Hun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?
18મી લોકસભાનું શિયાળુ સત્ર આજે સમાપ્ત થયું....આ સત્ર 25 નવેમ્બરથી શરૂ થયું હતું....સમગ્ર સત્રમાં કુલ 20 બેઠક યોજાઈ....બંને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં લગભગ 105 કલાક સુધી કાર્યવાહી ચાલી....સત્ર દરમિયાન લોકસભાની પ્રોડક્ટિવિટી 54% હતી....રાજ્યસભાની 41% હતી...ગૃહમાં કુલ 4 બિલ રજૂ કરવામાં આવ્યા....એક પણ પાસ થઈ ન થઈ શક્યા...પરંતુ બંને ગૃહોમાં જબરદસ્ત હોબાળો જરૂર થયો...આંબેડકરના અપમાન મુદ્દે ભાજપ અને કૉંગ્રેસ આમને સામને આવી ગયા....17 ડિસેમ્બરે સાંજે 7:45 વાગ્યે રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક નિવેદન આપ્યું હતું...જોકે, તે સમયે તેઓ એવા સંદર્ભમાં વાત કરી રહ્યા હતા કે કોંગ્રેસના કારણે આંબેડકરને મંત્રીમંડળમાંથી રાજીનામું આપવું પડ્યું હતું....પહેલા અમિત શાહનું એ નિવેદન સાંભળી લઈએ...
અમિત શાહને આંબેડકર વિરોધી ગણાવીને વિપક્ષે હોબાળો શરૂ કર્યો...17 ડિસેમ્બર, રાત્રે સાડે 10 વાગ્યે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ X પર અમિત શાહના નિવેદનની ક્લિપ શેર કરી અને લખ્યું, 'મનુસ્મૃતિમાં વિશ્વાસ રાખવાવાળાને આંબેડકરજીથી ચોક્કસ મુશ્કેલી પડશે.'...ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, 'અમે અમિત શાહના રાજીનામાની માગ કરીએ છીએ...તેમણે દેશની જનતાની માફી માંગવી જોઈએ...જેના પર પ્રધાનમંત્રી મોદીએ X પર 6 પોસ્ટ કરીને અમિત શાહના નિવેદનનો બચાવ કર્યો...અને કોંગ્રેસ પર આંબેડકરની અવગણના કરવાનો આરોપ લગાવ્યો....પ્રધાનમંત્રીની પોસ્ટ પર ખડગેએ કહ્યું, 'જો મોદી આંબેડકરનું સન્માન કરે છે, તો મધ્યરાત્રિ પહેલાં ગૃહમંત્રી અમિત શાહને બરતરફ કરો.'....ત્યારબાદ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા આપી અને કહ્યું કે, તેમના નિવેદનને તોડીમરોડીને રજૂ કરવામાં આવી રહ્યું છે...ગઈકાલે સંસદ પરિસરમાં આંબેડકરના અપમાન મુદ્દે ઈન્ડિયા ગઠબંધન અને ભાજપ બંનેના સાંસદો વિરોધ કરી રહ્યા હતા...આ દરમિયાન ધક્કામુક્કીમાં ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઘાયલ થયા...ભાજપે રાહુલ પર ગુંડાગીરીનો આરોપ લગાવતા કહ્યું કે, રાહુલે ધક્કો મારતા સાંસદ પ્રતાપ સારંગી સીડી પરથી પડી ગયા અને માથામાં ઈજા પહોંચી..ન માત્ર પ્રતાપ સારંગી પરંતુ ભાજપ સાંસદ મુકેશ રાજપૂતને પણ ઈજા પહોંચી..પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત.. બંને દિલ્લીની RML હોસ્પિટલમાં ભરતી છે....ત્યારબાદ ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર, હેમાંગ જોશી અને બાંસુરી સ્વરાજે રાહુલ ગાંધી વિરુદ્ધ 'હત્યાનો પ્રયાસ' સહિત 7 કલમો પર FIR નોંધાવી....બીજી તરફ ભાજપના આરોપ પર રાહુલ ગાંધીએ પલટવાર કર્યો....રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ પત્રકાર પરિષદ યોજી..જેમાં માગ કરી કે, સંસદ બહાર મકર દ્વારના સીસીટીવી તપાસવામાં આવે...રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, ભાજપના સાંસદોએ તેમને અને મલ્લિકાર્જૂન ખડગેને અંદર પ્રવેશતા રોક્યા અને ધક્કામુક્કી કરી...ખડગેએ પણ આરોપ લગાવ્યો કે, ધક્કામુક્કીના કારણે તેમને ગોઠણમાં ઈજા પહોંચી....આમ સંસદમાં શરૂ થયેલી બંધારણ પરની ચર્ચા સાંસદોની ધક્કામુકી સુધી પહોંચી.... કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગેને દલિત ચહેરા તરીકે મેદાનમાં ઉતાર્યા...ત્યારે ભાજપે પણ શિવરાજ સિંહ ચૌહાણને આગળ કરી દીધા....પણ સવાલ એ છે કે રાજકીય લડાઈ એટલી હદે વધી ગઈ કે લડાઈ થઈ… લોકશાહીના મંદિરમાં ઝપાઝપી કેમ થઈ શકે… જો આજે બંધારણના ઘડવૈયા આંબેડકર જીવિત હોત તો આ વિશે શું વિચારતા?...તમામ મુ્દ્દે આજે ચર્ચા કરવી છે....