Shanidev Holi 2021 Upay: રંગોનુ પર્વ હોળી શનિદેવ માટે છે ખાસ, આ ઉપાય કરીને મેળવો શનિદેવની વિશેષ કૃપા
Shanidev Holi 2021 Upay: શનિદેવ જનતાનો કારક છે. લોકો સાથે સીધા જ જોડાયેલા પર્વમાં હોળી સર્વોપરી છે. રંગોનો સંબંધ દષ્ટી ક્ષમતા સાથે છે. શનિદેવ તેના પણ કારક છે.
Shanidev Holi 2021 Upay: શનિદેવ જનતાનો કારક છે. લોકો સાથે સીધા જ જોડાયેલા પર્વમાં હોળી સર્વોપરી છે. રંગોનો સંબંધ દષ્ટી ક્ષમતા સાથે છે. શનિદેવ તેના પણ કારક છે.
28 અને 29 માર્ચ હોળીનું પર્વ છે. આ પર્વ સતયુગથી મનાવવામાં આવતું પ્રાચીન પર્વ છે. અર્થાંત દિવાળીથી બહુ પહેલા આ પર્વની ઉજવણી થતી આવી છે. આ પર્વ પ્રેમ સ્નેહ પ્રદર્શિત કરવાનો તહેવાર છે. આ પર્વ પ્રેમ, સદભાવ અને ઉલ્લાસનું પર્વ છે. હોળીનું પર્વ સકારાત્મકતા ઉર્જાનો પણ સંચાર કરે છે. આ વર્ષ શનિ મકરમાં અને ગુરૂ સાથે સંચરણ કરી રહ્યું છે. આ અવસરે આપનાથી મોટાના આશિષ લેવાનું ન ભૂલવું. તેમની સાથે સન્માનિત રીતે ફાગ પણ રમી શકાય છે. તેનાથી શનિ પ્રસન્ન થાય છે.
ફાગણ પૂર્ણિમાએ હોલિકા દહનનું વિધાન હોય છે. આ દિવસે શનિદેવની કૃપાથી જ ભક્ત પ્રહલાદને ન્યાય મળ્યો હતો. હોલિકાને શનિની કુપિત દૃષ્ટીથી દંડ મળ્યો હતો. હોળીના પર્વે લાચાર, મજબૂર, ગરીબ, શ્રમિકની મદદ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
હોળીનું પર્વ રંગોનું પર્વ છે. શનિ રંગો પ્રત્યે સંવેદનશીલ ગ્રહ છે. તેમના પ્રિય રંગ શ્યામ રંગમાં બધા જ રંગ સમાહિત છે. શનિની કૃપાથી વ્યક્તિ રંગો પ્રતિ ન માત્ર સંવેદનશીલ દષ્ટી રાખે છે પરંતુ તે બધુ જ પણ જોઇ શકશે કે, જે બીજાને નથી દેખાતું. શનિની પ્રબળતા માટે થોડા સમય માટે હોલિકા દહનની વિધિને શ્રદ્ધાભાવ સાથે જોવી જરૂર જોઇએ. ગત હોળીથી અત્યાર સુધીમાં જન્મેલા બાળકોને પણ હોળીના દર્શન કરાવવા શુભ મનાય છે.
શનિદેવને પ્રસન્ન કરવા કરો આ ઉપાય
- શનિદેવ પર સરસવનું તેલ ચઢાવો
- કાળા અડદનું દાન કરો
- કાળો ધાબળો કે કાળા વસ્ત્રોનું પણ દાન કરી શકાય
- કાળી છત્રીનું પણ દાન કરી શકાય.
- રોગીઓની સેવા કરો
- પરિશ્રમ કરનારનું સન્માન કરો.