Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
અંબાજીના પાડલિયા ગામે પોલીસ-વન વિભાગ સાથે ઘર્ષણનો કેસ. આદિવાસી સમાજના લોકો પહોંચ્યા દાતા પ્રાંત કચેરીએ. આદિવાસી સમાજને ન્યાય અપાવવા પ્રાંત અધિકારીને આપશે આવેદન. ન્યાય નહીં મળે તો ધરણા પર બેસી રહેવાની ઘડાઈ રણનીતિ.
બનાસકાંઠાના દાંતા તાલુકાના પાડલીયા ગામમાં વન વિભાગની ટીમ પર સ્થાનિક આદિવાસીઓએ તીર કામઠાથી હુમલો અને પથ્થર મારો કરતા સ્થિતિ તંગ બની. વન વિભાગની જમીનના લાંબા સમયથી ચાલતા વિવાદને લઈ જ્યારે વન વિભાની ટીમ પાડલીયા ગામ પહોંચી તો ઉશ્કેરાયેલા સ્થાનિકોના ટોળાએ તેમના પર પથ્થરમારો કર્યો અને તીર કામઠાથી હુમલો કર્યો.. જેમાં પોલીસ અને ફોરેસ્ટ વિભાગના કુલ 47 કર્મચારી અને અધિકારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. આ હુમલામાં અંબાજીના પીઆઈ આર. બી. ગોહિલને કાન પર તીર વાગતા તેઓ બેભાન થઈ ગયા હતા. LCBએ તેમનો જીવ બચાવ્યો અને સારવાર માટે તાત્કાલિક પાલનપુર રીફર કરવામાં આવ્યા.. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ અને ફોરેસ્ટ વિભાગની કેટલીક સરકારી ગાડીઓને પણ નિશાન બનાવી. પથ્થરમારાં દરમ્યાન આ વાહનોને આગ ચાંપી દેવામાં આવી અને તેને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું..હાલમાં પાડલીયા ગામમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે અને ભારે અજંપાભરી સ્થિતિ પ્રવર્તી રહી છે. પોલીસે હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની તજવીજ શરૂ કરી દીધી છે. આ ઘટના બાદ પાડલીયા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે અને પોલીસે હુમલાખોરો સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઘટનાની જાણ થતા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ અંબાજી દોડી આવ્યા અને સ્થિતિ વિશે માહિતી મેળવી. 500 લોકોના ટોળાએ પૂર્વ આયોજિત હુમલો કર્યો હોવાનું કલેક્ટરનું નિવેદન. પાડલીયા ગામ અંબાજીથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલુ છે અને વન વિભાગની સર્વે નંબર 9ની જમીનમાં નર્સરી અને પ્લાન્ટેશનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ હુમલો થયો. હુમલો કરવા માટે પથ્થરો, ગોફણ અને તીરકામઠા જેવા હથિયારોનો ઉપયોગ થયો..



















