Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની!
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ પુષ્પા 2 એ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવ્યા છે.
Pushpa 2 Box Office Collection Day 16: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ પુષ્પા 2 એ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવ્યા છે. આજે આ ફિલ્મ રિલીઝ થયાને 16 દિવસ થઈ ગયા છે જે ઓપનિંગ ડે કલેક્શનથી લઈને સૌથી ઝડપી રૂ. 500 કરોડ અને તેનાથી વધુના કલેક્શન સુધીના ઘણા રેકોર્ડ તોડી રહી છે. તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં 5 ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મની 16મા દિવસની કમાણીનાં પ્રારંભિક આંકડાઓ પણ સામે આવ્યા છે. તો ચાલો જાણીએ કે આજે રાત્રે 9:10 વાગ્યા સુધી ફિલ્મે કેટલી કમાણી કરી છે અને કુલ કલેક્શન કેટલું છે.
1000 CR INDIA NET FOR #Pushpa2 💥💥💥
— Sacnilk Entertainment (@SacnilkEntmt) December 20, 2024
Only Second Movie To Achieve This After #Baahubali2☑️ pic.twitter.com/y1ryxiXLFg
પુષ્પા 2 બોક્સ ઓફિસ કલેક્શન
પુષ્પા 2 એ તેની રિલીઝના એક દિવસ પહેલા જ પ્રીમિયરમાં જ રૂ. 10.65 કરોડની કમાણી કરી હતી. આ પછી, શરૂઆતના દિવસે 164.25 કરોડની કમાણી કર્યા પછી, તમને નીચે આપેલા કોષ્ટકમાં દરરોજની કમાણી વિશે સંપૂર્ણ માહિતી મળશે. આજના કમાણીના આંકડા અંતિમ નથી, ફેરફારો શક્ય છે.
દિવસ | કમાણી (કરોડ રુપિયામાં ) |
પ્રથમ દિવસ | 164.25 |
બીજો દિવસ | 93.8 |
ત્રીજો દિવસ | 119.25 |
ચોથો દિવસ | 141.05 |
પાંચમો દિવસ | 64.45 |
છઠ્ઠો દિવસ | 51.55 |
સાતમો દિવસ | 43.35 |
આઠમો દિવસ | 37.45 |
નવમો દિવસ | 36.4 |
દસમો દિવસ | 63.3 |
અગિયારમો દિવસ | 76.6 |
બારમો દિવસ | 26.95 |
તેરમો દિવસ | 23.35 |
ચૌદમો દિવસ | 20.55 |
પંદરમો દિવસ | 17.65 |
સોળમાં દિવસ | 10.75 |
ટોટલ | 1001.35 |
1000 કરોડથી વધુની કમાણી કરનાર બીજી ભારતીય ફિલ્મ!
પુષ્પા 2 એ રેકોર્ડ બનાવ્યો છે જે આજ સુધી માત્ર એક જ ભારતીય ફિલ્મ પાસે છે. તે રેકોર્ડ ભારતીય બોક્સ ઓફિસ પર 1000 કરોડથી વધુ કમાવાનો રેકોર્ડ છે. 7 વર્ષ પહેલા 2017માં રિલીઝ થયેલી પ્રભાસની બાહુબલી 2 એ 1000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.
હવે પુષ્પા 2 પણ એ જ લીગમાં જોડાઈ ગઈ છે. પુષ્પા 2 પહેલાથી જ બીજી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ છે. બાહુબલી 2 હજુ પણ નંબર 1 પર છે જેણે 1030.42 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું.
પુષ્પા 2 નું બજેટ અને સ્ટારકાસ્ટ
પુષ્પા 2 લગભગ 500 કરોડ રૂપિયાના બજેટ સાથે બનાવવામાં આવી છે. આ ફિલ્મ 2021ની પુષ્પા ધ રાઇઝનો બીજો ભાગ છે. સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ મહત્વની ભૂમિકામાં છે.