આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
શું તમે જાણો છો કે આ વ્યસ્ત જીવનમાં તમે તમારા શરીરને તાજગી આપવા માટે જે વિટામિન સપ્લિમેન્ટ્સ અથવા ડાઇટ્રી સપ્લિમેન્ટ્સ લઈ રહ્યા છો. તેનાથી કેન્સર થઈ શકે છે

Vitamin Supplement Cause Cancer : શું તમે જાણો છો કે આ વ્યસ્ત જીવનમાં તમે તમારા શરીરને તાજગી આપવા માટે જે વિટામિન સપ્લિમેન્ટ્સ અથવા ડાઇટ્રી સપ્લિમેન્ટ્સ લઈ રહ્યા છો. તેનાથી કેન્સર થઈ શકે છે. એક નવા સંશોધનમાં આ અંગે ખૂબ જ ચોંકાવનારો ખુલાસો થયો છે.
અભ્યાસ મુજબ, ડાઇટ્રી સપ્લીમેન્ટમાં નિકોટીનામાઇડ રાઇબોસાઇડ નામનું એક ડાઇટ્રી સપ્લીમેન્ટ છે જે કેન્સરનું જોખમ વધારે છે. નિકોટીનામાઇટ રાઇબોસાઇડ (NR) એ વિટામિન B3 નું એક સ્વરૂપ છે. અમેરિકાની મિઝોરી યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં આ સપ્લીમેન્ટ સામે ચેતવણી આપવામાં આવી છે.
વિટામિન સપ્લિમેન્ટ્સ કેમ ખતરનાક છે?
સંશોધકોએ અભ્યાસમાં શોધી કાઢ્યું કે નિકોટીનામાઇન રાઇબોસાઇડનું હાઇ લેવલથી ટ્રિપલ નેગેટિવ સ્તન કેન્સરનું જોખમ વધારે છે. આનાથી મગજનું કેન્સર મેટાસ્ટયેડ પણ થઈ શકે છે. મિસોરી યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર એલિનાએ જણાવ્યું હતું કે નિકોટીનામાઇન રાઇબોસાઇડ એક એવું સપ્લીમેન્ટ છે જે સેલ્યુલર એનર્જીના સ્તરમાં વધારો કરે છે.
કેન્સર કોષો આ ઉર્જા સ્તરનો ઉપયોગ તેમના ખોરાક અને પીણા માટે કરે છે. આ કેન્સરના કોષોના ચયાપચયને વેગ આપે છે અને તેમના વિકાસનું કારણ બને છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે NRનો ઉપયોગ કેન્સર ઉપચારની નકારાત્મક અસરો ઘટાડવા માટે થાય છે. તેથી આ અભ્યાસ વધુ મહત્વપૂર્ણ બને છે.
વિટામિન સપ્લિમેન્ટ્સ કેન્સરના કોષોને વધારે છે
એલીનાના પિતાનું કેન્સરને કારણે અવસાન થયું. આ જ કારણે તેમણે આ પ્રકારના સંશોધનમાં ખાસ રસ દાખવ્યો હતો. તેમણે કહ્યું કે કેટલાક લોકો વિટામિન સપ્લિમેન્ટ્સ લે છે, તેઓ વિચારે છે કે તે શરીરને મજબૂત બનાવે છે, પરંતુ વિટામિન સપ્લિમેન્ટ્સ લીધા પછી તે શરીરમાં કેવી રીતે કાર્ય કરે છે તે બહુ ઓછા લોકો જાણે છે.
શું કરવું જોઈએ?
મુખ્ય સંશોધક એલિનાએ જણાવ્યું હતું કે આ વિષય પર જાગૃતિનો અભાવ છે, તેથી લોકો કોઈ કારણ અને માહિતી વિના વિટામિન ટેબલેટ્સ લઈ રહ્યા છે. પરંતુ તેમણે જાણવું જોઈએ કે એકવાર કેન્સર મગજમાં ફેલાઈ જાય પછી, તેની સારવાર કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. સંશોધન સમજાવે છે કે નિકોટીનામાઇન રાઇબોસાઇડ કેવી રીતે કાર્ય કરે છે. તે કેવી રીતે ફેલાય છે? જેથી તેની આડઅસરો ટાળી શકાય.
Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા કે માહિતીની પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી કે માન્યતાનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
ધૂમ્રપાન ન કરનારાઓમાં પણ વધી રહ્યા છે ફેફસાના કેન્સરના કેસ? જાણો આવું થવા પાછળના કારણો શું છે...
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
