શોધખોળ કરો

Navratri Vrat Parana 2024: નવરાત્રિ વ્રત પારણા કરવાનો શું છે નિયમ ? એક ભૂલ 9 દિવસના ઉપવાસને નિષ્ફળ કરશે 

શારદીય નવરાત્રિમાં 9 સુધી ઉપવાસ કરનારા દશમી તિથિના રોજ ઉપવાસ તોડે છે. ચાલો જાણીએ નવરાત્રિ વ્રતમાં પારણા કરવાનો સમય અને આ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

Shardiya Navratri Vrat Parana 2024: આજે વિજયાદશમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર માતા દુર્ગા અને શ્રી રામના વિજય સાથે જોડાયેલો છે. માતાએ મહિષાસુર સાથે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું હતું અને પછી દસમા દિવસે એટલે કે દશેરાના દિવસે મહિષાસુરનો વધ કરીને જીત મેળવી હતી.

તેવી જ રીતે, વિજયાદશમીનો તહેવાર પણ રાવણ પર શ્રી રામના વિજયની ઉજવણી માટે ઉજવવામાં આવે છે. શારદીય નવરાત્રિમાં 9 સુધી ઉપવાસ કરનારા દશમી તિથિના રોજ ઉપવાસ તોડે છે. ચાલો જાણીએ નવરાત્રિ વ્રતમાં પારણા કરવાનો સમય અને આ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. શારદીય નવરાત્રી 3 ઓક્ટોબરથી શરૂ થઈ છે અને 12 ઓક્ટોબર સુધી ચાલી ત્યારે  આ વખતે એક તિથિના ક્ષયને કારણે નવમી અને દશમી તિથિ એક જ દિવસે પડી રહી છે. 

નવરાત્રી વ્રત પારણા 2024 મુહૂર્ત

શારદીય નવરાત્રિનું વ્રત પારણ નવમી તિથિની સમાપ્તિ પછી રાખવામાં આવે છે. અશ્વિન મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ સવારે 10.58 કલાકે પૂરી થઈ ગઈ છે. ઉપવાસ તોડતા પહેલા કૃપા કરીને કેટલાક નિયમો પર ધ્યાન આપો એક ભૂલ તમારા નવ દિવસના ઉપવાસને નિષ્ફળ બનાવી શકે છે.

નવરાત્રી વ્રતમાં ઉપવાસમાં કઈ રીતે પારણા કરવા  (Navratri Vrat Parana Vidhi)

ધાર્મિક વિધિ મુજબ દેવી દુર્ગાની પૂજા કરો, આરતી કરો, ક્ષમા માગો અને દાન કરો. આ પછી માતાનો પ્રસાદ ગ્રહણ કર્યા પછી જ ઉપવાસ તોડવો. તામસિક ભોજન કરીને ઉપવાસ તોડવાની ભૂલ ન કરો, નહીં તો તમારો ઉપવાસ નિષ્ફળ જશે. 

નવરાત્રી વ્રત પારણાના નિયમો 

જેમણે 9 દિવસનો ઉપવાસ કર્યો હોય તેમણે નવરાત્રિના હવન પછી જ ઉપવાસ તોડવો જોઈએ. તેના વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. વ્રત કરવાથી પૂર્ણ ફળ મળતું નથી.

નવરાત્રિ પારણા માટેનો સૌથી યોગ્ય સમય નવમીના અંત પછી જ્યારે દશમી તિથિ  હોય છે ત્યારે માનવામાં આવે છે.

નવરાત્રિના ઉપવાસ દરમિયાન માત્ર હળવો અને શાકાહારી ખોરાક લેવો. 

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો. 

Ghat Sthapan Visarjan 2024: નવમી અને દશમી એક જ દિવસે, જાણો કળશ વિસર્જનનું શુભ મૂહૂર્ત અને વિધિ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
કેન્દ્રીય કર્મચારીઓ પોતાના વૃદ્ધ માતાપિતાની સેવા માટે લઈ શકે છે રજાઓ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
કેન્દ્રીય કર્મચારીઓ પોતાના વૃદ્ધ માતાપિતાની સેવા માટે લઈ શકે છે રજાઓ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
Advertisement

વિડિઓઝ

Porbanadar Crime News: પાર્ટી પ્લોટમાં સગીરા પર ગેંગરેપ | Abp Asmita | 25-7-2025
Shravan Month 2025: શિવાલયોમાં ગુંજ્યો ‘હર હર મહાદેવ’નો નાદ | Abp Asmita | 25-7-2025
Hun To Bolish: હું તો બોલીશ : ઓનલાઈન ગેમના રવાડે ન ચડતા
Hun To Bolish: હું તો બોલીશ : શિક્ષક એટલે ગુરુ કે VVIPનો સેવક?
Hun To Bolish: હું તો બોલીશ : હાઈવે પર રઝળતું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
કેન્દ્રીય કર્મચારીઓ પોતાના વૃદ્ધ માતાપિતાની સેવા માટે લઈ શકે છે રજાઓ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
કેન્દ્રીય કર્મચારીઓ પોતાના વૃદ્ધ માતાપિતાની સેવા માટે લઈ શકે છે રજાઓ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
India-UK FTA: કારથી લઈને વ્હિસ્કી સુધી, છઠ્ઠી ઈકોનોમી સાથે ડીલથી ભારતને શું-શું થશે ફાયદા? જાણો
India-UK FTA: કારથી લઈને વ્હિસ્કી સુધી, છઠ્ઠી ઈકોનોમી સાથે ડીલથી ભારતને શું-શું થશે ફાયદા? જાણો
shravan 2025: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, શિવાલયોમાં ઉમટી શિવભક્તોની ભીડ
shravan 2025: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, શિવાલયોમાં ઉમટી શિવભક્તોની ભીડ
India-UK FTA Deal: ભારત અને બ્રિટન વચ્ચે થઈ FTA ડીલ, જાણો કૃષિ સેક્ટર પર શું થશે તેની અસર
India-UK FTA Deal: ભારત અને બ્રિટન વચ્ચે થઈ FTA ડીલ, જાણો કૃષિ સેક્ટર પર શું થશે તેની અસર
RCBના ક્રિકેટર યશ દયાલ વિરુદ્ધ બીજી યુવતીએ લગાવ્યો રેપનો આરોપ, જયપુરમાં રેપ અને પૉક્સો એક્ટમાં FIR દાખલ
RCBના ક્રિકેટર યશ દયાલ વિરુદ્ધ બીજી યુવતીએ લગાવ્યો રેપનો આરોપ, જયપુરમાં રેપ અને પૉક્સો એક્ટમાં FIR દાખલ
Embed widget