સફળતાની ચાવી: લક્ષ્મીજીને પ્રસન્ન કરીને ધનવાન બનવા શું શું કરશો
Motivational Thoughts In Hindi: સફળતાની ચાવી કહે છે કે, જે વ્યક્તિ તેનું કામ ઇમાનદારીથી કરે છે. તેમના પર લક્ષ્મીની કૃપા સદૈવ રહે છે.
Motivational Thoughts In Hindi: સફળતાની ચાવી કહે છે કે, જે વ્યક્તિ તેનું કામ ઇમાનદારીથી કરે છે. તેમના પર લક્ષ્મીની કૃપા સદૈવ રહે છે.ધન વૈભવની દેવી લક્ષ્મીજી છે. લક્ષ્મીના સ્વભાવને ચંચળ માનવામાં આવે છે. કહેવાય છે, તે એક સ્થાને વધુ સમય નથી ટકતી. આ કારણે જ ધનનો ઉપયોગ બહુ સમજી વિચારીને કરવો જોઇએ.
સમજી વિચારનીને લક્ષ્મીનો ઉપયોગ કરવાની સાથે લક્ષ્મીની કૃપા માટે એક અન્ય વિધાન પણ મહત્વનું છે. લોભથી પણ બચવું જોઇએ. લોભી વ્યક્તિ પરેશાનીને નિમંત્રણ આપે છે. ધનની વધુ લાલચ ન કરવી જોઇએ. લાલચને ખરાબ આદત માનવામાં આવે છે. ગીતા ઉપદેશમાં પણ શ્રીકૃષ્ણે લોભને એક અવગુણ ગણવ્યો છે.
વિદ્રાનનો મત છે કે, જે વ્યક્તિ બધાનું સન્માન કરે છે, ભેદભાવ રહિત વર્તન કરે છે. તેના પર લક્ષ્મીજીની કૃપા રહે છે. એટલા માટે કોઇનો અનાદાર ન કરવો જોઇએ અને કોઇ સાથે ભેદભાવ ન કરવો જોઇએ
સેવાનો ભાવ
સેવાનો ભાવ જેમનામાં હોય છે. તેમના પર પણ લક્ષ્મીની કૃપા રહે છે.લક્ષ્મીજી એવા લોકોને વિશેષ આશિષ પ્રદાન કરે છે, જે જન હિત માટે ધનનો ઉપયોગ કરે છે. આવા લોકો પાસે ક્યારેય ધનનો અભાવ નથી વર્તાતો.આવા લોકોને સમાજમાં સન્માન અને સહયોગ પણ પ્રાપ્ત થાય છે.
વિદ્વાનોના મત મુજબ વ્યક્તએ ધનનો પ્રયોગ સમજી વિચારીને કરવો જોઇએ, જે વગર વિચાર્યે ધનનો પ્રયોગ કરે છે. તેવા લોકોએ ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વ્યક્તિએ ક્યારેય આવકથી વધુ ખર્ચ ન કરવો જોઇએ. તો બીજી તરફ બીજાના ધનની લાલચ પણ ન રાખવી જોઇએ.
લોભથી બચવું જરૂરી છે. લોભી વ્યક્તિની પરેશાનીમાં સતત વૃદ્ધિ થતી રહે છે. લોભ કરનાર વ્યક્તિ જીવનનો આનંદ પણ નથી ઉઠાવી શકતો. લોભી વ્યક્તિ સતત ચિંતા અને ભયમાં ડૂબેલો રહે છે. લોભી વ્યક્તિ લક્ષ્મીના આશિષથી પણ વંચિત રહી જાય છે.