શોધખોળ કરો

Lunar Eclipse 2021 : ટૂંક સમયમાં જ થવાનું છે સદીનું સૌથી મોટું 'ચંદ્રગ્રહણ', જાણો તેની સાથે જોડાયેલી 10 મોટી વાતો

Lunar Eclipse 2021, Chandra Grahan 2021 : ચંદ્રગ્રહણ થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. ચંદ્રગ્રહણને એક મોટી ખગોળીય ઘટના તરીકે જોવામાં આવે છે.

Lunar Eclipse 2021, Chandra Grahan 2021 : ચંદ્રગ્રહણ થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. ચંદ્રગ્રહણને એક મોટી ખગોળીય ઘટના તરીકે જોવામાં આવે છે. ચંદ્રગ્રહણને જ્યોતિષશાસ્ત્રમાં મહત્વની ઘટના માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ચંદ્રગ્રહણની ઘટના મેષથી મીન રાશિના લોકોને અસર કરે છે.

શુક્રવાર, 19 નવેમ્બર, 2021 ના ​​રોજનું ચંદ્રગ્રહણ ખાસ છે. ચાલો જાણીએ આ ચંદ્રગ્રહણ સાથે જોડાયેલી 10 મોટી વાતો-

1 ચંદ્રગ્રહણ એ સદીનું સૌથી મોટું આંશિક ચંદ્રગ્રહણ છે. આ ચંદ્રગ્રહણ 19 નવેમ્બરે સવારે 11:34 વાગ્યે શરૂ થશે અને સાંજે 5:33 વાગ્યે સમાપ્ત થશે.
2 ચંદ્રગ્રહણના સમયે મકર રાશિમાં શનિ અને ગુરુની યુતિ રહેશે. 
3 આ વખતે ચંદ્રગ્રહણ વૃષભ રાશિમાં થઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ અશુભ ગ્રહ રાહુ વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે.
4 ચંદ્રગ્રહણ સમયે કૃતિકા નક્ષત્ર રહેશે. કૃતિકા નક્ષત્રનો સ્વામી સૂર્ય છે. તેથી તેની અસર સિંહ રાશિના લોકો પર પણ જોવા મળશે.
5 ચંદ્રગ્રહણ પછી બીજા દિવસે ગુરુની રાશિ બદલાવાની છે. 20 નવેમ્બરે ગુરુ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
6 19 નવેમ્બરે થવા જઈ રહેલા ચંદ્રગ્રહણ દરમિયાન સુતકનો સમયગાળો અસરકારક રહેશે નહીં. એટલે કે આ ચંદ્રગ્રહણ દરમિયાન સુતકના નિયમો લાગુ થશે નહીં. 7 સગર્ભા સ્ત્રીઓએ ચંદ્રગ્રહણ દરમિયાન વિશેષ સાવચેતી રાખવી જોઈએ.
8 વૃષભ, સિંહ રાશિની સાથે કૃતિકા નક્ષત્રમાં જન્મેલા લોકો પર ચંદ્રગ્રહણની અસર વધુ રહેશે.
9 ચંદ્રગ્રહણના 15 દિવસ પછી એટલે કે 4 ડિસેમ્બર, 2021ના રોજ સૂર્યગ્રહણ થવાનું છે.
10 ભારતમાં ચંદ્રગ્રહણની કોઈ અસર નથી. તે ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યોના માત્ર થોડા ભાગોમાં જ જોઈ શકાય છે. ચંદ્રગ્રહણના બીજા દિવસે માર્ગશીર્ષ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. 20 નવેમ્બર એ માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિ છે.

Horoscope Today: આ રાશિના જાતનો રામ નામના જાપથી કરે દિવસની શરૂઆત, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Horoscope Today 18 November 2021: પંચાગ અનુસાર આજે કારતક સુદ ચૌદશની તિથિ છે. આજે ચંદ્ર મેષ રાશિમાં રહેશે અને નક્ષત્ર ભરણી છે.

મેષઃ આજના દિવસે ઉત્સાહિત થઈને મોજ મસ્તી સાથે દિવસ પસાર થશે. ઉચ્ચ અધિકારી તમારા કામથી પ્રસન્ન થશે. ઘરમાં કોઈ વિવાદ થવાની આશંકા છે, તેથી વડીલો સાથે વાત કરતી વખતે શાંત રહેવામાં ભલાઈ છે.

વૃષભઃ આજના દિવસે મનમાં નકારાત્મક વિચાર આવી શકે છે. બાળકો સામે અન્ય લોકોની બુરાઈ કરવાથી બચજો. અસ્થમાના દર્દીએ વિશેષ સાવધ રહેવું. કોઈ કામમાં માતાનું માર્ગદર્શન મળી શકે છે.

મિથુનઃ આજના દિવસે માનસિક રીતે દબાણમાં આવવાથી બચજો. ધર્મ કર્મ પર ધ્યાન આપીને પૂજા પાઠ કરજો. પરિવાર અને સમાજનો તાલમેલ બનાવીને ચાલજો. જો કોઈ પ્રકારની એલર્જી હોય તો તેનાથી સાવધ રહેજો.

કર્કઃ તમાર દિવસની શરૂઆત રામ નામના જાપથી કરજો. પૂજા પાઠ પર પણ ધ્યાન આપજો. જો કોઈ બીમારીની દવા લેતા હો તો ભૂલ્યા વગર અચૂક લેજો. કામમાં સારું પ્રદર્શન કરી શકો છો.

સિંહઃ આજના દિવેસ કાર્ય ન થાય તો ધીરજ ન ગુમાવતા. કોઈ જુના વિવાદને હવા ન આપતાં નહીંતર રાયનો પહાડ બનવામાં વાર નહીં લાગે. પરિવાર સાથે કોઈ માંગલિક કાર્યમાં જવાનો મોકો મળી શકે છે.

કન્યાઃ આજના દિવસે વાણીનો સંયમ જાળવી રાખજો. બીજાની વાતોને સાંભળ્યા વગર કાપતાં નહી. નકારાત્મક ગ્રહનો પાવર ઘટાડવા સારા પુસ્તકરો વાંચો. ઘરના વડીલોની વાતો ન સાંભળવાનું મોંઘુ પડી શકે છે. પિતા સાથે કોઈ વાતને લઈ વિવાદ થવાની આશંકા છે.

તુલાઃ જો ઘરની જવાબદારી તમારા પર છે તો બિનજરૂરી ખર્ચ પર અંકુશ લગાવજો. નાની નાની વાતોમાં ગુસ્સાથી બચજો. વેપારી વર્ગ મોટા રોકાણથી બચે. પરિવારના લોકો સાથે કેટલાક ભાવનાત્મક નિર્ણય લેવા પડશે.

વૃશ્ચિકઃ આજના દિવસે પોઝિટિવ થિંકની સાથે કરિયર પર ફોક્સ કરવું જોઈએ. સામાજિક કાર્યો સાથે જોડાયેલા લોકોના માન-સન્માનમાં વધારો થશે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે.

ધનઃ આજના દિવસે ઉધાર આપવાથી બચજો. ઓફિસમાં ગપશપમાં સમય બરબાદ ન કરતાં. વ્યવસાયમાં ઉત્સાહ સાથે આર્થિક પ્રદર્શન કરવું પડશે. હૃદય રોગના દર્દીઓ સાવધાન રહે અને વધારે ક્રોધ કરવાથી બચજો. વિષમ પરિસ્થિતિમાં પિતાની સલાહ કારગર નીવડશે.

મકરઃ આજના દિવસે દિમાગને શાંત રાખીને ભવિષ્યનું પ્લાનિંગ કરો. ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધિત ચીજોનું પ્લાનિંગ સારું કરજો. ઘરમાં ટીવી, ફ્રિઝ જેવી નવી વસ્તુ લાવવાનું પ્લાનિંગ કરી શકો છો. જીવનસાથી અને મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે.

કુંભઃ આજના દિવસે તમારી ધારણા મુજબ કામ થવાથી પ્રસન્ન રહેશે. માનસિક કાર્યોને શાંતિ તથા સ્ફૂર્તિ સાથે કરી શકશો. બદલાતા મોસમના કારણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. કર્મક્ષેત્રમાં કાર્યોમાં બેદરકારી મોઘી પડી શકે છે.

મીનઃ આજના દિવસે ઘરનો માહોલ શાંત રહે તેના પર ધ્યાન આપજો. ગ્રહોની સ્થિતિ અગ્નિ સંબંધિત દુર્ઘટના કરાવી શકે છે. સાસરી પક્ષ સાથે તણાવ થવાની સંભાવના છે, બિનજરૂરી વાતોને હવા ન આપતા નહીંતર વિવાદ વધી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપAmreli Lion Video: અમરેલી જિલ્લામાં સિંહોના ધામા, ઇંગોરાળા ગામે 4 પશુઓનું કર્યુ મારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
Gujarat weather update: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel forecast
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
Embed widget