'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
આમ કરવાથી ઓફિસના શિસ્તબદ્ધ વાતાવરણ પર અસર પડી શકે છે.

'વર્કપ્લેસ પર સીનિયર્સનો ઠપકો 'ઇરાદાપૂર્વકનું અપમાન' ગણી શકાય નહીં અને તેના પર ફોજદારી કાર્યવાહી કરી શકાતી નથી.' સુપ્રીમ કોર્ટે પોતાના એક ચુકાદામાં આ વાત કહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા કેસોને ગુનાના દાયરામાં લાવવાથી ગંભીર પરિણામો આવી શકે છે. આમ કરવાથી ઓફિસના શિસ્તબદ્ધ વાતાવરણ પર અસર પડી શકે છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજય કરોલ અને સંદીપ મહેતાની બેન્ચે જણાવ્યું હતું કે માત્ર દુર્વ્યવહાર, અસભ્યતા અથવા અભદ્રતાને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 504 હેઠળ ઇરાદાપૂર્વકનું અપમાન કહી શકાય નહીં. કલમ 504 IPCમાં શાંતિ ભંગ કરવાના ઈરાદાથી અપમાનની જોગવાઈ છે. આમાં બે વર્ષ સુધીની સજા થઈ શકે છે. જૂલાઈ 2024થી તેને ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 352 દ્વારા બદલવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે 2022ના એક કેસને રદ કરતી વખતે આ વાત કરી હતી. જેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ મેન્ટલ ડિસેબિલિટીઝના કાર્યકારી ડિરેક્ટર પર એક સહાયક પ્રોફેસરનું અપમાન કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ કેસમાં ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે ડિરેક્ટરે અન્ય કર્મચારીઓની સામે તેમને ઠપકો આપ્યો હતો અને ફટકાર લગાવી હતી. એવો પણ આરોપ મુકવામાં આવ્યો હતો કે ડિરેક્ટરે સંસ્થામાં પૂરતા પ્રમાણમાં PPE કીટ પૂરા પાડ્યા ન હતા, જેના કારણે કોવિડ-19 જેવા ચેપી રોગો ફેલાવાનું જોખમ હતું.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ આરોપો માત્ર અટકળો છે. અમારા મતે ઉપરી અધિકારી દ્વારા આપવામાં આવેલો ઠપકો 'અનાદર કરવાના ઈરાદાથી' ન કહી શકાય, જો તે ઠપકો કાર્યસ્થળની શિસ્ત અને ફરજોના નિભાવ સાથે સંબંધિત હોય. કોર્ટે કહ્યું, 'એ એક સામાન્ય અપેક્ષા છે કે જે વ્યક્તિ કાર્યસ્થળનું સંચાલન કરે છે તે તેના જૂનિયરો પાસેથી તેમની વ્યાવસાયિક ફરજો અત્યંત નિષ્ઠા અને સમર્પણ સાથે નિભાવવાની અપેક્ષા રાખે છે.'
‘શિક્ષિત પત્ની ફક્ત ભરણપોષણ માટે બેરોજગાર ના રહી શકે’: ઓડિશા હાઇકોર્ટે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
