મહાશિવરાત્રિએ જ ખુલ્લે છે આ શિવાલય, મનોકામના પુરી થતાં કરવું પડે છે આ કામ, જાણો મંદિરની રોચક વાતો
દેશભરમાં ભગવાન શિવના ઘણા પ્રખ્યાત મંદિરો છે. સમગ્ર વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુ આ મંદિરોની મુલાકાત લે છે. ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે દૂર-દૂર સુધી ભક્તોની લાઈન લાગી છે. ચાલો આ મંદિર વિશેની અન્ય રોચક વાતો જાણીએ .
![મહાશિવરાત્રિએ જ ખુલ્લે છે આ શિવાલય, મનોકામના પુરી થતાં કરવું પડે છે આ કામ, જાણો મંદિરની રોચક વાતો Mahashivratri 2022 someshwar mahadev mandir door will open once in a year know the reason મહાશિવરાત્રિએ જ ખુલ્લે છે આ શિવાલય, મનોકામના પુરી થતાં કરવું પડે છે આ કામ, જાણો મંદિરની રોચક વાતો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/24/31f3c7a973ddbd8b1c83dbc707776897_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
દેશભરમાં ભગવાન શિવના ઘણા પ્રખ્યાત મંદિરો છે. સમગ્ર વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુ આ મંદિરોની મુલાકાત લે છે. ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે દૂર-દૂર સુધી ભક્તોની લાઈન લાગી છે. ચાલો આ મંદિર વિશેની અન્ય રોચક વાતો જાણીએ .
દેશભરમાં ભગવાન શિવના ઘણા પ્રખ્યાત મંદિરો છે. સમગ્ર વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુ આ મંદિરોની મુલાકાત લે છે. ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે દૂર-દૂરથી ભક્તોની લાઈન લાગી છે. પરંતુ મધ્યપ્રદેશમાં એક મહાદેવનું મંદિર પણ છે, જે મહાશિવરાત્રીના દિવસે જ ખુલે છે. ભોલેનાથનું આ મંદિર મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં આવેલું છે. પ્રાચીન સોમેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતું આ મંદિર ઊંચા પર્વત પર આવેલું છે. અહીં ભગવાન સોમેશ્વર મહાદેવના દર્શન ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે.
માત્ર મહાશિવરાત્રિમાં ખુલ્લે છે મંદિર
સોમેશ્વર મહાદેવ મંદિરની ખાસ વાત એ છે કે તેના દરવાજા વર્ષમાં માત્ર એક જ વાર મહાશિવરાત્રીના દિવસે ખોલવામાં આવે છે. મંદિરના દ્વાર સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી માત્ર 12 કલાક માટે જ ખોલવામાં આવે છે. વહીવટી અને પુરાતત્વ વિભાગની હાજરીમાં મંદિરને સૂર્યાસ્ત પછી ખોલવામાં આવે છે અને બંધ કરવામાં આવે છે.
સર્વ લોકોની મનોકામનાને કરે છે પરિપૂર્ણ
બંધ મંદિરના દિદાર માટે પણ ભક્તો અહીં પહોંચે છે. આખા વર્ષ દરમિયાન ભક્તો આવતા-જતા રહે છે. મંદિરનો દરવાજો બંધ રહે છે. તેમ છતાં આ સ્થાનનું એટલું મહત્વ છે કે, ભક્તો દ્વારની બહારથી બાબા સોમેશ્વરની પૂજા કરે છે અને મન્નત માંગે છે. વ્રત કરતી વખતે, આ લોકો મંદિરના લોખંડના દરવાજા પર કલાવા એટલે કે નાડાછડી બાંધે છે. બાદ મન્નત પૂર્ણ થયા પછી તેને ખોલવા માટે આવવું પડે છે.
શ્રાવણ માસમાં આ રીતે થાય છે દર્શન
મંદિર વિશે એક વાત પ્રચલિત છે કે, જ્યારે અહીંના શિવલિંગ પર સૂર્યના કિરણો પડે છે ત્યારે તે સોનાની જેમ ચમકી ઉઠે છે. સાથે જ શ્રાવણ માસમાં ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. શિવલિંગના જલાભિષેક માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. ભગવાન શિવના દૂરથી દર્શન થાય છે અને અને પાઇપ દ્વારા શિવલિંગને જળ અને દૂધનો અભિષેક કરાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)