Navratri 2022 Day 4 Puja: નવરાત્રીના ચોથા દિવસે આ રીતે કરો મા કુષ્માંડાની પૂજા, જાણો ભોગ અને ઉપાય
Maa Kushmanda Pujan Vidhi: કુષ્માંડા દેવીની કૃપાથી સાધકને રોગો, શોક અને તમામ દોષો સામે લડવાની શક્તિ મળે છે. મા કુષ્માંડાને અષ્ટભુજા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે.
Shardiya Navratri 2022 4th Day Maa Kushmanda: નવરાત્રીના ચોથા દિવસે આદિશક્તિ ભવાનીના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. મા કુષ્માંડાને સૂર્યમંડળની પ્રમુખ દેવી માનવામાં આવે છે. કુષ્માંડા દેવીની કૃપાથી સાધકને રોગો, શોક અને તમામ દોષો સામે લડવાની શક્તિ મળે છે. 29 સપ્ટેમ્બર 2022ના રોજ મા કુષ્માંડાની પૂજા કરવામાં આવશે.
કોણ છે મા કુષ્માંડા
મા કુષ્માંડાને અષ્ટભુજા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના હાથમાં ધનુષ્ય, બાણ, ચક્ર, ગદા, અમૃત કળશ, કમળ અને કમંડળ શોભે છે. કહેવાય છે કે વિશ્વની રચના પહેલા જ્યારે ચારે તરફ ગાઢ અંધકાર હતો ત્યારે દેવીના આ સ્વરૂપથી જ સૃષ્ટિની રચના થઈ હતી. મા કુષ્માંડા એટલે વાસણમાં રહેલું ફળ, જેમાંથી પેઠા બનાવવામાં આવે છે. તેનો ભોગ લગાવવાથી કુષ્માંડા દેવી ખૂબ જ પ્રસન્ન થાય છે.
મા કુષ્માંડાની પૂજન વિધિ
- મા કુષ્માંડાની પૂજામાં પીળા વસ્ત્રો પહેરો. પૂજા સમયે દેવીને પીળું ચંદન ચઢાવો.
- કુમકુમ, મૌલી, અક્ષત ચઢાવો.
- હવે એક સોપારીમાં થોડું કેસર લો અને ओम बृं बृहस्पते नमः મંત્રનો જાપ કરતી વખતે દેવીને અર્પણ કરો.
- ઓમ કુષ્માંડાય નમઃ મંત્રની માળાનો જાપ કરો અને દુર્ગા સપ્તશતી અથવા સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરો.
- અપરિણીત મહિલાઓ આ ઉપાય કરે તો તેમને જલદી સારો વર મળતો હોવાની માન્યતા છે.
મા કુષ્માંડાનો વિશેષ ભોગ
મા કુષ્માંડાને માલપુઆ અર્પણ કરો. તેનાથી બુદ્ધિ, કીર્તિ અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે. રોગોનો નાશ થાય છે. માલપુઆ અર્પણ કર્યા પછી તેને પ્રસાદ તરીકે તમે પણ ગ્રહણ અને બ્રાહ્મણને દાન કરો.
ચોથા દિવસનો રંગ
મા કુષ્માંડાને પીળો રંગ ખૂબ પ્રિય છે. આ દિવસે દેવીને પીળા રંગના વસ્ત્ર, પીળી બંગડી અને પીળી મીઠાઈ અર્પણ કરો.
મા કુષ્માંડાનું પ્રિય ફૂલ
દેવી કુષ્માંડાને પીળુ કમળ ખૂબ પસંદ છે. માન્યતા છે કે દેવીને અર્પિત કરવાથી સાધકને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે.
મા કુષ્માંડા મંત્ર
- બીજ મંત્રઃ कुष्मांडा: ऐं ह्री देव्यै नम:
- પૂજા મંત્રઃ ॐ कूष्माण्डायै नम:
- ધ્યાન મંત્રઃ वन्दे वांछित कामर्थे चन्द्रार्घकृत शेखराम्। सिंहरूढ़ा अष्टभुजा कूष्माण्डा यशस्वनीम्॥
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચોઃ
Navratri Vastu Tips: નવરાત્રી પૂજામાં વાસ્તુના આ નિયમોનું કરો પાલન, માતા થશે પ્રસન્ન