Holi 2022: હોલિકાના દિવસે જો આ ભૂલ કરશો તો ઘરમાં નહિ રહે બરકત, આર્થિક મુશ્કેલીમાં થશે વધારો
Holi 2022, holika dahan 2022: હોળી પર હોલિકા દહનનું વિશેષ મહત્વ છે. હોલિકા દહનમાં શુભ મૂહૂર્તનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ખાસ કરીને દહનના સમયે નવવિવાહિતાએ આ બાબતોનું પણ ધ્યાન રાખવું જોઇએ..
Holi 2022, holika dahan 2022: હોળી પર હોલિકા દહનનું વિશેષ મહત્વ છે. હોલિકા દહનમાં શુભ મૂહૂર્તનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ખાસ કરીને દહનના સમયે નવવિવાહિતાએ આ બાબતોનું પણ ધ્યાન રાખવું જોઇએ..
હોળી ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે અને હોલિકા દહન સાંજે શુભ સમય અનુસાર તેનું ધ્યાન રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, હિરણ્યકશિપુએ હોલિકાના ખોળામાં બેસીને ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન હોલિકાનું દહન થઇ ગયું હતું. તે દિવસે ફાલ્ગુન માસની પૂર્ણિમા હતી. ત્યારથી હોલિકા દહન કરવામાં આવે છે.
હોલિકા દહન દુષ્ટતા પર ભક્તિની અને સદભાવનાની જીતના પ્રતીક તરીકે કરવામાં આવે છે. આ વખતે હોલિકા દહન 17મી માર્ચે અને હોળી 18મી માર્ચે ઉજવવામાં આવશે. હોલિકા દહન દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ દિવસને ભૂલીને પણ આ ગલતીઓ ન કરો. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.
હોલિકા દહન પર આ વાતોનું રાખો ધ્યાન
- હોલિકા દહનની અગ્નિને સળગતા શરીરનું પ્રતીક મનાય છે. જેથી કોઇ પણ નવવિવાહિત યુવતીએ આ અગ્નિને ન જોવી જોઇએ. તેને અશુભ મનાય છે. તેનાથી વૈવાહિક જીવન મુશ્કેલી શરૂ થઇ શકે છે.
- હોલિકા દહનના દિવસે કોઇ પણ વ્યક્તિને પૈસા ઉધાર ન આપવા જોઇએ, આવું કરવાથી ઘરમાં બરકત નથી રહેતી અને વ્યક્તિની આર્થિક સમસ્યાઓ વધવા લાગે છે. આટલું જ નહીં આ દિવસે ઉધાર લેવાની પણ મનાઇ કરવામાં આવે છે.
- માતાપિતાની જે એક જ સંતાન હોય તેને હોલિકા પ્રજ્જવલિત કરવાનું ટાળવું જોઇએ.જેને એક ભાઇ અને એક બહેન એમ હોય તેમને પણ હોળી પ્રજ્જવલિત કરવાની મનાઇ કરવામાં આવે છે.
- હોલિકા દહન માટે પીપળો, વડલો અને આંબાના લાકડાનો ઉપયોગ કરવો વર્જિત છે. આ કાષ્ટ દૈવીય અને પૂજનીય છે. તેમજ આ ઋતુમાં નવી કૂપળો આ વૃક્ષ પર આવે છે. જેથી પણ તેને પ્રગટાવવાની મનાઇ છે. હોલિકા દહન માટે છાણા કે ગૂલરના વૃક્ષોના કાષ્ટનો ઉપયોગ કરી શકાય છે.
- આજના દિવસે માતાના ચરણસ્પર્શ કરીને આશિર્વાદ અવશ્ય લો. આવું કરવાથી શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે અને તેની કૃપા બની રહી છે. આજના દિવસ ભૂલેચૂકે પણ મહિલાઓનું અપમાન ન કરવું જોઇએ.