Holi 2022: હોળીના દિવસે વાસ્તુની આ વાતો રાખો ધ્યાનમાં, બની શકો છો માલામાલ, ધન સંબંધી પરેશાનીથી મળશે છૂટકારો
Holi 2022: ધાર્મિક માન્યતા છે કે જો આ દિવસે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો જીવનની ઘણી સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે.
Holi 2022: હિન્દુ ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ મહત્વ છે. હોલિકા દહન ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે જો આ દિવસે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો જીવનની ઘણી સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે. આમાંના કેટલાક વાસ્તુ ઉપાયો પણ છે, જેને હોળીના દિવસે કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળી શકે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ચાલો જાણીએ. તમને જણાવી દઈએ કે આ વખતે હોળી 17 માર્ચે ઉજવવામાં આવશે. 17મી માર્ચે સાંજે હોલિકા દહન થશે અને 18મી માર્ચે લોકો ગુલાલથી રમશે. આવો જાણીએ કયા વાસ્તુ ઉપાયોથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે.
રાધા-કૃષ્ણનો ફોટો લગાવો- વાસ્તુશાસ્ત્ર અનુસાર હોળીના દિવસે બેડરૂમમાં રાધા-કૃષ્ણનો ફોટો લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. રૂમમાં ફોટો મૂક્યા પછી તેમને ગુલાલ અને ફૂલ ચઢાવો. આ કારણે પતિ-પત્ની વચ્ચે પરસ્પર પ્રેમ જળવાઈ રહેશે.
સૂર્યદેવની તસવીર લગાવોઃ- વાસ્તુ નિષ્ણાતોના મતે જો તમે પરિવારના કોઈપણ સભ્યની પ્રગતિ ઈચ્છતા હોવ તો હોળીના દિવસે મુખ્ય દ્વારની ઉપર સૂર્યદેવની તસવીર લગાવો. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. તેમજ દુઃખોમાંથી મુક્તિ મળે છે.
ઘરમાં લગાવો છોડ- એવું પણ માનવામાં આવે છે કે હોળીના દિવસે ઘરમાં તુલસીનો છોડ અથવા મની પ્લાન્ટ લાવવાથી ભાગ્ય બદલાય છે. ધાર્મિક માન્યતા છે કે છોડ ઘરમાં સૌભાગ્ય લાવે છે. તેની સાથે જ તેને ઘરમાં લગાવવાથી ગ્રહ દોષ પણ સમાપ્ત થાય છે.
હોળીના દિવસે બદલો ધજા- વાસ્તુ નિષ્ણાતોનું કહેવું છે કે હોળીના દિવસે ઘરની ટોચ પર લગાવવામાં આવેલ ધજાને બદલવી શ્રેષ્ઠ છે. ઘરમાં લગાવવામાં આવેલ ધજા પરિવારમાં સન્માન, સુખ અને સમૃદ્ધિ લાવે છે. સાથે જ ઘરના લોકો વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ, માન્યતાઓ પર આધારિત છે. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણાનો અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.