(Source: ECI/ABP News/ABP Majha)
Ganesh Chaturthi 2024 Sthapna: ગણેશ ચતુર્થી પર ઘરે કેવી રીતે કરશો ગણપતિની સ્થાપના, તો જાણો આ નિયમો
Ganesh Chaturthi 2024 Ganpati Sthapna Niyam: 7 સપ્ટેમ્બરે ગણેશજીનો જન્મોત્સવ ગણેશ ચતુર્થીના દિવસથી શરૂ થઈ રહ્યો છે, આ દરમિયાન ઘરમાં બાપ્પાની સ્થાપના કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
Ganesh Chaturthi 2024 Ganpati Sthapna Niyam: વર્ષ 2024માં 7 સપ્ટેમ્બર શનિવારથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. દસ દિવસ સુધી ચાલતો આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દરમિયાન બાપ્પાને ઘરે લાવી ઘરમાં બેસાડવામાં આવે છે. આ સમય દરમિયાન નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે, યોગ્ય વિધિ વિધાનથી બાપાની સ્થાપના કરવામાં આવે તો ગણપતિના આશિર્વાદ મળે છે. તેથી કેટલીક બાબતોનું ધ્યાન અવશ્ય રાખવું.
ગણેશ સ્થાપના માટેના નિયમો-
દિશાનું ધ્યાન રાખો
બાપ્પાને ઘરે લાવતી વખતે તેને યોગ્ય જગ્યાએ બેસાડવા ખૂબ જ જરૂરી છે. એટલા માટે ભગવાન ગણેશની સ્થાપના હંમેશા ઉત્તર દિશામાં કરવી જોઈએ. આ દિશા ખૂબ જ શુભ માનવામાં આવે છે.
સ્વચ્છતાનું ધ્યાન રાખો
દિશાની સાથે બાપ્પાની સ્થાપના કરતી વખતે પવિત્રતાનું ધ્યાન રાખો. બાપ્પાને સ્વચ્છ અને સુઘડ જગ્યાએ બિરાજમાન કરો. બેસાડતા પહેલા ગંગા જળથી સ્થળને શુદ્ધ કરવું.
શુદ્ધ ખોરાક
માત્ર સ્થળની જ નહીં પરંતુ ભોજનમાં પણ શુદ્ધતા હોવી જોઈએ. આ સમય દરમિયાન ઘરમાં માત્ર સાત્વિક ભોજન તૈયાર કરો અને દિવસમાં ત્રણ વખત બાપ્પાને ભોજન અર્પણ કરો. ખાસ ધ્યાન રાખો કે બાપ્પાને મોદક ખૂબ ગમે છે, તેથી મોદકને તેમના ભોજનમાં સામેલ કરો.
પ્રતિમા ખંડીત ન હોવી જોઈએ
બાપ્પાને ઘરે લાવતા કે તેમની મૂર્તિ ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખો કે તેમની મૂર્તિ ખંડિત ન થાય. તૂટેલી મૂર્તિની પૂજા કરવી જોઈએ નહીં.
રંગની કાળજી લો
બાપ્પાને રંગો ખૂબ જ પસંદ છે, તેથી ધ્યાનમાં રાખો કે તમે બાપ્પાને લાલ અથવા મિશ્રિત રંગના કપડાં પહેરાવો અને તેમને લાલ રંગના ફૂલો પણ ચઢાવો.
સમયસર પૂજા કરો
ભગવાન ગણેશનો જન્મ મધ્યાહન સમય દરમિયાન થયો હતો, તેથી ગણેશ પૂજા માટે મધ્યાહનનો સમય વધુ યોગ્ય માનવામાં આવે છે.
Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચો...
Ganesh Chaturthi 2024: લાલ બાગ ચા રાજાની પ્રથમ ઝલક આવી સામે, ઘરે બેઠા કરો બાપ્પાના દર્શન