 ઓક્ટોબર 2024ના રોજ સવારે 09.08 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર 12 ઓક્ટોબરે દશેરાની ઉજવણી કરવામાં આવશે.

શસ્ત્ર પૂજન મુહૂર્ત 

દશેરાના દિવસે વિજય મુહૂર્તમાં શસ્ત્ર પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ વર્ષે દશેરા પૂજાનો શુભ સમય બપોરે 2:02 વાગ્યાથી શરૂ થશે, જે બપોરે 2:48 વાગ્યે સમાપ્ત થશે.

પૂજા વિધિ - 

1- દશેરાના દિવસે વહેલા ઉઠો અને સ્નાન કરો અને પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો.

2- ત્યારબાદ ઘઉં અથવા ચૂનામાંથી દશેરાની મૂર્તિ બનાવો.

3- ગાયના છાણમાંથી 9 બોલ અને 2 વાટકા બનાવો, એક વાટકીમાં સિક્કા રાખો અને બીજા વાટકામાં રોલી, ચોખા, જવ અને ફળો.

4- આ પછી મૂર્તિને કેળા, જવ, ગોળ અને મૂળા અર્પણ કરો.

5- આ દિવસે દાન કરો અને ગરીબોને ભોજન કરાવો.

6- પૂજા પૂરી થયા પછી વડીલોના ચરણ સ્પર્શ કરો અને આશીર્વાદ લો.

દશેરા પર નીલકંઠ પક્ષી વિશે શું છે માન્યતા ?

એવી માન્યતા છે કે દશેરાના દિવસે નીલકંઠ પક્ષીના દર્શન કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. વાસ્તવમાં નીલકંઠ પક્ષીને ભગવાનનું પ્રતિનિધિ માનવામાં આવે છે.  

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૂર્ય ગ્રહણ બાદ બદલાશે ગ્રહોના સમીકરણ! આ રાશિઓ પર થશે સૌથી વધુ અસર 
સૂર્ય ગ્રહણ બાદ બદલાશે ગ્રહોના સમીકરણ! આ રાશિઓ પર થશે સૌથી વધુ અસર 
Guru Purnima 2026: આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ શુભ દાન કરો, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
Guru Purnima 2026: આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ શુભ દાન કરો, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
ગુરુ પૂર્ણિમાથી 31 ઓક્ટોબર સુધી આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે ગુરુ, ચમકશે કરિયર!
ગુરુ પૂર્ણિમાથી 31 ઓક્ટોબર સુધી આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે ગુરુ, ચમકશે કરિયર!
Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય
Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Embed widget