શોધખોળ કરો

Navratri 2023 Maa Brahmacharini: નવરાત્રિના બીજા દિવસે કરો મા બ્રહ્મચારિણીની પૂજા, કરિયરમાં મળશે લાભ, જાણો પૂજા વિધિ અને મંત્ર

Shardiya Navratri 2nd Day 2023 Puja: બ્રહ્મચારિણી માતાની ઉપાસના કરવાથી ભક્તોને અનેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે

Shardiya Navratri 2nd Day 2023 Puja: આજે નવરાત્રિનો બીજો દિવસ છે. આજે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતા બ્રહ્મચારિણી મા દુર્ગાની બીજી શક્તિ છે. માતા બ્રહ્મચારિણીની પૂજા શારદીય નવરાત્રિના બીજા દિવસે 16 ઓક્ટોબર 2023ના રોજ કરવામાં આવશે. બ્રહ્મચારિણી માતાની ઉપાસના કરવાથી ભક્તોને અનેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે જેમ કે તપ, ત્યાગ, અને વૈરાદ્ય સદાચારમાં વૃદ્ધિ થાય છે.

એવું માનવામાં આવે છે કે મા દુર્ગાની પૂજા કરવાથી નવ ગ્રહો શાંત થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં માતા બ્રહ્મચારિણીનો સંબંધ ચંદ્ર સાથે છે. તેની પૂજા કરવાથી ચંદ્ર દોષ દૂર થાય છે. જાણો શારદીય નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવાનો શુભ સમય, વિધિ, મંત્ર અને કથા.

મા બ્રહ્મચારિણી પૂજાના મુહૂર્તની વાત કરીએ તો 16મી ઓક્ટોબર 2023ના અમૃત મુહૂર્ત સવારે 06:22 – 07:48 કલાક સુધી, શ્રેષ્ઠ સમય સવારે 9.14 કલાકથી 10.40 કલાક સુધી અને સાંજના પૂજા કરવી હોય તો સાંજે 04:25 કલાકથી 5.51 કલાક સુધી પૂજા કરી શકાય છે.

મા બ્રહ્મચારિણીની પૂજાવિધિ

શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ અવતારમાં માતા મહાન સતી હતા. મહર્ષિ નારદના કહેવા પર તેમણે ભગવાન મહાદેવને તેમના પતિ તરીકે મેળવવા માટે તેમના જીવનમાં કઠોર તપસ્યા કરી. આ દિવસે તેમના અવિવાહિત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના બીજા દિવસે દેવી બ્રહ્મચારિણીની પૂજા કરતી વખતે સફેદ અને લાલ રંગના મિશ્રણવાળા કપડાં પહેરો. માતાને સફેદ કમળ અર્પણ કરો. માતાની કથા વાંચો અને અંતે આરતી કરો. માતા બ્રહ્મચારિણીનો પ્રિય પ્રસાદ ખાંડ અને પંચામૃત છે.

મા બ્રહ્મચારિણીના મંત્રો

ह्रीं श्री अम्बिकायै नम:।

या देवी सर्वभूतेषु मां ब्रह्मचारिणी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।

दधाना कपाभ्यामक्षमालाकमण्डलू। देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा।

મા બ્રહ્મચારિણીની કથા

માતા બ્રહ્મચારિણીને ભગવતી દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માતા બ્રહ્મચારિણીનો જન્મ તેમના પૂર્વજન્મમાં રાજા હિમાલયના ઘરે મૈનાના ગર્ભથી થયો હતો. દેવર્ષિ નારદના કહેવાથી માતા બ્રહ્મચારિણીએ વનમાં જઈને શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે માત્ર ફળ ખાઈને હજારો વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. ફરીથી ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બ્રહ્મચારિણી માતાએ હજારો વર્ષો સુધી ઝાડ પરથી પડેલા સૂકા પાંદડા ખાઈને કઠોર તપસ્યા કરી. તેમની પૂજા કરવાથી તપ, જ્ઞાન અને સ્મરણ શક્તિમાં વધારો થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી-રાહુલ ગાંધી નવા ચૂંટણી કમિશનરની કરશે પસંદગી, 17મી ફેબ્રુઆરીએ બેઠક થશે
PM મોદી-રાહુલ ગાંધી નવા ચૂંટણી કમિશનરની કરશે પસંદગી, 17મી ફેબ્રુઆરીએ બેઠક થશે
ગુજરાત સરકારની ગરીબો માટે ભેટ: જી-સફલ યોજનાથી 50 હજાર અંત્યોદય પરિવારોનું થશે કલ્યાણ
ગુજરાત સરકારની ગરીબો માટે ભેટ: જી-સફલ યોજનાથી 50 હજાર અંત્યોદય પરિવારોનું થશે કલ્યાણ
સોનામાં રોકાણકારો રાજી રાજી! ભાવ પહેલી વાર 87000 ને પાર, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ શું છે?
સોનામાં રોકાણકારો રાજી રાજી! ભાવ પહેલી વાર 87000 ને પાર, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ શું છે?
2025 માં કોર્પોરેટ કર્મચારીઓ થઈ જશે માલામાલ! 40% સુધી વધશે પગાર
2025 માં કોર્પોરેટ કર્મચારીઓ થઈ જશે માલામાલ! 40% સુધી વધશે પગાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રત્નકલાકારોને ઉદ્યોગપતિઓ ક્યારે આપશે સાથ?Hun To Bolish : હું તો બોલીશ : પ્રચાર ઓછો, વિવાદ વધુSthanik Swaraj Election: મુસ્લીમનો હાથ ભાજપને સાથ..!Vadodara Love Jihad Case: મનોજ બનીને વધુ એક મુસ્લિમ યુવકે હિન્દુ મહિલાને બનાવી લવ જેહાદનો શિકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી-રાહુલ ગાંધી નવા ચૂંટણી કમિશનરની કરશે પસંદગી, 17મી ફેબ્રુઆરીએ બેઠક થશે
PM મોદી-રાહુલ ગાંધી નવા ચૂંટણી કમિશનરની કરશે પસંદગી, 17મી ફેબ્રુઆરીએ બેઠક થશે
ગુજરાત સરકારની ગરીબો માટે ભેટ: જી-સફલ યોજનાથી 50 હજાર અંત્યોદય પરિવારોનું થશે કલ્યાણ
ગુજરાત સરકારની ગરીબો માટે ભેટ: જી-સફલ યોજનાથી 50 હજાર અંત્યોદય પરિવારોનું થશે કલ્યાણ
સોનામાં રોકાણકારો રાજી રાજી! ભાવ પહેલી વાર 87000 ને પાર, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ શું છે?
સોનામાં રોકાણકારો રાજી રાજી! ભાવ પહેલી વાર 87000 ને પાર, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ શું છે?
2025 માં કોર્પોરેટ કર્મચારીઓ થઈ જશે માલામાલ! 40% સુધી વધશે પગાર
2025 માં કોર્પોરેટ કર્મચારીઓ થઈ જશે માલામાલ! 40% સુધી વધશે પગાર
AAP ખતમ થવાના આરે! કેજરીવાલ પંજાબમાં પોતાની ખુરશી બચાવવામાં વ્યસ્ત; યોગેન્દ્ર યાદવે આવું કેમ કહ્યું
AAP ખતમ થવાના આરે! કેજરીવાલ પંજાબમાં પોતાની ખુરશી બચાવવામાં વ્યસ્ત; યોગેન્દ્ર યાદવે આવું કેમ કહ્યું
વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: રેલવેકર્મી મોહસીન મનોજ બની ડિવોર્સી મહિલાને બનાવી શિકાર
વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: રેલવેકર્મી મોહસીન મનોજ બની ડિવોર્સી મહિલાને બનાવી શિકાર
વડોદરા પોલીસનો માનવીય અભિગમ: દારૂ વેચતી 300 મહિલાઓને આર્થિક રીતે પગભર કરશે
વડોદરા પોલીસનો માનવીય અભિગમ: દારૂ વેચતી 300 મહિલાઓને આર્થિક રીતે પગભર કરશે
PM Modi US Visit: પીએમ મોદીના US પ્રવાસથી ભારતને શું મળ્યું? 10 પોઈન્ટમાં સમજો ટ્રમ્પ સાથેની મુલાકાતને લગતી દરેક બાબત
PM Modi US Visit: પીએમ મોદીના US પ્રવાસથી ભારતને શું મળ્યું? 10 પોઈન્ટમાં સમજો ટ્રમ્પ સાથેની મુલાકાતને લગતી દરેક બાબત
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.