શોધખોળ કરો

Mahashivratri Fasting : મહાશિવરાત્રિના ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું નહીં, જાણો અહીં 

મહાશિવરાત્રિને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને આધ્યાત્મિક તહેવાર માનવામાં આવે છે. આ દિવસ ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્નનું પ્રતીક છે.

Mahashivratri fasting 2026: મહાશિવરાત્રિને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને આધ્યાત્મિક તહેવાર માનવામાં આવે છે. આ દિવસ ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્નનું પ્રતીક છે અને આત્મશુદ્ધિ, આત્મનિયંત્રણ અને આધ્યાત્મિક સાધનાનો અવસર પણ પૂરો પાડે છે. દર વર્ષે લાખો ભક્તો આ દિવસે ઉપવાસ રાખે છે અને ભગવાન શિવની પૂજા કરે છે. મહાશિવરાત્રિ ઉપવાસ માત્ર એક ધાર્મિક પરંપરા જ નથી, પરંતુ શરીર અને મનને શુદ્ધ કરવાનો પણ એક માર્ગ છે. જો કે, લોકો ઘણીવાર વિચારે છે કે ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું. યોગ્ય માહિતીના અભાવે ઘણા લોકો અજાણતાં ઉપવાસના નિયમો તોડી નાખે છે. 

2026 માં મહાશિવરાત્રિ ક્યારે છે ?

2026 માં મહાશિવરાત્રિ ક્યારે ઉજવાશે તે અંગે મૂંઝવણ છે. તો, અમે તમને જણાવી દઈએ કે, ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 15 ફેબ્રુઆરી, રવિવારના રોજ સાંજે 5:04 વાગ્યે શરૂ થશે. આ તિથિ 16 ફેબ્રુઆરી, સોમવારના રોજ સાંજે 5:34 વાગ્યા સુધી ચાલશે. ચતુર્દશી તિથિ રાત્રે હોવાથી, મહાશિવરાત્રીનું વ્રત અને પૂજા 15 ફેબ્રુઆરીએ કરવામાં આવશે.

મહાશિવરાત્રિ વ્રતનું મહત્વ 

મહાશિવરાત્રિ વ્રત તપસ્યા, આત્મનિયંત્રણ અને ભક્તિનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને જીવનમાં શાંતિ અને સંતુલન આવે છે. ઘણા ભક્તો ઉપવાસમાં ફળો અથવા સાત્વિક ખોરાકનો ઉપયોગ કરે છે. ઉપવાસનો હેતુ શરીરને કષ્ટ આપવાનો નહીં, પરંતુ ઇન્દ્રિયો પર નિયંત્રિણ  અને મનને શુદ્ધ કરવાનો છે.

1. ફળો અને સૂકા ફળો 

સફરજન, કેળા, પપૈયા, દ્રાક્ષ અને દાડમ જેવા ફળો ખાઈ શકાય છે. ઉપવાસ દરમિયાન કિસમિસ, બદામ, કાજુ અને અખરોટ પણ ખાઈ શકો છે.

2. દૂધ અને દૂધ આધારિત ખોરાક

દૂધ, દહીં, છાશ, માખણ અને ચીઝનું સેવન કરી શકાય છે. દૂધ આધારિત ખીર અથવા શેક પણ ઉપવાસ માટે સારા વિકલ્પો છે.

3. ઉપવાસ માટે લોટ

ઉપવાસ દરમિયાન  રાજગરાનો લોટ ખાઈ શકાય છે. તેનો ઉપયોગ પુરી, પરાઠા અથવા ચીલા બનાવવા માટે થાય છે.

4. સાબુદાણા

સાબુદાણાની ખીચડી, સાબુદાણા વડા અથવા ખીર ઉપવાસ દરમિયાન લોકપ્રિય અને ઉર્જા આપનારા ખોરાક છે. આનો પણ ઉપવાસમાં સમાવેશ કરી શકાય છે.

5. સેંધા મીઠું 

નિયમિત મીઠાને બદલે ફક્ત સેંધા મીઠુંનો ઉપયોગ કરો. ઉપવાસ દરમિયાન પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

મહાશિવરાત્રિના ઉપવાસ દરમિયાન શું ન ખાવું જોઈએ ? 

1. અનાજ અને કઠોળ: ઉપવાસ દરમિયાન ચોખા, ઘઉં, મકાઈ, જવ, કઠોળ અને તેમાંથી બનેલી કોઈપણ ખાદ્ય વસ્તુઓ પર પ્રતિબંધ છે.

2. સામાન્ય મીઠું: ઉપવાસ દરમિયાન  મીઠું અથવા આયોડિનયુક્ત મીઠું વાપરવામાં આવતું નથી.

3. ડુંગળી અને લસણ: લસણ-ડુંગળીને તામસિક ખોરાક માનવામાં આવે છે, તેથી મહાશિવરાત્રિના ઉપવાસ દરમિયાન તેનું સેવન ન કરવું જોઈએ.

4. માંસાહારી ખોરાક અને દારૂ: માંસ, માછલી, ઈંડા અને દારૂ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.

5. પેકેજ્ડ અને જંક ફૂડ: ઉપવાસ દરમિયાન બજારમાંથી પ્રોસેસ્ડ અને તળેલા જંક ફૂડ ટાળવા જોઈએ.

ટોપ સ્ટોરી

શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget