શોધખોળ કરો

Navratri 2024:  નવરાત્રિ દરમિયાન શું કરવું અને શું ન કરવું ? જાણી લો આ વાત

આ વર્ષે શારદીય નવરાત્રિની શરૂઆત ગુરુવાર 03 ઓક્ટોબર 2024 થી થઈ રહી છે જે શનિવાર 12 ઓક્ટોબર 2024 ના રોજ સમાપ્ત થશે.

Navratri 2024 rules: આ વર્ષે શારદીય નવરાત્રિની શરૂઆત ગુરુવાર 03 ઓક્ટોબર 2024 થી થઈ રહી છે જે શનિવાર 12 ઓક્ટોબર 2024 ના રોજ સમાપ્ત થશે. નવ દિવસ માતાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. જો કે નવરાત્રિમાં માતાજીની સાધાન સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. જેનું પાલન ન કરવામાં આવે તો ધનનો વ્યય થાય છે.

નવરાત્રીમાં માતાજીની સાધના આરાધના અને ઉપસાસનાનો અનેરો મહિમા છે. નવરાત્રિ દરમિયાન માતાજીની ઉપાસના સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. પૂજા અને વ્રત રાખવાના ખાસ નિયમ છે.તો નવરાત્રિના શું છે નિયમ જાણીએ. 

જો આપ માતાજીનું સ્થાપન કરતાં હો અને અખંડ દીપક રાખતા હો તો ઘરને બંધ કરવું વર્જિત છે. ઘરને ખાલી ન છોડવું તેમજ ખાસ કરીને માતાજીની સ્થાપનાના સ્થાનને સ્વસ્છ રાખવું. જો આ નિયમનું ધ્યાન ન આપવામાં આવે તો સાધનાનું ફળ મળતું નથી.

નવરાત્રિમાં નખ કાપવા પણ વર્જિત છે. તેમજ મુંડન ન કરવાવું જોઇએ. શેવિંગ કરવું પણ નવરાત્રમાં વર્જિત મનાય છે. જો કે પહેલી વખત બાળકનું મૂંડન કરાવવું શુભ મનાય છે.

વિષ્ણુ પુરાણ અનુસાર, નવરાત્રિના વ્રત દરમિયાન દિવસમાં ન ઉંઘવું જોઇએ.  નવરાત્રિ દરમિયાન લસણ, ડુંગળી ખાવું પણ વર્જિત છે.

નવ દિવસનું વ્રત રાખનાર વ્યક્તિએ કાળા કપડાં ન પહેરવા જોઇએ. ઉપરાંત સિલાઇનું કામ કરવું પણ વર્જિત છે. નવરાત્રિ દરમિયાન ગંદાં ખરાબ કપડા પહેરવા પણ વર્જિત છે.

વ્રત દરમિયાન લસણ, ડુંગળીની સાથે નમક પણ  ન લેવું જોઇએ, મસાલાવાળો અને ઓઇલી ખોરાક  ન લેવો જોઇએ, મગફળી, ફળો, દૂધ લઇ શકાય છે.

જો આપ અનુષ્ઠાન કરી રહ્યાં હોય તો ભલે દુર્ગા ચાલીસા હોય કે અન્ય માતાજીના ચાલીસા કે મંત્રોનું હોય તેના નિયમોમું ચુસ્તપણે પાલન કરવું જોઇએ. નવરાત્રિમાં સાધના માટે ત્રણ નિયમોનું પાલન થવું જોઇએ. સમય, આસન અને સમયની અવધિ.  નવેય દિવસ એક જ સમયે અનુષ્ઠાન  માટેના મંત્રોજાપ કે ચાલીસા શરૂ કરો અને સમય મર્યાદામાં જ નવેય દિવસ પૂર્ણ થવા જોઇએ. જે સ્થાન અને આસનનો ઉપયોગ કરતા હોય તેમાં પણ નવેય દિવસ સમાનતા જળવાવી જોઇએ.

નવરાત્રિ દરમિયાન આ કરવું 

નવરાત્રીનું વ્રત કરી રહ્યા હોય તો ધ્યાન રાખો કે પૂજા સવારે અને સાંજે નિયમો પ્રમાણે કરવી જોઈએ. સાથે માતાજીની આરતી તેમજ પ્રસાદ પણ કરવો જોઈએ.

પૂજા કરતી વખતે તમે મા દૂર્ગા ચાલીસા અને દૂર્ગા સપ્તશતીના પાઠ કરવા જોઈએ. આ કરવાથી માતા ખુશ થાય છે અને ભક્તોની ઈચ્છા પૂરી થાય છે.

જો તમે નવરાત્રી વખતે 9 દિવસ ઉપવાસ કરી રહ્યા છો તો તમે બેડ અથવા પલંગ પર સુવાનું છોડીને જમીન પર સુઈ શકો છો.

નવરાત્રિ દરમિયાન આ વસ્તુઓ ન કરો 

નવરાત્રિ દરમિયાન એ ધ્યાન રાખવું કે માંસાહાર ખોરાક એટલે કે તીખો-તળેલો ખોરાક ન ખાવો જોઈએ. તેમાં લસણ અને ડુંગળીનો પણ સમાવેશ થાય છે.

આ વ્રત દરમિયાન કોઈપણ વ્યસનો ન કરવા જોઈએ.  વ્રત દરમિયાન વર્જિત છે.

જો કોઈ વ્યક્તિ આ વ્રત કરે છે તો તો તેણે બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું ફરજીયાત છે. આવું ન કરવાથી વ્રત તુટી શકે છે. 

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

વિડિઓઝ

Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Embed widget