Dussehra 2024 ભગવાન રામે રાવણને માર્યા હતા 31 તીર, પરંતુ આ એક તીર બન્યું મોતનું કારણ
Dussehra 2024: દશેરા એ દિવસ છે જ્યારે ભગવાન રામે ત્રેતાયુગમાં રાવણનો વધ કર્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે લંકાના શાસક દશાનન રાવણનું કેટલા તીર માર્યા બાદ મૃત્યુ થયું હતું?
Dussehra Vijayadashami 2024: ભારતમાં દશેરા અથવા વિજયાદશીનો તહેવાર અનિષ્ટ (અધર્મ) પર સત્ય (ધર્મ)ના વિજયની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે. વિજયાદશીનો તહેવાર રાવણના મૃત્યુની સાથે અન્યાયનો અંત દર્શાવે છે.
દશેરા એ હિંદુ ધર્મ(Hindu Dharm)ના મહત્વના તહેવારોમાંનો એક છે, જે દર વર્ષે પંચાંગ (Panchang)અનુસાર અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દશમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે દશેરા 12 ઓક્ટોબર 2024ના રોજ છે. દશેરાનો તહેવાર આપણને યાદ અપાવે છે કે દુષ્ટતા કે અન્યાય ગમે તેટલો શક્તિશાળી હોય, ધર્મ અને સત્યની હંમેશા જીત થાય છે.
દશેરાનો તહેવાર આપણને અનીતિ પર સદાચારની જીતની જ નહીં પણ રામ અને રાવણ વચ્ચેના યુદ્ધ(Ram-Ravan Yudh)ની પણ યાદ અપાવે છે. રાવણને ધાર્મિક ગ્રંથોમાં અત્યંત દુષ્ટ, રાક્ષસ,અસુર, અત્યાચારી વગેરે તરીકે વર્ણવવામાં આવ્યો છે. પરંતુ તેની સાથે રાવણ એક મહાન વિદ્વાન, મહાન પંડિત, રાજનેતા, મહાન યોદ્ધા, મહાજ્ઞાની, શિવ ભક્ત અને પરાક્રમી યોદ્ધા પણ હતો, જેને હરાવવા દરેક માટે લગભગ અશક્ય હતું. પરંતુ રાવણનો અંત ભગવાન રામના હાથે જ નિશ્ચિત હતો. ચાલો જાણીએ રાવણ કેટલા તીરો માર્યા પછી તેનો અંત આવ્યો.
રાવણનું કેટલા તીરો વાગ્યા બાદ મોત થયું
શ્રી રામચરિતમાનસ અનુસાર, ભગવાન રામે રાવણને મારવા માટે 31 તીર માર્યા હતા. આ 31 તીરોમાંથી એક તીર રાવણની નાભિમાં વાગ્યું, 10 તીરોએ તેના 10 માથા અને 20 તીરો તેના ધડથી હાથ અલગ કરી દીધા. એવું કહેવાય છે કે જ્યારે રાવણનું વિશાળ ધડ પૃથ્વી પર પડ્યું ત્યારે પૃથ્વી ધ્રૂજવા લાગી.
શ્રી રામે રાવણને દિવ્ય શસ્ત્ર વડે માર્યો હતો, જે બ્રહ્મા દેવે રાવણને આપ્યું હતું. રાવણનું આ શસ્ત્ર હનુમાનજી લંકાથી લાવ્યા હતા અને વિભીષણે રામજીને કહ્યું હતું કે રાવણની નાભિ પર હુમલો કરીને જ તેનો અંત આવશે, કારણ કે રાવણની નાભિમાં અમૃત છે. ત્યારે ભગવાન રામે રાવણની નાભિ પર તીર માર્યું, જેનાથી રાવણ માર્યો ગયો. ત્રેતાયુગમાં અશ્વિન શુક્લની દસમી તારીખે રામનો વધ થયો હતો, તેથી આ દિવસને વિજયાદશી તરીકે ઉજવવામાં આવે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચો...