શોધખોળ કરો

Navratri 2022: નવરાત્રી પર આ રીતે ઘર અને મંદિરની કરો સજાવટ

Navratri 2022: નવરાત્રિમાં દેવીનું સ્વાગત કરવા માટે ઘર અને મંદિરને એવી રીતે સજાવો કે માતા પ્રત્યેની તમારી શ્રદ્ધા વધુ વધે. તો અમે તમને કેટલાક સરળ અને સુંદર સુશોભન આઈડિયા આપીએ છીએ.

Navratri 2022: નવરાત્રિમાં દેવીનું સ્વાગત કરવા માટે ઘર અને મંદિરને એવી રીતે સજાવો કે માતા પ્રત્યેની તમારી શ્રદ્ધા વધુ વધે. તો અમે તમને કેટલાક સરળ અને સુંદર સુશોભન આઈડિયા આપીએ છીએ. નવરાત્રી નિમિતે નવ દિવસ સુધી નવ દેવી-દેવતાઓની પૂજા-અર્ચના સાથે દરેક ઘરમાં કળશની સ્થાપના કરવામાં આવે છે. ઘરમાં દેવીના આગમનની તૈયારીઓ ખૂબ જ ઉત્સાહ અને આદરપૂર્વક કરવામાં આવે છે. ઘર અને મંદિરની સજાવટ ન માત્ર દેવીને પ્રસન્ન કરે છે પરંતુ આ શણગાર મનમાં ઉત્સાહ અને આદર વધારવાનું પણ કામ કરે છે. 

નવરાત્રિ પર આ રીતે સજાવો તમારા ઘર અને મંદિરને

1. દીવાથી કરો દેવીનું સ્વાગત

નવરાત્રિના પ્રથમ દિવસે, તમારે દેવીનું તેજસ્વી દીવાઓ સાથે સ્વાગત કરવું જોઈએ. દીવાનું તેજ અને સુંદરતા તમારા ઘર અને મંદિરને પ્રકાશિત કરશે. સૌથી સહેલો અને સુંદર રસ્તો એ છે કે ઘર અને મંદિરને દીવાઓથી સજાવવું. આ દીવાઓને રંગોળી કે ફૂલોના શણગાર વચ્ચે રાખવાથી શણગારમાં વધારો થશે.

2. ફૂલોથી શણગાર

ફૂલો વિના કોઈપણ શણગાર અધૂરો લાગે છે અને જ્યાં દેવીની પૂજા થાય છે ત્યાં ફૂલોનું મહત્વ વધી જાય છે. સુગંધિત ફૂલોની સુગંધ અને તેમની સુંદરતા મનને ભગવાન સાથે જોડવાનું કામ કરે છે. ફૂલોની વિન્રમતા અને શુદ્ધતા અચુક છે. ઘર અને મંદિરમાં એક મોટું તાંબાનું વાસણ લો અને તેમાં પાણી નાખો અને ઉપરથી ફૂલની પાંખડીઓ વિખેરી દો. ઘરના મુખ્ય દ્વાર પર ફૂલોનું તોરણ બનાવો અને મંદિરને પણ ફૂલોથી શણગારો. ગુલાબના ફૂલથી કાલીન બનાવો જ્યાં દેવીની મૂર્તિ રાખવામાં આવશે. આ ફૂલોની સુગંધ હવામાં પ્રસરે ત્યારે મન આપોઆપ શ્રદ્ધાથી ભરાઈ જશે.

3. ફાનસનો ઉપયોગ કરો

રોશની શણગારને પૂર્ણ કરે છે. જો તમે ઈચ્છો તો તમારા ઘરમાં કેટલાક રંગબેરંગી ફાનસ લઈ લાવો. ઘર અને મંદિરને સજાવવાની આ સૌથી સુંદર રીત હોઈ શકે છે. આ ફાનસને મુખ્ય દ્વાર, ટેરેસ કે મંદિર પાસે લટકાવી દો. પ્રયાસ કરો કે આ ફાનસ ટેરાકોટાના બનેલા હોય. તેઓ ડિઝાઇનર હોવાની સાથે સાથે પવિત્ર પણ માનવામાં આવે છે. તમે તેમાં દીવો અથવા સુગંધિત મીણબત્તી મૂકીને શણગાર કરી શકો છો.

4. LED લાઇટનો ઉપયોગ કરો

તમે ડેકોરેશન માટે નાની લાઇટો સાથે એલઇડી લાઇટનો પણ ઉપયોગ કરી શકો છો. તમે તેને કાચની બોટલમાં મૂકીને અથવા ઝુમ્મર બનાવીને તેમાં આ લાઇટ્સ મૂકીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. જ્યારે તેનો પ્રકાશ બહાર આવે છે ત્યારે મન ખીલી ઉઠે છે. 

5. માટીની સુશોભનની વસ્તુઓ
સુશોભન માટે માટીના સામાનનો ઉપયોગ કરો. આ માટે મોટા ટબ જેવા માટીના વાસણમાં ફ્લોટિંગ મીણબત્તીઓ, ફ્લોટિંગ ફૂલની પાંખડીઓ વગેરેનો ઉપયોગ કરો. જો તમે ઈચ્છો તો તેમાં ફૂલ, રંગીન પાણી નાખીને ઘર કે મંદિરની સામે રાખી દો. તમે માટીની ઘણી સુશોભન વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકો છો.

6. રંગોળી
રંગોળી એ માત્ર શણગાર માટે જ નથી, પરંતુ રંગોળી એ સ્વાગત કરવાની રીત પણ છે. તેથી, નવરાત્રિમાં દેવીના આગમન પર, તમારા ઘરના મુખ્ય દ્વાર અને મંદિરમાં રંગોળી બનાવો. રંગોળી તહેવારની અનુભૂતિ કરાવે છે. તમે રંગો, ફૂલો, દીવા, દાળ અથવા ચોખા વગેરેથી પણ રંગોળી બનાવી શકો છો.

7. રંગીન કાગળ સાથે ઝાલર બનાવો

ઘર કે મંદિરની સજાવટની એક ખાસ અને પરંપરાગત રીત છે રંગીન કાગળથી બનેલી ઝાલર. તમે કાગળમાંથી ફાનસ, તોરણ, ઝુમ્મર વગેરે બનાવીને પણ ઘર-મંદિરને સજાવી શકો છો. જ્યારે તમે દેવીના આગમનને તમારી જાતે બનાવેલી શણગારાત્મક વસ્તુઓથી આવકારશો, તો તમારા મનમાં તહેવાર અને દેવી પ્રત્યેની તમારી ભક્તિ વધશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget