Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Ambalal Patel forecast: ગુજરાતમાં મેઘરાજા હજુ પણ મન મૂકીને વરસવાના મૂડમાં છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને એક મોટું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમની આગાહી મુજબ, 30 જુલાઈથી રાજ્યના તમામ ઝોનમાં ફરી એકવાર વરસાદનું જોર વધશે અને 3 થી લઈને 20 ઈંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર વધુ રહેવાની સંભાવના છે, સાથે જ ઓગસ્ટ મહિનામાં પણ નવી સિસ્ટમ બનવાના સ્પષ્ટ એંધાણ છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. ત્યારબાદ, એટલે કે 30 જુલાઈથી વરસાદનું જોર અચાનક વધી જશે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે એકસાથે 5 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમ્સની અસરને કારણે 30 જુલાઈથી 3 ઓગસ્ટની વચ્ચે આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાનું અનુમાન છે.





















